Home » જુહાપુરાનાં વેપારી પાસે ખંડણી માંગી ધમકી આપનાર ગેંગસ્ટર અઝહર કીટલી સામે ફરિયાદ નોંધાઈ
જુહાપુરાનાં વેપારી પાસે ખંડણી માંગી ધમકી આપનાર ગેંગસ્ટર અઝહર કીટલી સામે ફરિયાદ નોંધાઈ
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject
141
અમદાવાદની સાબરમતી જેલમાં બેસીને કુખ્યાત ગુનેગાર ખંડણીનું નેટવર્ક ચલાવતો હોવાનું સામે આવ્યું છે. ભલે જેલ તંત્ર એવા દાવા કરતુ હોય કે કેદીઓ જેલમાં પ્રતિબંધિત વસ્તુઓ ન લઈ જઈ શકે. પણ આ વાતથી વિપરીત છે જેલની પરિસ્થિતિ. 20 થી વધુ ગંભીર ગુના આચરી ચૂકેલા અઝહર કીટલીએ જેલમાં બેઠા બેઠા જ પાંચ લાખ માંગવા ધમકી ભર્યા ફોન કરી વેપારીના ઘરે માણસો મોકલ્યા અને તોડફોડ કરી છે.
જુહાપુરામાં રહીને અનેક ગુનાઓ આચરી ચુકેલો અઝહર કીટલી હાલ ભલે સાબરમતી જેલમાં હોય. પણ તેણે જેલમાં બેસીને જ એક વેપારીને ફોન કર્યો. ખંડણી માગવા અઝહર એ અનેક ફોન કર્યા.અલગ અલગ તારીખોએ અનેક ફોન કરી ધમકીઓ આપતો અને પૈસા માંગતો હતો. વેપારીએ જવાબ ન આપતા અઝહર આવેશમાં આવી ગયો. બાદમાં તેણે તેના માણસો મોકલી તોડફોડ કરાવી. અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી. અઝહર સામે અગાઉ પણ અનેક ગુના નોંધાઈ ચુક્યા છે. છતાંય જેલમાં બેસીને તે ખંડણીનું રેકેટ ચલાવતો હોવાનું સામે આવતા પોલીસે ગુનો નોંધ્યો.
અઝહર કીટલી અગાઉ અનેક ગુનામાં ઝડપાઇ પણ ચુક્યો છે. છતાંય જેલમાં બેસીને તે જેલના અધિકારીઓના આશીર્વાદથી ફોન કરી લોકોને ધમકાવી રહ્યો છે. હાલ વેજલપુર પોલીસે અઝહર કબૂતર, અઝહર કિટલી, બબલુ સહિતના છ લોકો સામે ફરિયાદ નોંધાવી છે. તાજેતરમાં અઝહર કીટલી પાસેથી ફોન મળી આવ્યો હતો. અને તે બાબતે રાણીપમાં ગુનો પણ નોંધાયો હતો. અગાઉ ગુજસીટોકનો ગુનોને હવે ધમકી સહિતની કલમો હેઠળ ગુનો નોંધાતા અઝહર કીટલી પોલીસના હાથથી બચી નહિ શકે. 20થી વધુ ગુના આચરનાર અઝહર કીટલીને થોડા જ દિવસમાં ટ્રાન્સફર વોરન્ટ થી ધરપકડ કરી કાયદાનું ભાન કરાવશે પોલીસ.
અઝહર આમ તો ફિલ્મી કેરેકટર મનીયા સુરવે બનવાના ખ્વાબ જોતો હતો.પણ હવે પોલીસ તેને બિલ્લીની માફક ગુનાની દુનિયામાંથી ભગાવી દેશે તેવો એક્શન પ્લાન ઘડ્યો છે. આગામી સમયમાં માત્ર અઝહર કીટલી જ નહિ પણ આ વિસ્તારના તમામ ગુનેગારો થરથર કાંપે અને ગુનો આચરતા બન્ધ થાય તે રીતની કડક કાર્યવાહી કરવા પોલીસ કામગીરી કરી રહી છે. ત્યારે આગામી દિવસમાં અઝહર કીટલી પકડાયા બાદ જેલમાં મોબાઈલ કેવી રીતે લઈ ગયો અને કેટલા લોકોને ધમકી આપી ખંડણી માગી ચુક્યો છે તેનો ખુલાસો થશે.
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject