Rajkot Loksabha : છેલ્લા ઘણા સમયથી રાજકોટ બેઠક પરથી પરેશ ધાનાણીનાં (Paresh Dhanani) નામની ચાલી રહેલી અટકળોનો આજે અંત આવ્યો છે.ત્યારે રાજકોટ બેઠક (Rajkot Loksabha) થી ચૂંટણી લડવા માટે કોંગ્રેસ (Congress) નેતા પરેશ ધાનાણીએ તૈયારીઓ દર્શાવતા રાજકોટ બેઠક પર ચૂંટણી જંગ જામ્યો છે.ચૂંટણી લડવા મનાવવા ગયેલા કોંગ્રેસ નેતાઓની માંગ ધાનાણીએ સ્વીકારી હતી.રાજકોટમાં ભાજપનાં પરશોત્તમ રૂપાલા (Parshottam Rupala) સામે પરેશ ધાનાણી ચૂંટણી લડશે.રાજકોટમાં કડવા પાટીદાર સામે લેઉવા પાટીદારનો જંગ જામશે.