Download Apps
Home » નીતિ આયોગ દ્વારા પ્રકાશિત “75 વુમન એન્ટરપ્રિન્યોશીપ ઑફ ઈન્ડિયા” બુકમાં GTUના 6 મહિલા સ્ટાર્ટઅપકર્તાને મળ્યું સ્થાન

નીતિ આયોગ દ્વારા પ્રકાશિત “75 વુમન એન્ટરપ્રિન્યોશીપ ઑફ ઈન્ડિયા” બુકમાં GTUના 6 મહિલા સ્ટાર્ટઅપકર્તાને મળ્યું સ્થાન

આત્મનિર્ભર ભારત અભિયાનને સ્રાર્થક કરવા માટે કેન્દ્ર સરકાર અને અટલ ઈનોવેશન નીતિ આયોગ દ્વારા  સ્ટાર્ટ અપકર્તા , રીસચર્સ  અને ઈનોવેટર્સ માટે કાર્યરત રહે છે. તાજેતરમાં જ અટલ ઈનોવેશન મીશન અને નીતિ આયોગ દ્વારા દેશભરમાંથી ઉદ્યોગ સાહસિકતાના ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર  75 મહિલના સ્ટાર્ટઅપકર્તાઓને “75 વુમન એન્ટરપ્રિન્યોર્સીપ ઑફ ઈન્ડિયા” પુસ્તકમાં સ્થાન આપ્યું છે. ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (GTU) સંચાલિત અટલ ઈનોવેશન સેન્ટરના (AIC) 6 મહિલા સ્ટાર્ટઅપકર્તાને પણ નીતિ આયોગ દ્વારા પ્રકાશીત આ પુસ્તકમાં સ્થાન મળ્યું છે. ગુજરાતમાંથી કુલ 10 મહિલા સ્ટાર્ટઅપકર્તાઓને આ પુસ્તકમાં સ્થાન પ્રાપ્ત થયેલ છે.
ઉદ્યોગસાહસિકતાના ક્ષેત્રે મહિલાઓ પણ પુરૂષ સમોવડી
આ સંદર્ભે GTUના કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠે જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં ઉદ્યોગસાહસિકતાના ક્ષેત્રે મહિલાઓ પણ પુરૂષ સમોવડી જોવા મળે છે. મહિલાઓ નોકરીકર્તાની જગ્યાઓ નોકરીદાતા બનેલ છે. GTU આ પ્રકરના સ્ટાર્ટઅપકર્તાને તેના આઈડિયાથી લઈને ઈનોવેશન અને પેટન્ટ સુધીના તમામ સ્તરે મદદરૂપ  થાય છે. GTUના કુલસચિવ ડૉ. કે. એન. ખેરે તમામ મહિલા સ્ટાર્ટઅપકર્તા અને ટીમ એઆઈસીને આ બદલ અભિનંદન પાઠવ્યા હતાં.
6 સ્ટાર્ટઅપ, 30થી વધુ લોકોને રોજગારી
GTU સાથે સંકળાયેલા 6 સ્ટાર્ટઅપકર્તાએ 30થી વધુ લોકોને રોજગારી આપી છે. જ્યારે નાણાકિય વર્ષ 2021-22માં 6 કરોડ 69 લાખનું ટર્નઓવર કરીને સ્ટાર્ટઅપકર્તા તરીકે આર્થિક ઉપાર્જન સહિત નોકરીદાતા તરીકે પ્રસ્થાપીત થયેલ છે. હેલ્થકેર સેક્ટરના આ 6 પ્રોડક્ટ્સ વિવિધ સ્તરે કાર્યરત છે. જેમાં વાયજેન હેલ્થકેરના સ્ટાર્ટઅપકર્તા ડૉ. નૈના શ્રીવાસ્તવ દ્વારા હેલ્થકેર ડાયગ્નોસ્ટીક કિટનું ઉત્પાદન કરવામાં આવેલ છે. જે માઈક્રોડિસિસ અને થેલેસેમિયા જેવા રોગના નિદાન માટે ઉપયોગી નિવડે છે.
થર્મોસેન્સ સ્ટાર્ટઅપ
શ્રી હેમાલી સંઘાનીના થર્મોસેન્સ સ્ટાર્ટઅપ દ્વારા ફેબ્રિક્સમાં નેનો ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ઉત્તમ પ્રકારના માસ્ક , મોજા , કપડાં , વગેરેનું નિર્માણ કર્યું છે. કોઈ પણ પ્રકારના વાઈરસથી સંક્રમીત થતાં આ ફેબ્રિક્સ અટકાવે છે. રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરતી અને શરીરમાં તમામ પ્રકારના વાઈરસના ઈન્ફેક્શનને અટકાવતી હાથલીયા થોરના ફળમાંથી હેમ્પોઈન નામની દવાનું નિર્માણ કરનાર સ્પેરો હેલ્થકેર સ્ટાર્ટઅપના શ્રી હેતલ ચૌહાણને પણ આ પુસ્તકમાં સ્થાન મળ્યું છે.
સે-ડોક હેલ્થકેર
