Home » જવેલર્સના શૉ રૂમ નજર ચૂકવી દાગીના ચોરી કરતી મહિલા ઝડપાઇ
જવેલર્સના શૉ રૂમ નજર ચૂકવી દાગીના ચોરી કરતી મહિલા ઝડપાઇ
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject
49
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે (Ahmedabad Crime Branch) જવેલર્સના શૉ રૂમ નજર ચૂકવી સોનાના દાગીના ચોરી કરતી મહિલાને ઝડપી પાડી છે. આરોપી મહિલા તેના ભાઈના સાથે ચોરી કરતી હતી. ક્રાઈમ બ્રાન્ચે બંને ભાઈ બહેનને ઝડપીને વધુ તપાસ હાથ ધરી છે.
ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે પૂનમ રંગવાણી નામની મહિલાની ધરપકડ કરી છે. મહિલાએ 15 દિવસ અગાઉ તેના ભાઈ ચંદ્રકાન્ત સાથે સેન્ટ્રો ગાડીમાં ચોરી કરવા આવ્યા હતા અને શિવરંજની ચાર રસ્તા પાસે હરિત ઝવેરી શૉ રૂમની અંદર સોનાની બંગડી અને અન્ય દાગીના બતાવવાનું કહીને નજર ચૂકવી બંગડી ચોરી કરી હતી.
મહિલા વિરુદ્ધમાં રાજસ્થાન,કલકત્તા,દિલ્હી,મધ્યપ્રદેશ,મુંબઇ અને ગુજરાતના શહેરોમાં દાગીના ચોરીના ગુના નોંધાયેલ છે.મહિલા અમદાવાદમાં અગાઉ એલિસબ્રિજ અને સાણંદ પોલીસ સ્ટેશનમાં જવેલર્સની દુકાનમાં ચોરી કરવાના ગુનામાં ઝડપાયેલી છે.