Download Apps
Home » રોહિત શર્માના નામે નોંધાયો આ શરમજનક રેકોર્ડ, યાદીમાં દિનેશ કાર્તિક અને પિયુષ ચાવલાનું પણ નામ શામેલ

રોહિત શર્માના નામે નોંધાયો આ શરમજનક રેકોર્ડ, યાદીમાં દિનેશ કાર્તિક અને પિયુષ ચાવલાનું પણ નામ શામેલ

ROHIT SHARMA : IPL 2024 ની  14 મી મેચમાં આજે મુંબઈ ઈન્ડિયન્સ ( MI )અને રાજસ્થાન રોયલ્સની ( RR ) ટીમો વચ્ચે રમાઈ હતી. નોંધનીય છે કે આ મેચમાં મુંબઈ ઈંડિયંસની ( MI ) ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. મુંબઈ ઇડીયન્સની ( MI ) આ IPL માં સળંગ ત્રીજી હાર છે. મુંબઈ હજી પણ આ ટુર્નામેન્ટમાં પ્રથમ જીત નોંધાવી શક્યું નથી. મુંબઈને પોતાના આંગણે એટલે કે વાનખેડે સ્ટેડિયમમાં પણ જીત નસીબ થઈ શકી છે નહીં. રાજસ્થાન રોયલ્સે આ મેચને 6 વિકેટે જીતી લીધી છે. પરંતુ આ મેચમાં એક શરમજનક રેકોર્ડ બન્યો છે, જે ટીમના પૂર્વ સુકાની અને ઓપનર બેટ્સમેન રોહિત શર્માના નામે નોંધાયો છે.

IPL 2024  માં MI ની લગાતાર ત્રીજી હાર

રાજસ્થાન સામેની મેચમાં મુંબઈ ઈન્ડિયન્સની ( MI ) ટીમે પ્રથમ બેટિંગ કરવાની ફરજ પડી હતી. મુંબઈની પ્રથમ બેટિંગ કરતાં મોટો સ્કોર કરવામાં અસફળ નીવડી હતી. મુંબઈની આખી ટીમ ફક્ત 125 રન બનાવી શકી હતી. જેને સરળતાથી રાજસ્થાનના બેટ્સમેનોએ 15.3 ચેસ કર્યો હતો. મુંબઈમાં રોહિત શર્મા પ્રથમ બોલ પર જ આઉટ થયો હતો. રોહિતને રાજસ્થાનના ફાસ્ટ બોલર ટ્રેન્ટ બોલ્ટે ખાતું ખોલાવ્યા વગર જ પેવેલિયન પરત મોકલી દીધો હતો.

રોહિતના નામે સૌથી વધુ ગોલ્ડન ડક

ROHIT SHARMA ( MI )

ROHIT SHARMA ( MI )

IPL 2024 માં પ્રથમ બે મેચમાં હારનો સામનો કર્યા બાદ પોતાના આંગણે વાનખેડેમાં મુંબઈ ઈન્ડિયન્સની ( MI ) ટીમને રોહિત શર્મા પાસેથી ઘણી અપેક્ષાઓ હતી. પરંતુ રોહિત મેચમાં સારો દેખાવ કરી શક્યો ન હતો અને ટીમની અપેક્ષાઓ પર ખરો ઉતરી શક્યો નહોતો. IPL માં જોવામાં આવ્યું છે કે, ટ્રેન્ટ બોલ્ટ પહેલી જ ઓવરમાં સામે વાળા ટીમની વિકેટ લે છે, એવું જ આ મેચમાં પણ જોવા મળ્યું હતું.

આ મેચમાં ગોલ્ડન ડક ઉપર આઉટ થયા બાદ રોહિતના નામે આ શરમજનક રેકોર્ડ નોંધાયો છે. હવે IPL માં સૌથી વધુ ગોલ્ડન ડક્સ માટે આઉટ થવાનો આ રેકોર્ડ રોહિત શર્માના નામે નોંધાઈ ગયો છે. રોહિત શર્મા આઈપીએલમાં અત્યાર સુધી 17 વખત ગોલ્ડન ડક પર આઉટ થયો છે. રોહિત પહેલા RCB નો દિનેશ કાર્તિક પણ IPL માં 17 વખત ગોલ્ડન ડક પર આઉટ થયો છે.

IPL માં સૌથી વધુ ગોલ્ડન ડક્સ પર આઉટ થયેલા ખેલાડીઓ

  • રોહિત શર્મા- 17 વખત
  • દિનેશ કાર્તિક- 17 વખત
  • પિયુષ ચાવલા- 15 વખત
  • મનદીપ સિંહ- 15 વખત
  • ગ્લેન મેક્સવેલ- 15 વખત
  • સુનીલ નારાયણ- 15 વખત

આ પણ વાંચો : MI vs RR : મુંબઈની વધુ એક હાર, રાજસ્થાન રોયલ્સે 6 વિકેટે જીતી મેચ

IPL માં ટોસ વિના કેટલી મેચ રદ થઈ, જુઓ આ યાદી
IPL માં ટોસ વિના કેટલી મેચ રદ થઈ, જુઓ આ યાદી
By Hardik Shah
IPL ની એક સીઝનમાં સૌથી વધુ વખત 500 + રન કરનારા ખેલાડીઓની યાદી
IPL ની એક સીઝનમાં સૌથી વધુ વખત 500 + રન કરનારા ખેલાડીઓની યાદી
By Hardik Shah
સિગારેટ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છો? તો અપનાવો આ ખાસ ઉપાય
સિગારેટ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છો? તો અપનાવો આ ખાસ ઉપાય
By Harsh Bhatt
ઓક્સિજન સાથે પાણી આપતું Indian Laurel Tree
ઓક્સિજન સાથે પાણી આપતું Indian Laurel Tree
By VIMAL PRAJAPATI
આવી ભીષણ ગરમીમાં અખરોટ ખાવા જોઈએ કે નહીં?
આવી ભીષણ ગરમીમાં અખરોટ ખાવા જોઈએ કે નહીં?
By VIMAL PRAJAPATI
22 વર્ષના રિયાન પરાગે IPL 2024 માં નોંધાવ્યો આ મોટો રેકોર્ડ
22 વર્ષના રિયાન પરાગે IPL 2024 માં નોંધાવ્યો આ મોટો રેકોર્ડ
By Harsh Bhatt
જો તમે ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોવ તો આ આદતોને કહો અલવિદા
જો તમે ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોવ તો આ આદતોને કહો અલવિદા
By Harsh Bhatt
પર્સમાં રાખો આ 1 વસ્તુ..તો થશે અઢળક ફાયદો
પર્સમાં રાખો આ 1 વસ્તુ..તો થશે અઢળક ફાયદો
By Hiren Dave
Gujarat First YouTube CHannel
Gujarat First YouTube CHannel

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Download Our Apps

Follow Us

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00
IPL માં ટોસ વિના કેટલી મેચ રદ થઈ, જુઓ આ યાદી IPL ની એક સીઝનમાં સૌથી વધુ વખત 500 + રન કરનારા ખેલાડીઓની યાદી સિગારેટ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છો? તો અપનાવો આ ખાસ ઉપાય ઓક્સિજન સાથે પાણી આપતું Indian Laurel Tree આવી ભીષણ ગરમીમાં અખરોટ ખાવા જોઈએ કે નહીં? 22 વર્ષના રિયાન પરાગે IPL 2024 માં નોંધાવ્યો આ મોટો રેકોર્ડ જો તમે ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોવ તો આ આદતોને કહો અલવિદા પર્સમાં રાખો આ 1 વસ્તુ..તો થશે અઢળક ફાયદો