શ્રી કિંજલ વાઘેલાએ સે-ડોક હેલ્થકેર નામના પોર્ટલનું નિર્માણ કર્યું છે. આ પ્લેટફોર્મ પર 50,000થી વધુ હેલ્થકેર પ્રોફેશનલ્સ સંકળાયેલા છે. જે પેશન્ટ માટે ઓનલાઈન અપોઈમેન્ટથી લઈને તમામ પ્રકારની સ્વાસ્થ્ય સંબધીત સેવા પૂરી પાડે છે.
પ્રોવિવા સ્ટાર્ટઅપ
આર્ટીફિશ્યલ ઈન્ટીલિજન્સ અને મશીન લર્નિગ જેવી અદ્યતન ટેક્નોલોજીનો ઉપયોગ કરીને પ્રોવિવા સ્ટાર્ટઅપના શ્રી રોહિણી વસંત દ્વારા તમામ પ્રકારના ખાદ્યપદાર્થો અને કોસ્મેટીક્સ પ્રોડક્ટ્સ ખરેખર ઓર્ગેનિક છે કે નહી તેનું પરીક્ષણ કરી આપે છે.
એગ્રોબાયોટેક
પોલિમરાઈઝ ચેઈન રીએક્શન ટેક્નોલોજી દ્વારા ગાયના દૂધમાં રહેલા વિવિધ પ્રોટ્રીન, વિટામીન તેમજ ગુણવત્તાયુક્ત દૂધ મળે છે કે નહી તે સંદર્ભે મનોરમા એગ્રોબાયોટેકના સ્ટાર્ટઅપકર્તા શ્રી અનામિકા શર્માએ ટેસ્ટની મેથડ વિકસાવી છે. જેનાથી પશુપાલકોને પણ આર્થિક રીતે સવિશેષ લાભ પ્રાપ્ત થઈ શકે છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
સિગારેટ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છો? તો અપનાવો આ ખાસ ઉપાય
સિગારેટ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છો? તો અપનાવો આ ખાસ ઉપાય
By Harsh Bhatt
ઓક્સિજન સાથે પાણી આપતું Indian Laurel Tree
ઓક્સિજન સાથે પાણી આપતું Indian Laurel Tree
By VIMAL PRAJAPATI
આવી ભીષણ ગરમીમાં અખરોટ ખાવા જોઈએ કે નહીં?
આવી ભીષણ ગરમીમાં અખરોટ ખાવા જોઈએ કે નહીં?
By VIMAL PRAJAPATI
22 વર્ષના રિયાન પરાગે IPL 2024 માં નોંધાવ્યો આ મોટો રેકોર્ડ
22 વર્ષના રિયાન પરાગે IPL 2024 માં નોંધાવ્યો આ મોટો રેકોર્ડ
By Harsh Bhatt
જો તમે ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોવ તો આ આદતોને કહો અલવિદા
જો તમે ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોવ તો આ આદતોને કહો અલવિદા
By Harsh Bhatt
પર્સમાં રાખો આ 1 વસ્તુ..તો થશે અઢળક ફાયદો
પર્સમાં રાખો આ 1 વસ્તુ..તો થશે અઢળક ફાયદો
By Hiren Dave
જો તમે પણ વધારે ડુંગળી ખાવાના રસિયા હોવ તો ચેતી જજો, નહીં તો…
જો તમે પણ વધારે ડુંગળી ખાવાના રસિયા હોવ તો ચેતી જજો, નહીં તો…
By Harsh Bhatt
આજે રાતે સંભાળજો…!
આજે રાતે સંભાળજો…!
By Vipul Pandya
Gujarat First YouTube CHannel
Gujarat First YouTube CHannel

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Download Our Apps

Follow Us

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00
સિગારેટ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છો? તો અપનાવો આ ખાસ ઉપાય ઓક્સિજન સાથે પાણી આપતું Indian Laurel Tree આવી ભીષણ ગરમીમાં અખરોટ ખાવા જોઈએ કે નહીં? 22 વર્ષના રિયાન પરાગે IPL 2024 માં નોંધાવ્યો આ મોટો રેકોર્ડ જો તમે ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોવ તો આ આદતોને કહો અલવિદા પર્સમાં રાખો આ 1 વસ્તુ..તો થશે અઢળક ફાયદો જો તમે પણ વધારે ડુંગળી ખાવાના રસિયા હોવ તો ચેતી જજો, નહીં તો… આજે રાતે સંભાળજો…!