Download Apps
Home » VADODARA : પાદરા અને કરજણના ગામો પાસે યુવા અને પ્રથમ મતદારોનો ખજાનો

VADODARA : પાદરા અને કરજણના ગામો પાસે યુવા અને પ્રથમ મતદારોનો ખજાનો

VADODARA : લોકસભાની સામાન્ય ચૂંટણી (LOK SABHA GENERAL ELECTION 2024) ને અનુલક્ષીને પ્રશાસન દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ ચૂંટણી મુક્ત અને ન્યાયી રીતે યોજાઇ એ માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તૈયારીઓ સાથે મતદારોને તેમને મળેલા મતદાનના બંધારણીય અધિકારના ઉપયોગ કરવા માટે જાગૃત કરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને યુવા મતદારો ઉપર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. ત્યારે તમને જાણીને આશ્ચર્ય થશે કે વડોદરા જિલ્લામાં સૌથી વધુ યુવા મતદારો ધરાવતું ગામ પાદરા તાલુકાનું સાંધા છે. ત્યાંની કુલ વસતીના ૫૩ ટકા મતદારો યુવાન છે. આ ગામમાંથી ૧૨૪ યુવા મતદારો પ્રથમ વખત મતદાન કરવાના છે.

૪૧૯૩ મતદારો ૩૯ વર્ષ કે તેનાથી ઓછી વયના

સાંધા ગામમાં કુલ ૨૨૧૪ મતદારો છે. તેમાંથી ૧૧૮૮ મતદારો યુવાવસ્થા ધરાવે છે. વય જૂથ પ્રમાણે જોઇએ તો ૧૮થી ૧૯ના ૧૨૪, ૨૦થી ૨૯ના ૬૦૭ અને ૩૦થી ૩૯ વયના ૪૫૭ મતદારો છે. આવું જ બીજુ ગામ કરજણ તાલુકાનું વલણ ગામ છે. જિલ્લામાં અહીં આ વખતે સૌથી વધુ ૨૫૭ યુવાનો પ્રથમ વખત મતદાન કરવાના છે. વલણના કુલ ૮૫૦૩ મતદારો પૈકી ૪૯.૩૧ ટકા એટલે કે ૪૧૯૩ મતદારો ૩૯ વર્ષ કે તેનાથી ઓછી વયના છે.

સૌથી વધુ ૬૧૫૬ મતદારો પહેલી વાર મતદાન કરશે

વડોદરા જિલ્લામાં કુલ ૨૬,૩૮,૭૪૬ મતદારો પૈકી ૫૧૬૪૫ મતદારો ૧૮થી ૧૯ વયના છે અને તેઓ આ લોકસભાની ચૂંટણીમાં પ્રથમ વખત મતદાન કરશે. એ પ્રમાણ જોઇએ તો કુલ મતદારોની સાપેક્ષે બે ટકા મતદારો પ્રથમ વખત મતદાન કરશે. પાદરા મતવિસ્તારમાં સૌથી વધુ ૬૧૫૬ મતદારો પહેલી વાર મતદાન કરશે. વડોદરા જિલ્લામાં કુલ ૪૧.૮૧ ટકા એટલે કે, ૧૧,૦૩,૪૪૧ મતદારો યુવાન છે. જેની ઉમર ૩૯ વર્ષથી નીચે છે.

લઘુત્તમ ૮ જેટલા તો પ્રથમ વખતના મતદારો

રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી શ્રીમતી પી. ભારતીએ થોડા સમય પૂર્વે વડોદરામાં એક બેઠક યોજી મતદાર નોંધણીને વેગવાન બનાવવા માટે સૂચના આપી હતી. ત્યાર બાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બૂથ લેવલ ઓફિસર (બીએલઓ) સુધી સતત નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. તેના પગલે વડોદરાની ૧૦ વિધાનસભા બેઠકોમાં મતદારોનો એક પણ ભાગ એવો નથી કે જેમાં ૧૮થી ૧૯ વર્ષનો મતદાર ના હોય ! તમામ પાર્ટમાં લઘુત્તમ ૮ જેટલા તો પ્રથમ વખતના મતદારો છે.

સાવલીમાં આવા ૫૯૭૫ મતદારો

૧૮થી ૧૯ વયના મતદારોની સમીક્ષા કરીએ તો સાવલીમાં આવા ૫૯૭૫ મતદારો છે. જેમાં વરસડામાં ૧૯૫, જાંબુગોરલમાં ૯૦, ડેસરમાં ૧૪૪, શિહોરામાં ૧૨૧, સાવલી નગરમાં ૩૪૪, વાંકાનેરમાં ૧૭૨ ઉક્ત વય જૂથના મતદારોને નોંધવામાં આવ્યા છે.

આઠ ભાગમાં ૧૫૧ પહેલી વખતના નવા મતદારો નોંધાયા

વાઘોડિયા બેઠકમાં સોખડાના ૧૧ બૂથ ઉપર ૨૩૫, નંદેસરીના ૯ ભાગના ૧૫૦ સહિત શેરખી, વાઘોડિયા ગામમાં પ્રથમ વખતના મતદારોની સંખ્યા નોંધપાત્ર છે. આ બેઠક ઉપર ૫૩૫૮ મતદારો ૧૮થી ૧૯ વર્ષના છે. ડભોઇ નગરમાં જ ૧૧૪૧ યુવાનો પ્રથમ વખત મતદાન કરશે. આ ઉપરાંત આ બેઠકમાં કાયવરોહણ ગામના આઠ ભાગમાં ૧૫૧ પહેલી વખતના નવા મતદારો નોંધાયા છે. અહીં આવા મતદારોની સંખ્યા ૫૮૨૪ છે.

