કોણ છે આ 'મિસ્ટ્રી ગર્લ' જે ઈન્ટરનેટ પર મચાવી રહી છે ધૂમ, અભિષેક શર્માના કરિયરમાં નિભાવ્યો...
- અભિષેશ શર્માની બહેન કોમલ શર્માની
- ઓનલાઈન ફેન્સને પણ આકર્ષિત કરે
- ઈન્ટરનેટ પર મચાવી રહી છે ધૂમ
Mystery Girl: કોમલ શર્મા(Komal Sharma)ની હાજરીએ માત્ર અભિષેક શર્મા(Abhishek Sharma)ને જ પ્રેરણા આપતી નથી.પરંતુ ઓનલાઈન ફેન્સને પણ આકર્ષિત કરે છે.તેના ભાઈના પ્રદર્શન વિશેની તેમણે દિલથી લખેલી પોસ્ટ વારંવાર વાયરલ થાય છે.
ક્રિકેટની દુનિયામાં અભિષેક શર્મા ફેમસ થયો
ક્રિકેટની દુનિયામાં અભિષેક શર્મા ખૂબ જ ઓછા સમયમાં ખૂબ જ ફેમસ થઈ ગયો છે. અભિષેક શર્માએ બુધવારે રાત્રે ઇંગ્લેન્ડ સામેની પ્રથમ T20 મેચમાં 34 બોલમાં જ 79 રનની ધમાકેદાર બેટિંગ કરી હતી. અભિષેક શર્માએ પોતાની ઇનિંગમાં 5 ફોર અને 8 સિક્સર ફટકારી હતી.આ સમયગાળા દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ પણ 232.35 હતો. અભિષેક શર્માએ માત્ર 20 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. અભિષેક શર્માની સફળતા પાછળ એક મજબૂત સપોર્ટ સિસ્ટમ છે.ખાસ કરીને તેની બહેન કોમલ શર્મા છે.
આ પણ વાંચો-Wamiqa Gabbi : વાંદરાને બિસ્કિટ ખવડાવી રહી હતી આ એક્ટ્રેસ, અચાનક ખોળામાં આવીને બેસી ગયો
કોમલ શર્મા ઈન્ટરનેટ પર મચાવી ધૂમ
અભિષેક શર્માની બહેન કોમલ શર્મા ઈન્ટરનેટ સનસની બની ગઈ છે અને તે ઘણીવાર તેના ભાઈ માટે ચીયર કરતી જોવા મળે છે. અભિષેક શર્મા પોતાની વિસ્ફોટક બેટિંગથી ગ્રાઉન્ડમાં સિક્સરનો વરસાદ કરતો રહે છે. જ્યારે તેની બહેન કોમલ શર્માએ પણ ભારતીય ફેન્સનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. અભિષેક શર્માએ નવા વર્ષની શરૂઆત ધમાકેદાર કરી છે. આ મેચ દરમિયાન અભિષેક શર્માની મોટી બહેન કોમલ શર્મા પણ હાજર હતી. અભિષેક શર્મા વ્યવસાયે ફિઝિયોથેરાપિસ્ટ છે.
આ પણ વાંચો-એલન મસ્કની સાથે સતત દેખાયેલી મહિલા કોણ છે? ભારત સાથે છે ખાસ સંબંધ
અભિષેક શર્માની કારકિર્દીમાં મહત્વની ભૂમિકા ભજવી
ફિટનેસ અને રિકવરીની વિશે કોમલ શર્માની સમજે અભિષેક શર્માની કારકિર્દીમાં મહત્વની ભૂમિકા ભજવી છે.અભિષેક શર્માના પિતા રાજ કુમાર શર્મા ભૂતપૂર્વ ક્રિકેટર છે.અભિષેક શર્માની માતા મંજુ શર્માએ પણ તેની કારકિર્દી ઘડવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. કોમલ શર્માની હાજરીએ માત્ર અભિષેક શર્માને જ પ્રેરણા આપતી નથી,પરંતુ ઓનલાઈન ફેન્સને પણ આકર્ષિત કરે છે.તેના ભાઈના પ્રદર્શન વિશેની તેમણે દિલથી લખેલી પોસ્ટ વારંવાર વાયરલ થાય છે.
આ પણ વાંચો-પ્લેબોય મોડેલ Gina Stewart દુનિયાની સૌથી જવાન દાદી! જાણો તેની સુંદરતાનું રહસ્ય
કોમલ શર્મા ફિઝિયોથેરાપિસ્ટ છે
20 માર્ચ 1994ના રોજ જન્મેલી કોમલ શર્મા અભિષેક શર્મા કરતા સાત વર્ષ મોટી છે. કોમલ શર્મા અમૃતસર (પંજાબ)ની છે. કોમલ શર્મા ફિઝિયોથેરાપિસ્ટ છે. કોમલ શર્માએ 2018માં ગુરુ નાનક દેવ યુનિવર્સિટી (GNDU) અમૃતસરમાંથી ફિઝિયોથેરાપીમાં સ્નાતકની ડિગ્રી મેળવી હતી, ત્યારબાદ 2021માં જયપુરની NIMS યુનિવર્સિટીમાંથી ઓર્થોપેડિક્સમાં તેની માસ્ટર ડિગ્રી મેળવી હતી. હાલમાં તે અમૃતસરમાં S.G.R.D. મેડિકલ કોલેજમાં ફિઝિયોથેરાપિસ્ટ તરીકે કામ કરે છે. કોમલ શર્મા તેના ભાઈ અભિષેક શર્મા માટે તેની ક્રિકેટ સફર અને જીવનમાં ખડકની જેમ ઉભી રહી છે.


