Home » સાંસદ અને અભિનેત્રી કિરણ ખેરની કમાણી અનુપમ ખેર કરતાં વધુ,અનુપમ ખેરે વ્યક્ત કરી આ ઇચ્છા
સાંસદ અને અભિનેત્રી કિરણ ખેરની કમાણી અનુપમ ખેર કરતાં વધુ,અનુપમ ખેરે વ્યક્ત કરી આ ઇચ્છા
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject
99
14 જૂન, 1955ના રોજ ચંદીગઢ, પંજાબમાં જન્મેલા કિરણ ખેર તેની અદમ્ય અભિનય શૈલી માટે પણ જાણીતાં છે. આજે કિરણ તેનો 70મો જન્મદિવસ ઉજવી રહ્યાં છે, આવો જાણીએ તેમની નેટવર્થ અને અંગત જીવન વિશેની રસપ્રદ બાબતો. કિરણ ખેરે અનુપમ ખેર સાથે બીજા લગ્ન કર્યા હતા. સાથે જ આજના સમયમાં પણ આ અભિનેત્રી એક્ટર કરતા વધુ કમાણી કરે છે.
કિરણ ખેર ફિલ્મી દુનિયાથી લઈને રાજનીતિ સુધી
જાણીતી અભિનેત્રી કિરણ ખેરે ફિલ્મી દુનિયાથી લઈને રાજનીતિ સુધી પોતાની અલગ ઓળખ બનાવી છે. અભિનેત્રી કિરણ ખેરે પહેલા બિઝનેસમેન ગૌતમ બેરી સાથે લગ્ન કર્યા હતા. બંનેએ પ્રેમ લગ્ન કર્યા હતા અને આ લગ્નથી અભિનેત્રી સિકંદર ખેર ગૌતમ બેરી અને કિરણ ખેરના પુત્ર છે. ગૌતમ બેરી અને કિરણ ખેરનું લગ્નજીવન સારું ચાલી રહ્યું હતું પરંતુ થોડા વર્ષો પછી બંને વચ્ચે તણાવ શરૂ થયો. આ દરમિયાન કિરણ અનુપમ ખેર એકબીજાંને મળ્યાં. વાસ્તવમાં બંને એક જ જગ્યાએ થિયેટર કરતા હતાં.
આ રીતે અનુપમ ખેરના લગ્ન થયા
કિરણ અને અનુપમ સારા મિત્રો બની ગયા. જો કે અનુપમ ખેર પણ તેમના પહેલાં લગ્નથી ખુશ ન હતા. અનુપમ અને કિરણ કોલકાતામાં મળ્યા હતા, તે સમયે બંનેનું લગ્ન જીવન ડામાડોળ હતું. બંનેને લાગ્યું કે તેમની વચ્ચે સારી બોન્ડીંગ છે. બસ પછી બંનેએ લગ્ન કરી લીધા અને આજ સુધી બંને એકબીજાને સાથે સારું લગ્ન જીવન જીવી રહ્યાં છે.
કિરણ ખેર કરોડોની સંપત્તિ ઘરાવે છે
કિરણ ખેરે 2019ની લોકસભા ચૂંટણીમાં સબમિટ કરેલા દસ્તાવેજોમાં આ વાતનો ખુલાસો કર્યો હતો. તેમની પાસે કુલ 30.88 કરોડ રૂપિયાની સંપત્તિ છે. જે અનુપમ ખેર કરતા બરાબર ડબલ છે. એટલું જ નહીં કિરણ ખેરને મોંઘાં વાહનોનો પણ શોખ છે. તેમની પાસે 61.08 લાખ રૂપિયાની મર્સિડીઝ બેન્ઝ કાર છે. કિરણ ખેર પાસે ચંદીગઢ અને મુંબઈમાં પણ આલીશાન મકાનો છે, જેની કિંમત કરોડોમાં છે. આ સિવાય અભિનેત્રી પાસે તેની પ્રોપર્ટીમાં 4.64 કરોડ રૂપિયાના સોનાના દાગીના પણ છે.
પતિ અનુપમ ખેરે શુભેચ્છા સાથે આ વિશ કરી
લોકસભા સભ્ય અને પીઢ અભિનેત્રી કિરણ ખેર આજે પોતાનો 70મો જન્મદિવસ ઉજવી રહી છે. અનુપમ ખેરે સવારે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં તેમની પત્ની કિરોન ખેરને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. જો કે, આ પોસ્ટમાં તેમણે પોતાની સમસ્યા વિશે પણ જણાવ્યું છે, જેનો ઉકેલ તે જલ્દીથી જલ્દી ઈચ્છે છે. સાથે જ અનુપમ ખેરે કિરણ ખેર સાથેની પોતાની ઘણી એક જૂની તસવીર શેર કરી છે. આ સિવાય તેમણે આ પોસ્ટમાં કિરણના પુત્ર સિકંદર ખેર સાથેનો ફોટો પણ મૂક્યો છે. આ તસવીરો શેર કરતાં અનુપમ ખેરે ઈન્સ્ટાગ્રામ પર લખ્યું, ‘હેપ્પી બર્થડે માય ડિયરસ્ટ કિરન. ભગવાન તમને દુનિયાની બધી ખુશીઓ આપે. તમે લાંબુ, સ્વસ્થ અને સુખી જીવન જીવો. તમારું જીવન હાસ્યથી ભરેલું રહે. તમે ભગવાન દ્વારા બનાવવામાં આવેલ સૌથી વિશેષ વ્યક્તિ છો.
પોસ્ટના અંતે મેં મારા દિલની વાત કહી!
અનુપમ ખેરે આગળ લખ્યું, ‘તમે ઘણા વર્ષો સુધી ચંદીગઢના લોકોની સેવા કરતા રહો.’ આ પછી અનુપમ ખેરે પોતાના ગંભીર શબ્દોને થોડો ફની ફીલ આપતા લખ્યું, ‘ભગવાન સિકંદરના લગ્ન જલ્દી કરે.’ આ પછી અનુપમ ખેરે ટેન્શનમાં દાંત પીસતી ઈમોજી પણ બનાવી છે. તેમણે લખ્યું કે આ મારી પ્રાર્થના છે.
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject