ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Viral Photo : બેંગાલુરૂની કારમાં ભરાયેલ વરસાદી પાણીનો ફોટો થયો વાયરલ

ઘણીવાર મોટી વાર્તા કરતા એક ફોટો ઘણું કહી જાય છે. સોશિયલ મીડિયા પર એક એવો જ ફોટો Viral થઈ રહ્યો છે જે ઘણું બધું કહી જાય છે. વાંચો વિગતવાર.
05:28 PM May 20, 2025 IST | Hardik Prajapati
ઘણીવાર મોટી વાર્તા કરતા એક ફોટો ઘણું કહી જાય છે. સોશિયલ મીડિયા પર એક એવો જ ફોટો Viral થઈ રહ્યો છે જે ઘણું બધું કહી જાય છે. વાંચો વિગતવાર.
Viral Photo Gujarat First

Viral Photo : બેંગાલુરૂમાં ભારે વરસાદ ખાબક્યો છે. આ વરસાદ એટલો વધારે હતો કે એક કારમાં અંદર સુધી પાણી ભરાઈ ગયા હતા. આ ફોટો ડ્રાઈવિંગ સીટ પરથી લેવામાં આવ્યો છે. જેમાં બ્રેક, એક્સિલેટર અને ક્લચ સુધી પાણી ભરાઈ ગયા છે. આ કારનો ફોટો સોશિયલ મીડિયામાં Viral થઈ રહ્યો છે. આ વાયરલ ફોટો પર યુઝર્સ રંગ બે રંગી કોમેન્ટ કરી રહ્યા છે.

મજેદાર કેપ્શન સાથે ફોટો કર્યો શેર

બેંગાલુરુમાં ખાબકેલા વરસાદે તબાહી મચાવી દીધી છે. એક કારમાં એટલું પાણી ઘુસી ગયું છે કે, કારના બ્રેક, એક્સિલેટર અને ક્લચ પાણીમાં પલળી ગયા છે. આ કારના માલિકે ડ્રાઈવિંગ સીટ પરથી ફોટો પાડ્યો છે અને તેને શેર પણ કર્યો છે. બેંગાલુરુના અરુણ વિનાયક (Arun Vinayak) એ X (અગાઉ ટ્વિટર) પર @Arun_Vinayak_S એકાઉન્ટ દ્વારા કારનો ફોટો શેર કર્યો છે. જેમાં કારની અંદરના ભાગમાં ડ્રાયવરની ઘૂંટી સુધી પાણીથી ભરાયેલ જોવા મળે છે. આ ફોટો પોસ્ટ કરતી વખતે અરુણ વિનાયકે એક કોમિક કેપ્શન પણ લખ્યું છે. જેમાં તેમને લખ્યું કે, હવે ફક્ત ફોન અને ગેજેટ્સ જ નહિ ઘરો, ઓફિસો અને વાહનો પણ વોટરપ્રૂફ હોવા જોઈએ ! આ સમાચાર લખાય ત્યાં સુધી આ વાયરલ ફોટોને 50 હજાર વ્યૂઝ અને 1 હજારથી વધુ લાઈક્સ મળી ચૂક્યા છે.

આ પણ વાંચોઃ    Viral Video : વરસાદમાં બલ્બને બચાવવા માટે કરેલ જુગાડનો વીડિયો થયો વાયરલ

યુઝર્સની રંગ બે રંગી કોમેન્ટ્સ

બેંગાલુરુના એક યુવક અરુણ વિનાયકે X પર @Arun_Vinayak_S એકાઉન્ટ દ્વારા કારનો ફોટો શેર કર્યો છે. જેમાં કારની અંદરના ભાગમાં ડ્રાયવરની ઘૂંટી સુધી પાણીથી ભરાયેલ જોવા મળે છે. આ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ ફોટો પર યુઝર્સ રંગ બે રંગી કોમેન્ટ્સ પણ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, ડોર-ટુ-ડોર સબમરિન યોજના શરૂ થઈ ગઈ છે ! , બીજા યુઝરે લખ્યું કે, હવે બેંગાલુરુની અંદર કાર નહિ હોડી ચલાવો !, ત્રીજા યુઝરે લખ્યું કે, પાણીમાં માછલી નાખો અને તમને મફતમાં લેગ સ્પા મળશે !, ચોથા યુઝરે લખ્યું કે, આવા વાતાવરણમાં શા માટે કાર લઈને નીકળો છો ? પાંચમાં યુઝરે લખ્યું કે, આ ડ્રાઈવરને હવે સીટબેલ્ટ નહિ પરંતુ લાઈફ જેકેટની જરુર પડશે.

આ પણ વાંચોઃ    Kamal Haasan ની અપકમિંગ ફિલ્મ ઠગલાઈફનું ટ્રેલર લોન્ચ થતાં વેત વાયરલ થયું

Tags :
Arun VinayakBengaluru rainsCar interior submergedDriving in heavy rainFlooded carFunny captionFunny CommentsGujarat FirstGUJARAT FIRST NEWSheavy rainfallLife jacket instead of seatbeltSocial media postSubmarine carUser reactionsVehicle floodingVIRAL PHOTOWaterlogged vehicleWaterproof vehicles
Next Article