Viral Wedding Video : લગ્નમંડપમાં કન્યાનો સ્વેગ, વરરાજા પર નોટોનો કર્યો વરસાદ
- Viral Wedding Video
- લગ્નમંડપમાં કન્યાનો સ્વેગ, વરરાજા પર નોટોનો કર્યો વરસાદ
- કન્યાનો દબંગ અંદાજ વાયરલ, યુઝર્સ થઈ ગયા દંગ
- વરસાદ તો નોટોનો થયો, કન્યાનો સ્વેગ છવાઈ ગયો
Viral Wedding Video : સોશિયલ મીડિયાની દુનિયા અજાયબીઓથી ભરેલી છે. તમે સોશિયલ મીડિયાના કોઇપણ પ્લેટફોર્મ પર જઇને વીડિયો જ્યારે પણ સ્ક્રોલ કરો, ત્યારે તમને કંઈક નવું, અજીબ કે મજેદાર જોવા મળે જ છે. અહીં દરરોજ લાખો વીડિયો અપલોડ થાય છે, પણ વાયરલ તો એ જ થાય છે જેમાં કંઈક 'હટકે' હોય. હાલમાં ઈન્ટરનેટ પર એક એવો જ વીડિયો ધૂમ મચાવી રહ્યો છે, જેણે વર્ષો જૂની લગ્નની પરંપરાને એક મજેદાર ટ્વિસ્ટ આપી દીધો છે. શું છે આ વીડિયોમાં જાણો આ આર્ટિકલમાં.
પરંપરામાં ફેરફાર: કન્યાનો ‘સ્વેગ’
ભારતીય લગ્નોમાં પરંપરાઓનું આગવું મહત્વ હોય છે. આપણે સૌએ અનેક લગ્નોમાં જોયું હશે કે જ્યારે જયમાળાનો સમય થાય કે કન્યા સ્ટેજ પર આવે, ત્યારે વરરાજા પોતાની ખુશી વ્યક્ત કરવા નોટોનો વરસાદ કરતા હોય છે. પરંપરાગત રીતે આ કામ પુરુષોનું માનવામાં આવે છે. પરંતુ વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં ગંગા ઉલટી વહેતી જોવા મળી છે. વીડિયોમાં જોઈ શકાય છે કે કન્યા સ્ટેજ પર પહોંચે છે, પણ તે શરમાઈને ઊભી રહેવાને બદલે પૂરા આત્મવિશ્વાસ સાથે હાથમાં નોટોની ગડ્ડી લે છે. તે વરરાજાના માથે પ્રેમથી નોટો ફેરવે છે અને પછી બિન્દાસ્ત અંદાજમાં તે નોટો હવામાં ઉડાવી દે છે. કન્યાનો આ 'દબંગ' અને 'દિલદાર' અંદાજ જોઈને ત્યાં હાજર લોકો અને હવે સોશિયલ મીડિયા યુઝર્સ પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે.
ये रिवाज कौनसे प्रदेश में होती है भाई
लड़की द्वारा नजर उतारना तो देखा था लेकिन पैसे घुमा के फैकना पहली बार देखा ….!! pic.twitter.com/yJbhSsDRCk
— Lokendra Singh (@LSinghShekhawat) December 7, 2025
કોણ છે આ નસીબદાર વર-કન્યા? (Viral Video)
વીડિયોમાં દેખાતા વર અને કન્યાના નામ કે તેમના ગામ વિશે કોઈ ચોક્કસ માહિતી સામે આવી નથી. પરંતુ કન્યાના ચહેરા પરની ખુશી અને વરરાજાના ચહેરા પરનું સ્મિત ઘણું બધું કહી જાય છે. કન્યા જે રીતે નોટો ઉડાવી રહી છે, તે દર્શાવે છે કે આજના સમયમાં યુવતીઓ પણ પોતાના આનંદને વ્યક્ત કરવામાં પાછળ નથી રહેતી. આ વીડિયો 'X' (અગાઉનું ટ્વિટર) પ્લેટફોર્મ પર @ArunKoslii નામના યુઝરે શેર કર્યો છે. વીડિયો શેર કરતા તેમણે કેપ્શનમાં લખ્યું છે કે, "જો પત્ની હોય તો આવી હોય." આ લખાય છે ત્યાં સુધીમાં હજારો લોકોએ આ વીડિયો જોઈ લીધો છે અને લાઈક્સનો વરસાદ કરી રહ્યા છે.
વીડિયો પર લોકોની કોમેન્ટ્સ વાંચવા જેવી
એક યુઝરે મજાકમાં લખ્યું, "ભાઈ, આ તો લેડી પ્લેબોય લાગે છે!" બીજા યુઝરે વખાણ કરતા કહ્યું, "વાહ ભાભીજી! તમારી સ્ટાઈલ તો જોરદાર છે, હું તમારી સાથે સહમત છું." જ્યારે ત્રીજા યુઝરે ભવિષ્યવાણી કરતા કહ્યું, "લાગે છે કે હવે ઘરનો બધો વહીવટ અને જવાબદારી આ કન્યા જ સંભાળી લેશે." આ બધા વચ્ચે સૌથી લોકપ્રિય કોમેન્ટ પણ સામે આવી જેમા યુઝર્સે કહ્યું, "શું વાત છે! ભાઈનું તો નસીબ ખુલી ગયું, આવી દિલદાર પત્ની મળી ગઇ છે."
આ પણ વાંચો : 21 વર્ષ જૂના કર્મચારીને કંપનીએ કાઢી મુક્યો, અસાધ્ય બિમારી સાથે ધરણા શરૂ


