Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad : પોલીસને જાહેરમાં ધમકાવનારા તત્વો આખરે કાયદાનાં સકંજામાં! વધુ એકની ધરપકડ

આ મામલે ધારાસભ્ય દિનેશ કુશવાહનું (MLA Dinesh Kushwah) નિવેદન પણ સામે આવ્યું છે.
ahmedabad   પોલીસને જાહેરમાં ધમકાવનારા તત્વો આખરે કાયદાનાં સકંજામાં  વધુ એકની ધરપકડ
Advertisement
  1. અમદાવાદનાં રખિયાલમાં પોલીસ સામે દાદાગીરી કરનારો મુખ્ય આરોપી ઝડપાયો (Ahmedabad Police)
  2. પોલીસને ધમકાવી વાહનને નુકસાન પહોંચાડ્યું હોવાનો વીડિયો વાઇરલ થયો હતો
  3. આરોપી સામે અગાઉ પણ અનેક ગુના નોંધાયેલા છે
  4. કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો : ધારાસભ્ય દિનેશ કુશવાહ

અમદાવાદ પોલીસની (Ahmedabad Police) આબરૂંનાં ધજાગરા ઉડાવતો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. રખિયાલનાં (Rakhiyal) ગરીબનગરમાં પોલીસ સામે દાદાગીરી કરનાર કેટલાક અસામાજિક તત્વોનો વીડિયો સામે આવતા ચકચાર મચી જવા પામી છે. આ વાઇરલ વીડિયો બાદ પોલીસની કામગીરી સામે અનેક સવાલ ઊભા થયા છે અને સાથે જ પોલીસની લાચારી પણ છતી થઈ છે. જો કે, આ મામલે પોલીસે કાર્યવાહી કરી વધુ એક આરોપીની ધરપકડ કરી છે. પરંતુ, હજું પણ 4 આરોપી ફરાર છે.

ધરપકડ કરાયેલ આરોપી સામે અગાઉ પણ અનેક ગુના નોંધાયેલા

અમદાવાદનાં રખિયાલમાં આવેલા ગરીબનગરમાં પોલીસ સામે દાદાગીરી અને હુમલો કરી વેનનો દરવાજો બંધ કરવા મામલે પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી છે. માહિતી અનુસાર, વાઇરલ વીડિયોમાં દેખાતા અને પોલીસ સામે દાદાગીરી કરતા રેડ કલર ટીશર્ટ પહેરેલા આરોપી ફેકેલ ફઝલની ધરપકડ કરી છે અને બાપુનગર પોલીસ સ્ટેશન લવાયો છે. ફઝલની રામોલથી (Ramol) ધરપકડ કરવામાં આવી છે. પોલીસ તપાસ અનુસાર આરોપી સામે અગાઉ પણ ગંભીર ગુનાઓ નોંધાયા છે. આ કેસમાં હજું પણ 4 આરોપી ફરાર છે. આ પહેલા સમીર નામનાં આરોપીની ધરપકડ કરાઈ હતી.

Advertisement

આ પણ વાંચો - Gujaratમાં BZ ગ્રુપના કૌભાંડ બાદ વધુ એક Scam સામે આવતા ચકચાર મચી

Advertisement

કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો : ધારાસભ્ય દિનેશ કુશવાહ

રખિયાલ-બાપુનગરમાં (Bapunagar) પોલીસ સામે દાદાગીરી કરી પોલીસ વાનને નુકસાન પહોંચાડી ધમકાવી પરત મોકલવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયા છે. આ વાઇરલ વીડિયોમાં કેટલાક અસામાજિક તત્ત્વો જાહેર માર્ગ પર તલવાર સહિતનાં હથિયારો સાથે કોઈ પણ ડર વિના આતંક મચાવતા જોવા મળે છે. આ વીડિયો સામે આવ્યા બાદ 'સિંઘમ' બનીને ફરતી અમદાવાદ પોલીસ (Ahmedabad Police) લુખ્ખા તત્વો સામે લાચાર બની હોય તેવી ચર્ચાઓ થઈ રહી છે. આ મામલે ધારાસભ્ય દિનેશ કુશવાહનું (MLA Dinesh Kushwah) નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, અગાઉ ગુનાહિત લોકોની આ કેસમાં સંડોવણી છે. ધારાસભ્યોએ અસામાજિક તત્ત્વોને ચેતવણી આપતા કહ્યું કે, કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. તેમણે કહ્યું કે, આ પ્રકારની પ્રવૃત્તિ અટકાવવા ક્રાઇમ બોર્ડની માંગણી કરાઈ છે.

આ પણ વાંચો - શું સશસ્ત્ર સેનામાં Tattoo નું નિશાન પણ બની શકે છે અયોગ્યતાનું કારણ ? જાણો High Court એ શું કહ્યું ?

આરોપીએ અગાઉ પણ ધમકીઓ આપતા અનેક વીડિયો વાઇરલ કર્યા હતા

જણાવી દઈએ કે, પોલીસ (Ahmedabad Police) પર હુમલો કરનારા આરોપી ફઝલનાં વીડિયો પણ સામે આવ્યા છે. ફઝલે પોતાનાં સ્ટેટ્સમાં ધમકી આપતા કેટલાક વીડિયો મૂક્યા હતા. આ વીડિયોમાં આરોપી સરવર ઊર્ફે કડવો પણ નજરે પડે છે. એક વીડિયોમાં આરોપી ફઝલ દારૂની પાર્ટી કરતા દેખાય છે. જ્યારે, અન્ય એક વીડિયોમાં તલવારો સાથે રીલ બનાવનો નજરે પડે છે.

આ પણ વાંચો - Gujarat: ‘ડમી શાળાઓ બંધ કરાવો’, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સભ્યનો મુખ્યમંત્રીને પત્ર

Tags :
Advertisement

.

×