Download Apps
Home » હવે લોકો આયુર્વેદ તરફ વળી રહ્યા ત્યારે, રાજ્ય સરકાર દ્વારા આયુર્વેદને વધું પ્રોત્સાહન મળે તેવી સમયની માંગ

હવે લોકો આયુર્વેદ તરફ વળી રહ્યા ત્યારે, રાજ્ય સરકાર દ્વારા આયુર્વેદને વધું પ્રોત્સાહન મળે તેવી સમયની માંગ

કેન્દ્ર સરકાર દ્વારા આયુર્વેદને પ્રાધાન્ય આપવા માટે આયુષ મંત્રાલયની સ્થાપના કરવામાં આવી છે… આયુષ મંત્રાલય દ્વારા આયુર્વેદનો પ્રચાર પ્રસાર કરવા માટે પ્રયત્ન કરવામાં આવે છે… પરંતુ ગુજરાત સરકાર દ્વારા પણ  આયુર્વેદને પ્રોત્સાહન આપવા માટે  હજુ વધુ પ્રયાસો થાય તેની જરૂર છે. 
રાજ્યમાં 33 જેટલી સરકારી આયુર્વેદિક હોસ્પિટલો કાર્યરત 
ગુજરાત રાજ્યમાં આયુર્વેદિક ચિકિસ્તાની સ્થિતિ હજુ વધુ સારી કરવાની જરૂરી છે.  ગુજરાત રાજ્યમાં રાજ્ય સરકાર દ્વારા આયુર્વેદિક દવાખાનાઓ શરૂ તો કરવામાં આવે છે પરંતુ તેના માટે જે જરૂરી ગ્રાન્ટ હોય છે તે જરૂરીયાતની સરખામણીએ ઓછી આપવામાં આવતી હોવાને કારણે ઘણી મુશ્કેલીઓ સામે આવે છે. હાલ રાજ્યમાં સરકાર દ્વારા 7 ગ્રાન્ટ ઇન એઈડ આયુર્વેદિક હોસ્પિટલ ચલાવવામાં આવે છે. 33 જેટલી સરકારી આયુર્વેદિક હોસ્પિટલો કાર્યરત છે… ગુજરાત રાજ્યમાં 545 જેટલી આયુર્વેદિક ડિસ્પેન્સરી છે. 16 મોબાઈલ આયુર્વેદિક ડિસ્પેન્સરી પણ ચલાવવામાં આવે છે. ગુજરાત સરકાર દ્વારા હેલ્થ માટે દર વર્ષે સારુ એવું બજેટ ફાળવવામાં આવે છે… પરંતુ એલોપેથી માટે જેટલા બજેટની ફાળવણી કરવામાં આવે છે તેની સામે માત્ર 3 ટકા જેટલું બજેટ જ આયુર્વેદિક માટે ફાળવવામાં આવે છે. 
આયુર્વેદ માટે બજેટ એલોપેથીની સરખામણીએ ખુબજ ઓછુ 
રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે આરોગ્ય માટે એક ખાસ બજેટ તૈયાર કરવામાં આવે છે. વર્ષ 2022-23 માટે રજૂ કરાયેલા અંદાજપત્રમાં સરકાર દ્વારા 12હજાર 250 કરોડનું બજેટ આરોગ્ય માટે ફાળવવામાં આવે છે… પરંતુ સરકાર દ્વારા આયુર્વેદિક માટે માત્ર 350 કરોડનું બજેટ ફાળવવામાં આવે છે. એક તરફ લોકો જ્યારે કોરોના બાદ આયુર્વેદિક તરફ વળી રહ્યા છે. ત્યારે સરકાર આયુર્વેદના પ્રચાર પ્રસાર માટે અથવા તો આયુર્વેદના વધારા માટે વધુ ગ્રાન્ટ ફાળવે તો લોકોને વધુ ફાયદો મળે . આમ જોવા જઈએ તો  સરકારનું આયુર્વેદ પ્રત્યે ઓરમાયુ વર્તન દેખાઈ રહ્યું છે…. કારણ કે સરકાર દ્વારા આયુર્વેદને જે પ્રોત્સાહન મળવું જોઈએ તે પ્રોત્સાહન મળી નથી રહ્યું….
મણીબેન આયુર્વેદીક હોસ્પિટલમાં દુર-દુરથી દર્દીઓ આવે છે 
હવે વાત કરીએ અમદાવાદની જાણીતી આયુર્વેદીક હોસ્પિટલની. અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલી છે  મણીબેન સરકારી આયુર્વેદિક હોસ્પિટલ. આ હોસ્પિટલમાં અનેક દર્દીઓ સારવાર માટે અહીં આવે છે. અને સારી એવી સુવિધા આ હોસ્પિટલમાં આપવામાં આવે છે. અહીં આવતા લોકોને અલગ-અલગ ટ્રીટમેન્ટ આપવામાં આવે છે… સૌથી પહેલા આપણે મણીબેન હોસ્પિટલની વાત કરીએ તો અહીં રોજીંદી 300થી વધુ દર્દીઓ પોતાના નિદાન માટે આવે છે. આમ જોવા જઈએ તો અહીં આવતા દર્દીઓમાં સૌથી વધુ દર્દીઓ અમદાવાદ સાથે ગુજરાતના વિવિધ જિલ્લા અને શહેરોમાંથી આવે છે…. સરકાર દ્વારા આયુર્વેદની સુવિધા તમામ જિલ્લા લેવલે છે પરંતુ લોકોને ખબર ન હોવાને કારણે તેઓ અહીં સુધી સારવાર લેવા માટે આવે છે…
અમદાવાદ શહેરમાં 13 સરકારી આયુર્વેદીક દવાખાના 
અમદાવાદ જિલ્લાની વાત કરીએ તો અમદાવાદ જિલ્લામાં 24 જેટલા આયુર્વેદિક દવાખાનાઓ આવેલા છે..અમદાવાદ શહેરની વાત કરીએ તો શહેરમાં 13 જેટલા આયુર્વેદિક દવાખાનાઓ આવેલા છે… આ 13 દવાખાનામાંથી 11 જેટલા દવાખાનાઓ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા છે.. શહેરના પશ્ચિમ વિસ્તારમાં માત્ર બે જ દવાખાનાઓ આવેલા… શહેરના પશ્ચિમ વિસ્તારથી અનેક લોકો દવા લેવા માટે અથવા તો સારવાર લેવા માટે  પૂર્વના દવાખાનાઓ પર જ નિર્ભર છે… શહેરના દવાખાનાઓની ઓપીડી પર એક નજર કરીએ….
દવાખાનાનું નામ          ઓક્ટોબર 22    નવેમ્બર 22    ડિસેમ્બર 22
એલિસ બ્રીજ                 970                  1276           1142
બારડોલપુરા                  798                  952             845  
કાળીગામ                      632                 1000            929
અસારવા                       795                 834              815
કાલુપુર 1                     946                 864               984
કાલુપુર 2                      981                 932              883
ખાડીયા                         783                1013             1011 
જમાલપુર                       733                985               826
બાપુનગર                      1058               1537            1290
નવા નરોડા                     679                 799               633
ગોમતીપુર                      1044               995             839 
મણીનગર                       780                983              856
સોલા સિવિલ                  680                875              945
                                                          