કસ્બામાં ૩૮૩ મતદારો

વડોદરા શહેરની બેઠક ઉપર ૪૭૧૦ મતદારો ૧૮થી ૧૯ વય જૂથના છે. જેમાં સંગમ સવાદ વિસ્તારમાં ૮૮૫, ફતેહપૂરામાં ૭૨૧, સયાજીપૂરામાં ૫૨૧નો આંક નોંધપાત્ર છે. સયાજીગંજ બેઠકમાં આવા મતદારોની સંખ્યા ૪૬૩૯ છે અને સૌથી વધુ ગોરવા વિસ્તારના ૧૦૨ ભાગમાં ૧૭૮૬ મતદારો પ્રથમ વખત મતદાન કરશે. સમામાં ૫૭૯, ગોત્રીમાં ૭૩૧, કસ્બામાં ૩૮૩ મતદારો આ શ્રેણીના છે.

માંજલપૂર બેઠકમાં ૪૭૯૦ મતદારો પ્રથમ વખત મતદાન કરશે

અકોટા બેઠકમાં નવા યુવાન ૪૬૬૧ પૈકી અટલાદરા વિસ્તારમાં કુલ ૭૮૯ જેટલા નવા મતદારોની સંખ્યા નોંધપાત્ર છે. એ બાદ રાવપૂરામાં ૩૯૮૮ મતદારો ૧૮થી ૧૯ વય જૂથના છે. જેમાં છાણી વિસ્તારના ૪૭૪, સમાના ૩૭૨, નાગરવાડાના ૫૯૪ મુખ્ય છે. માંજલપૂર બેઠકમાં ૪૭૯૦ મતદારો પ્રથમ વખત મતદાન કરશે. જેમાં તરસાલીના ૧૩૧૩, મકરપૂરાના ૯૪૩ મતદારોનો સમાવેશ થાય છે. આ તમામ બેઠકોની અહીં માત્ર ૧૮થી ૧૯ વર્ષ વય જૂથના મતદારોની સમીક્ષા કરવામાં આવી છે.

આ પણ વાંચો —VADODARA : વધુ એક વખત નલિકામાંથી પીવાલાયક પાણી વેડફાયું

IPL ની એક સીઝનમાં સૌથી વધુ વખત 500 + રન કરનારા ખેલાડીઓની યાદી
IPL ની એક સીઝનમાં સૌથી વધુ વખત 500 + રન કરનારા ખેલાડીઓની યાદી
By Hardik Shah
સિગારેટ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છો? તો અપનાવો આ ખાસ ઉપાય
સિગારેટ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છો? તો અપનાવો આ ખાસ ઉપાય
By Harsh Bhatt
ઓક્સિજન સાથે પાણી આપતું Indian Laurel Tree
ઓક્સિજન સાથે પાણી આપતું Indian Laurel Tree
By VIMAL PRAJAPATI
આવી ભીષણ ગરમીમાં અખરોટ ખાવા જોઈએ કે નહીં?
આવી ભીષણ ગરમીમાં અખરોટ ખાવા જોઈએ કે નહીં?
By VIMAL PRAJAPATI
22 વર્ષના રિયાન પરાગે IPL 2024 માં નોંધાવ્યો આ મોટો રેકોર્ડ
22 વર્ષના રિયાન પરાગે IPL 2024 માં નોંધાવ્યો આ મોટો રેકોર્ડ
By Harsh Bhatt
જો તમે ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોવ તો આ આદતોને કહો અલવિદા
જો તમે ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોવ તો આ આદતોને કહો અલવિદા
By Harsh Bhatt
પર્સમાં રાખો આ 1 વસ્તુ..તો થશે અઢળક ફાયદો
પર્સમાં રાખો આ 1 વસ્તુ..તો થશે અઢળક ફાયદો
By Hiren Dave
જો તમે પણ વધારે ડુંગળી ખાવાના રસિયા હોવ તો ચેતી જજો, નહીં તો…
જો તમે પણ વધારે ડુંગળી ખાવાના રસિયા હોવ તો ચેતી જજો, નહીં તો…
By Harsh Bhatt
Gujarat First YouTube CHannel
Gujarat First YouTube CHannel

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Download Our Apps

Follow Us

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00
IPL ની એક સીઝનમાં સૌથી વધુ વખત 500 + રન કરનારા ખેલાડીઓની યાદી સિગારેટ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છો? તો અપનાવો આ ખાસ ઉપાય ઓક્સિજન સાથે પાણી આપતું Indian Laurel Tree આવી ભીષણ ગરમીમાં અખરોટ ખાવા જોઈએ કે નહીં? 22 વર્ષના રિયાન પરાગે IPL 2024 માં નોંધાવ્યો આ મોટો રેકોર્ડ જો તમે ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોવ તો આ આદતોને કહો અલવિદા પર્સમાં રાખો આ 1 વસ્તુ..તો થશે અઢળક ફાયદો જો તમે પણ વધારે ડુંગળી ખાવાના રસિયા હોવ તો ચેતી જજો, નહીં તો…