Download Apps
Home » ગુજરાત સાયન્સ સિટી ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાઈ

ગુજરાત સાયન્સ સિટી ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાઈ

ગુજરાત સાયન્સ સિટી ખાતે 5 જૂને  વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી. વિશ્વ પર્યાવરણ દિવસ દર વર્ષે 5 જૂનના રોજ ઉજવવામાં આવે છે. પર્યાવરણના રક્ષણ માટે જાગૃતિના પગલાંને પ્રોત્સાહિત કરવા માટેનો  આ મહત્વનો દિવસ છે. આ વર્ષના વિશ્વ પર્યાવરણ દિવસની થીમ ‘માત્ર એક પૃથ્વી’ (Only One અર્થ)  છે.
ગુજરાત સાયન્સ સિટી ખાતે બે તબક્કામાં પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી.  પ્રથમ તબક્કો પર્યાવરણ બચાવકર્તાઓ (પર્યાવરણ સંરક્ષણ મિલન) માટે હતો. પાટડી (સુરેન્દ્ર નગર)ના અંદાજે 70 વિદ્યાર્થીઓ અને ગ્રામજનો તથા દાંતાના આશરે 120 વિદ્યાર્થીઓ અને ગ્રામજનો આ ઉજવણીમાં ઉત્સાહભેર જોડાયા હતા. આ ગ્રામજનોને  સાયન્સ અને સાયન્સ સિટી શું છે તે વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ વિવિધ ગેલેરીઓની મુલાકાત કરાવવામાં આવી હતી.  આ મીટ તેમના વિશે વધુ જાણવા અને તેમને તકનીકી પ્રગતિ વિશે  જાણકારી આપવામાં ઉપયોગી રહી. 
બીજો તબક્કો IIT ગાંધીનગરના પ્રોફેસરો સાથે શાળા, કોલેજના વિદ્યાર્થીઓ અને કેન્દ્રીય વિદ્યાલયના શિક્ષકો વચ્ચે પર્યાવરણીય ક્રિયાપ્રતિક્રિયા (પર્યાવરણ ગોષ્ઠી)નો રહ્યો. ડો. વ્રજેશ પરીખે રિયુઝ , રિડ્યુસ અને રિસાઈકલ  વિશે માહિતી આપી. ગુજકોસ્ટ ના એડ્વાઇઝર ડો. નરોત્તમ સાહુ એ મહેમાનોનું અભિવાદન કરી કલાઇમેટ ચેન્જ વિશે જાણકારી આપી.  શિવાની જૈન (COO, IToWE; અમદાવાદ),  શ્વેતલ શાહ (ટેકનિકલ સલાહકાર, ક્લાઈમેટ ચેન્જ વિભાગ ગુજરાત સરકાર), ડૉ. અરવિંદ સિંઘ (જિયોસાયન્સ ડિવિઝન ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી ), ભરત પાઠક IFS (નિવૃત્ત) (પૂર્વ નિયામક GEER ફાઉન્ડેશન),  પ્રસંતા દશ (ચીફ UNICEF-ભારત, ગુજરાત રાજ્ય), ડૉ. પૂનમ ભાર્ગવ (મુખ્ય વૈજ્ઞાનિક અધિકારી-GUJCOST) એ પણ પરાયવરણ દિવસ અંતર્ગત મહત્વની જાણકારી આપી હતી. 
 આ ઉપરાંત ગુજરાત સાયન્સ સિટી ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે કોલેજના વિદ્યાર્થીઓ માટે વકતૃત્વ સ્પર્ધા  આયોજિત કરવામાં આવી હતી, વિદ્યાર્થીઓએ પર્યાવરણને લગતી સમસ્યાઓ અને તેના ઉપાયો વિશે ચર્ચા કરી. શાળાના વિદ્યાર્થીઓ માટે યોજવામાં આવેલ  ચિત્ર સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ પર્યાવરણ વિશેની સમજ   ચિત્રના માધ્યમથી રજૂ કરી હતી. આ ઉપરાંત પર્યાવરણ દિવસ અંતર્ગત સાયન્સ સિટી ખાતે વૃક્ષરોપણ પણ કરવામાં આવ્યું હતું.  બીજા તબક્કાનું આયોજન ગુજરાત સાયન્સ સિટી, GUJCOST, GEDA અને ગુજરાતના ક્લાઈમેટ ચેન્જ વિભાગ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવી હતી. 
પોસ્ટમાં મહિને 100 રૂપિયાનું કરો રોકાણ, 5 વર્ષે મળશે આટલું વ્યાજ
પોસ્ટમાં મહિને 100 રૂપિયાનું કરો રોકાણ, 5 વર્ષે મળશે આટલું વ્યાજ
By Hiren Dave
ઉનાળામાં આ શાક ખાવા કેમ જરુરી ?
ઉનાળામાં આ શાક ખાવા કેમ જરુરી ?
By Vipul Pandya
દરરોજ Avocado ખાવાથી હાડકાં થાય છે એકદમ મજબૂત
દરરોજ Avocado ખાવાથી હાડકાં થાય છે એકદમ મજબૂત
By VIMAL PRAJAPATI
લીચી ખાવાથી શરીર રહે છે તંદુરસ્ત, ચાલો જાણીએ તેના ફાયદા
લીચી ખાવાથી શરીર રહે છે તંદુરસ્ત, ચાલો જાણીએ તેના ફાયદા
By VIMAL PRAJAPATI
અનોખા અંદાજમાં પોતાની ‘મા’ને આપો Mother’s Day ની શુભેચ્છાઓ
અનોખા અંદાજમાં પોતાની ‘મા’ને આપો Mother’s Day ની શુભેચ્છાઓ
By VIMAL PRAJAPATI
શું તમે જાણો બ્રહ્માંડમાં કેટલી આકાશગંગાઓ આવેલી છે?
શું તમે જાણો બ્રહ્માંડમાં કેટલી આકાશગંગાઓ આવેલી છે?
By VIMAL PRAJAPATI
ચાલો જાણીએ ચંદ્રની સપાટી પર રહેલા વણઉકેલાયેલા રહસ્યો વિશે
ચાલો જાણીએ ચંદ્રની સપાટી પર રહેલા વણઉકેલાયેલા રહસ્યો વિશે
By VIMAL PRAJAPATI
ફુદીનાની ચા પીવાના છે આ અગણિત ફાયદા
ફુદીનાની ચા પીવાના છે આ અગણિત ફાયદા
By Harsh Bhatt
Gujarat First YouTube CHannel
Gujarat First YouTube CHannel

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Download Our Apps

Follow Us

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00
પોસ્ટમાં મહિને 100 રૂપિયાનું કરો રોકાણ, 5 વર્ષે મળશે આટલું વ્યાજ ઉનાળામાં આ શાક ખાવા કેમ જરુરી ? દરરોજ Avocado ખાવાથી હાડકાં થાય છે એકદમ મજબૂત લીચી ખાવાથી શરીર રહે છે તંદુરસ્ત, ચાલો જાણીએ તેના ફાયદા અનોખા અંદાજમાં પોતાની ‘મા’ને આપો Mother’s Day ની શુભેચ્છાઓ શું તમે જાણો બ્રહ્માંડમાં કેટલી આકાશગંગાઓ આવેલી છે? ચાલો જાણીએ ચંદ્રની સપાટી પર રહેલા વણઉકેલાયેલા રહસ્યો વિશે ફુદીનાની ચા પીવાના છે આ અગણિત ફાયદા