 એલોપેથી અને આયુર્વેદિક વચ્ચે આસમાન જમીનનું અંતર છે… ત્યારે સરકાર જો આ અંતરને થોડું ઓછું કરી આયુર્વેદ તરફ પોતાનો ઝુકાવ રાખે તો ખરેખર લોકોને ઘણો ફાયદો થાય એમ છે, આયુર્વેદિક હોસ્પિટલમાં સારવાર અર્થે આવેલા લોકો સાથે અમારી ટીમે જ્યારે વાત કરી ત્યારે લોકો પણ તેમના શહેરમાં સુવિધા મળે તેવી ઇચ્છા જાહેર કરી રહ્યા હતી. એલોપેથીના મોહમાંથી છુટા થઈ લોકો પણ જ્યારે આયુર્વેદ તરફ વળી રહ્યા છે ત્યારે હવે સરકાર પણ લોકોની માંગને ધ્યાને રાખીને આયુર્વેદના બજેટમાં વધારો કરી સુવિધાઓ વધારે તે જરૂરી છે…
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
IPL માં ટોસ વિના કેટલી મેચ રદ થઈ, જુઓ આ યાદી
IPL માં ટોસ વિના કેટલી મેચ રદ થઈ, જુઓ આ યાદી
By Hardik Shah
IPL ની એક સીઝનમાં સૌથી વધુ વખત 500 + રન કરનારા ખેલાડીઓની યાદી
IPL ની એક સીઝનમાં સૌથી વધુ વખત 500 + રન કરનારા ખેલાડીઓની યાદી
By Hardik Shah
સિગારેટ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છો? તો અપનાવો આ ખાસ ઉપાય
સિગારેટ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છો? તો અપનાવો આ ખાસ ઉપાય
By Harsh Bhatt
ઓક્સિજન સાથે પાણી આપતું Indian Laurel Tree
ઓક્સિજન સાથે પાણી આપતું Indian Laurel Tree
By VIMAL PRAJAPATI
આવી ભીષણ ગરમીમાં અખરોટ ખાવા જોઈએ કે નહીં?
આવી ભીષણ ગરમીમાં અખરોટ ખાવા જોઈએ કે નહીં?
By VIMAL PRAJAPATI
22 વર્ષના રિયાન પરાગે IPL 2024 માં નોંધાવ્યો આ મોટો રેકોર્ડ
22 વર્ષના રિયાન પરાગે IPL 2024 માં નોંધાવ્યો આ મોટો રેકોર્ડ
By Harsh Bhatt
જો તમે ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોવ તો આ આદતોને કહો અલવિદા
જો તમે ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોવ તો આ આદતોને કહો અલવિદા
By Harsh Bhatt
પર્સમાં રાખો આ 1 વસ્તુ..તો થશે અઢળક ફાયદો
પર્સમાં રાખો આ 1 વસ્તુ..તો થશે અઢળક ફાયદો
By Hiren Dave
Gujarat First YouTube CHannel
Gujarat First YouTube CHannel

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Download Our Apps

Follow Us

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00
IPL માં ટોસ વિના કેટલી મેચ રદ થઈ, જુઓ આ યાદી IPL ની એક સીઝનમાં સૌથી વધુ વખત 500 + રન કરનારા ખેલાડીઓની યાદી સિગારેટ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છો? તો અપનાવો આ ખાસ ઉપાય ઓક્સિજન સાથે પાણી આપતું Indian Laurel Tree આવી ભીષણ ગરમીમાં અખરોટ ખાવા જોઈએ કે નહીં? 22 વર્ષના રિયાન પરાગે IPL 2024 માં નોંધાવ્યો આ મોટો રેકોર્ડ જો તમે ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોવ તો આ આદતોને કહો અલવિદા પર્સમાં રાખો આ 1 વસ્તુ..તો થશે અઢળક ફાયદો