Download Apps
Home » છત્તીસગઢમાં ફૂંકાયું ચૂંટણીનું રણશિંગુ, NOTA ને લઇને CM ભૂપેશ બઘેલે આપ્યું મોટું નિવેદન

છત્તીસગઢમાં ફૂંકાયું ચૂંટણીનું રણશિંગુ, NOTA ને લઇને CM ભૂપેશ બઘેલે આપ્યું મોટું નિવેદન

છત્તીસગઢમાં ચૂંટણીનું રણશિંગુ ફૂંકાઈ ચૂક્યું છે. પૂરજોશમાં ચાલતા ચૂંટણી પ્રચાર વચ્ચે ભૂતકાળને જોતા મતદાન સમયે છત્તીસગઢની જનતાનો પ્રથમ વિકલ્પ કોઈ રાજકીય પક્ષ નહીં પરંતુ NOTA હોય તેવું લાગે છે. જેને લઈને હવે છત્તીસગઢના CM એ પણ NOTA પર ચર્ચાસ્પદ નિવેદન કર્યું છે.

છત્તીસગઢમાં NOTA ને જીત-હારના માર્જિનથી વધુ વોટ મળ્યા

7મી નવેમ્બર, 2023 અને 17મી નવેમ્બર, 2023 આ બે તારીખો છે કે જયારે બે તબક્કામાં છત્તીસગઢમાં વિધાનસભાની ચૂંટણીનું મતદાન યોજાશે. રાજકીય પક્ષો જનતા જનાર્ધનનું હૃદય જીતવા એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. પરિવર્તન થશે કે પુનરાવર્તન. જનતા નક્કી કરશે પોતાની સરકાર. હાલ છત્તીસગઢમાં કોંગ્રેસની સરકાર છે. કોંગ્રેસ દ્વારા સત્તા જાળવી રાખવા અને ભાજપ દ્વારા સત્તા પ્રાપ્ત કરતા એડી ચોટીનું જોર ચૂંટણી પ્રચારમાં લગાવવામાં આવી રહ્યું છે. આ વચ્ચે રાયપુર એરપોર્ટ પર મીડિયા સાથે વાત કરતા છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે કહ્યું કે, “ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) પર મતદારો માટેના વિકલ્પ NOTA અર્થાત “ઉપરોક્તમાંથી એક પણ નહીં”ને રદ કરવું જોઈએ. ઘણી વખત એવું જોવામાં આવ્યું છે કે NOTA ને જીત-હારના માર્જિનથી વધુ વોટ મળ્યા છે.

SC ના આદેશ બાદ ચૂંટણી પંચે EVM માં NOTA નું બટન ઉમેર્યું

જણાવીએ કે, સપ્ટેમ્બર 2013માં સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ચૂંટણી પંચે ઉમેદવારોની યાદીના અંતે વિકલ્પ તરીકે EVM માં NOTA એટલે કે નન ઓફ ધી અબાઉ બટન ઉમેર્યું હતું. છત્તીસગઢમાં 2018ની વિધાનસભા ચૂંટણીમાં 76.88 ટકા મતદાન થયું હતું, જેમાં કુલ 1,85,88,520 મતદારોમાંથી 1,42,90,497 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ઉપરોક્ત ચૂંટણીમાં કુલ 2,82,738 મતદારોએ NOTA નો વિકલ્પ પસંદ કર્યો હતો. આ જ રીતે 2019ની લોકસભા ચૂંટણીમાં 11 સંસદીય સીટ ધરાવતા છત્તીસગઢમાં 1.96 લાખથી વધુ NOTA ના વોટ પડ્યા હતા. છત્તીસગઢમાં વિધાનસભાની ચૂંટણીને પગલે ભાજપ, કોંગ્રેસ પૂરજોશમાં પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. કેન્દ્રીય નેતાઓના છત્તીસગઢમાં ધામા પણ જોવા મળી રહ્યા છે. હવે જોવું એ રહેશે કે આ પ્રચાર પ્રસાર, ‘ગેરંટી’, ‘વિકાસ’ના વચનો શું જનતાનું દિલ જીતી શકશે કે આ વખતે પણ NOTA જનતાનો મનપસંદ વિકલ્પ રહેશે.

આ પણ વાંચો – રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો, જયપુરના મેયર સહિત 6 નેતાઓ ભાજપમાં જોડાયા

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
અનોખા અંદાજમાં પોતાની ‘મા’ને આપો Mother’s Day ની શુભેચ્છાઓ
અનોખા અંદાજમાં પોતાની ‘મા’ને આપો Mother’s Day ની શુભેચ્છાઓ
By VIMAL PRAJAPATI
શું તમે જાણો બ્રહ્માંડમાં કેટલી આકાશગંગાઓ આવેલી છે?
શું તમે જાણો બ્રહ્માંડમાં કેટલી આકાશગંગાઓ આવેલી છે?
By VIMAL PRAJAPATI
ચાલો જાણીએ ચંદ્રની સપાટી પર રહેલા વણઉકેલાયેલા રહસ્યો વિશે
ચાલો જાણીએ ચંદ્રની સપાટી પર રહેલા વણઉકેલાયેલા રહસ્યો વિશે
By VIMAL PRAJAPATI
ફુદીનાની ચા પીવાના છે આ અગણિત ફાયદા
ફુદીનાની ચા પીવાના છે આ અગણિત ફાયદા
By Harsh Bhatt
તણાવ મુક્ત રહેવા માટે કરો આ યોગાસન, મન રહેશે શાંત
તણાવ મુક્ત રહેવા માટે કરો આ યોગાસન, મન રહેશે શાંત
By Harsh Bhatt
શાઇનિંગ ડ્રેસમાં માનુષી છિલ્લરે ફ્લોન્ટ કર્યું ફિગર
શાઇનિંગ ડ્રેસમાં માનુષી છિલ્લરે ફ્લોન્ટ કર્યું ફિગર
By Hiren Dave
Big Boss 16 ફેમ Abdu Rozik એ ગર્લફ્રેન્ડ અમીરા સાથે કરી સગાઈ, દુલ્હનની તસવીર Viral
Big Boss 16 ફેમ Abdu Rozik એ ગર્લફ્રેન્ડ અમીરા સાથે કરી સગાઈ, દુલ્હનની તસવીર Viral
By Dhruv Parmar
જાણો… Say To No One Piece Outfit કહેનાર અભિનેત્રીની ખાસ વાતો
જાણો… Say To No One Piece Outfit કહેનાર અભિનેત્રીની ખાસ વાતો
By Aviraj Bagda
Gujarat First YouTube CHannel
Gujarat First YouTube CHannel

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Download Our Apps

Follow Us

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00
અનોખા અંદાજમાં પોતાની ‘મા’ને આપો Mother’s Day ની શુભેચ્છાઓ શું તમે જાણો બ્રહ્માંડમાં કેટલી આકાશગંગાઓ આવેલી છે? ચાલો જાણીએ ચંદ્રની સપાટી પર રહેલા વણઉકેલાયેલા રહસ્યો વિશે ફુદીનાની ચા પીવાના છે આ અગણિત ફાયદા તણાવ મુક્ત રહેવા માટે કરો આ યોગાસન, મન રહેશે શાંત શાઇનિંગ ડ્રેસમાં માનુષી છિલ્લરે ફ્લોન્ટ કર્યું ફિગર Big Boss 16 ફેમ Abdu Rozik એ ગર્લફ્રેન્ડ અમીરા સાથે કરી સગાઈ, દુલ્હનની તસવીર Viral જાણો… Say To No One Piece Outfit કહેનાર અભિનેત્રીની ખાસ વાતો