Ahmedabad : લુખ્ખા તત્વો સુધરી જજો! બાપુનગરમાં બુટલેગરના ઘરે ફર્યું બુલડોઝર!
- Ahmedabad નાં બાપુનગરમાં બુટલેગરનાં ઘરે બુલડોઝર ફર્યું
- અસામાજિક તત્વોની સામે AMC અને પોલીસની કામગીરી
- આરોપીનાં ઘરે ગેરકાયદેસરનાં બાંધકામને તોડી પાડવાની કામગીરી
અમદાવાદમાં (Ahmedabad) રખિયાલ-બાપુનગર (Rakhial-Bapunagar) વિસ્તારમાં ગરીબનગર ચાર રસ્તા નજીક જાહેરમાં કેટલાક અસમાજિક તત્વો દ્વારા પોલીસ પર હુમલો કરવા મામલે પોલીસ સાથે AMC એ પણ કાર્યવાહી હાથ ધરી છે. આરોપી બુટલેગર મહોમદ સરવર ઉર્ફે કડવો અબ્દુલ કરીમના ઘરે ગેરકાયદેસર થયેલા બાંધકામ પર AMC દ્વારા ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે બુટલેગરનાં ઘરે બુલડોઝર ફર્યું છે.
આ પણ વાંચો - Banaskantha : સિક્સલેન હાઇવે પર બસ-ટેન્કર વચ્ચે ભીષણ અકસ્માત મામલે મોટો ખુલાસો!
બાપુનગરમાં બુટલેગર ઘરે બુલડોઝર ફર્યું
અમદાવાદનાં (Ahmedabad) રખિયાલ-બાપુનગરમાં વિસ્તારમાં થોડા દિવસ પહેલા જાહેર માર્ગ પર તલવાર સહિતનાં હથિયારો લઈ આતંક મચાવનાર અને પોલીસ સામે દાદાગીરી કરી રોફ જમાવનારા અસામાજિક તત્વોનો વીડિયો સામે આવ્યો હતો. આ મામલે પોલીસે કાર્યવાહી કરી આરોપીઓની ધરપકડ કરી હતી. ત્યારે હવે પોલીસ સાથે AMC એ પણ આરોપીઓ સામે લાલ આંખ કરી છે. જણાવી દઈએ કે, AMC એ આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે બાપુનગરમાં રહેતા બુટલેગર મહોમદ સરવર ઉર્ફે કડવો અબ્દુલ કરીમનાં ઘરે ગેરકાયદેસરનાં બાંધકામને તોડી પાડવાની કામગીરી હાથ ધરી છે.
આ પણ વાંચો - Ahmedabad : SP રિંગરોડ પર વહેલી સવારે ગમખ્વાર અકસ્માત, દંપતીનું ઘટના સ્થળ પર મોત
આરોપી વિરુદ્ધ કુલ 15 જેટલા ગુના નોંધાયેલા
જણાવી દઈએ કે, આરોપી મહોમદ સરવર ઉર્ફે કડવો અબ્દુલ કરીમ વિરુદ્ધ કુલ 15 જેટલા ગુના નોંધાયેલા છે. H ડિવિઝન ACP રાજેશ ઓઝાએ જણાવ્યું કે, AMC દ્વારા સરવે કરવામાં આવ્યો હતો, જે હેઠળ ગેરકાયદેસર બાંધકામની જાણ થઈ હતી. આજે ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ છે. તેમણે કહ્યું કે, AMC એ પોલીસ માટે બંદોબસ્ત માંગ્યો હતો. કામગીરી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ જવાન તૈનાત કરાયા છે. અત્યાર સુધી આરોપી અલ્તાફ અને ફઝલનાં 6 મકાનોમાં ગેરકાયદેસરનાં બાંધકામ સામે ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી છે.
આ પણ વાંચો - Rajkot : બોગસ ડોક્ટર મામલે હવે IMA મેદાને! CM અને આરોગ્યમંત્રીને પત્ર લખી કરી આ માગ


