Home » કોસ્ટગાર્ડ અને ગુજરાત ATSએ ઝડપેલા ડ્રગ્સ કેસમાં પાકિસ્તાનથી કનેક્શન આવ્યું સામે
કોસ્ટગાર્ડ અને ગુજરાત ATSએ ઝડપેલા ડ્રગ્સ કેસમાં પાકિસ્તાનથી કનેક્શન આવ્યું સામે
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject
131
ગુજરાત ATS અને ભારતીય કોસ્ટ ગાડે પહેલું સંયુક્ત ઓપરેશન પાર પાડ્યું છે. જેમાં અંદાજે 427 કરોડ ના માદક પદાર્થનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે. DGP વિકાસ સહાય દ્વારા માહિતી આપવામાં આવી હતી. ATS દ્વારા વર્ષ 2022 દરમિયાન કુલ આઠ મોટા કેસ કરવામાં આવેલા જેમાંથી ભારતીય કોસ્ટ ગાર્ડ સાથે પાંચ મોટા ઓપરેશન પાર પાડવામાં આવ્યા હતા.
મધદરિયે મોડી રાતે સંયુક્ત ઓપરેશન પાર પડાયું
ગુજરાત ATSને મળેલી બાતમી મુજબ ઈરાનથી દરિયાઈ માર્ગે પ્રતિબંધિત હેરોઇનનો જથ્થો ઈરાનના ચાબહાર બંદરેથી ભારત પાકિસ્તાન IMBL નજીક ઓખાથી આશરે 185 નોટિકલ માઈલ દૂર ભારતીય જળ સીમામાં ઈરાની બોટમાં આવવાનો છે અને તે ઉત્તર ભારતના ઓર્ગેનાઈઝડ ક્રાઈમ નેટવર્ક સાથે સંકળાયેલ ઈસમોને મોકલવામાં આવનાર છે. તે બાતમીના આધારે ATSની એક ટીમ અને કોસ્ટ ગાર્ડના ઉચ્ચ અધિકારીઓએ સાથે મળી સંયુક્ત ટીમ બનાવી હતી. જેમાં કોસ્ટ ગાર્ડના બે જહાજોનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો.
5 ઈરાનના નાગરીકો ઝડપાયા
6 માર્ચના રોજ રાત્રિના સમયે ઓખાથી આશરે 185 નોટિકલ માઈલ ભારતીય જળસીમામાં બાતમી મુજબની શંકાસ્પદ બોટ જોવા મળી હતી. બોટને આંતરી લઈ અને બોટમાં રહેલા પાંચ ઈસમોની ધરપકડ કરવામાં આવી હતી. પાંચ ઇસમો જેમાં મોહસીન અયુબ બલોચ, અજગર રિયાઝ બલોચ, ખુદાબક્ષ હાજીહાલ બલોચ, રહીમબક્ષ, મૌલાબક્ષ બલોચ અને મુસ્તફા આદમ બલોચનો સમાવેશ થાય છે તમામે તમામ ચબહાર ઈરાનના રહેવાસી છે તેમની પાસેથી 61 કિલો માદક પદાર્થ જેની અંદાજે કિંમત 427 કરોડ રૂપિયા થાય છે તેને ઈરાની બોટ સાથે ઝડપી લેવામાં ATSને સફળતા મળી છે.
પાકિસ્તાન કનેક્શન
પ્રાથમિક તપાસમાં આ માદક પદાર્થનો જથ્થો ઈરાન સ્થિત આંતરરાષ્ટ્રીય ડ્રગ માફિયા ગુલામ બલોચી નામના વ્યક્તિએ મોકલાવેલો હતો અને તે આ ડ્રગ્સનો જથ્થો ગુજરાતના દરિયા કિનારે ઉતારી ઉત્તર ભારતમાં કોઈક ઠેકાણે પહોંચાડવાનો હતો. ઝડપાયેલા સ્મગલરો બોટ સાથે બે માર્ચના રોજ ઈરાનના ચા બહાર બંદરેથી નીકળ્યા હતા અને બે દિવસ બાદ પાકિસ્તાનના પશની બંદરથી 61 kg માદક પદાર્થોનો જથ્થો બોટમાં ચડાવ્યો હતો અને ભારત પાકિસ્તાન IMBL નજીક, ભારતની જળ સીમામાં ઓખાથી આશરે 185 નોટિકલ માઈલ દૂર દરિયામાં ડિલિવરી આપવાના હતા. જે દરમિયાન ગુજરાત ATS તથા ભારતીય કોસ્ટ ગાર્ડના ઓપરેશન દરમિયાન ઝડપી લેવામાં આવ્યા.
અત્યાર સુધીમાં રૂ. 2 હજાર કરોડથી વધારેનો જથ્થો પકડાયો
વર્ષ 2022 દરમિયાન ગુજરાત ATS દ્વારા માદક પદાર્થો અંગે કુલ 8 મોટા કેસ કરવામાં આવેલા જેમાં ભારતીય કોસ્ટકાર્ડ સાથેના પાંચ સંયુક્ત ઓપરેશનમાં કુલ 387.994 કિલોગ્રામ હેરોઈન જેની કિંમત 1939.97 કરોડ જે પકડી પાડવામાં આવ્યું હતું. તેમજ અન્ય એજન્સીઓ જેવી કે DRI, NCB દિલ્હી, ક્રાઈમ બ્રાન્ચ દિલ્હી વગેરે સાથેના સંયુક્ત ઓપરેશનો કરી ગુજરાત ATS દ્વારા કુલ 424.165 કિલોગ્રામ હેરોઈન કિંમત રૂપિયા 2120.85 કરોડનો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે.
આ પણ વાંચો – દેશમાં ઘુસાડવામાં આવી રહેલો ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો, મધદરિયે પાર પાડ્યું ઓપરેશન, જુઓ Video
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject