Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad માં લુખ્ખા તત્વોના તળિયા તૂટ્યા બાદ હવે નળિયા તૂટ્યાં!

પોલીસે ગઈકાલે ચારેય આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢીને માફી મંગાવી હતી.
ahmedabad માં લુખ્ખા તત્વોના તળિયા તૂટ્યા બાદ હવે નળિયા તૂટ્યાં
Advertisement
  1. Ahmedabad માં અસામાજિક તત્વોની હવે ખેર નહીં!
  2. ગરીબનગરમાં આતંક મચાવનારાઓ સામે AMC ની બુલડોઝર કાર્યવાહી!
  3. લુખ્ખાગીરી કરનારાનાં ઘર પર પડશે મનપાનો હથોડો!

અમદાવાદનાં (Ahmedabad) રખિયાલ-બાપુનગરમાં વિસ્તારમાં જાહેર માર્ગ પર તલવાર સહિતનાં હથિયારો લઈ આતંક મચાવનાર અને પોલીસ સામે દાદાગીરી કરી રોફ જમાવનારા અસામાજિક તત્વો સામે હવે પોલીસ સાથે AMC એ પણ લાલ આંખ કરી છે. આ કેસમાં મુખ્ય આરોપી ફઝલ અને અલ્તાફનાં ઘર ગેરકાયદેસર હોવાથી તોડી દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ છે.

આ પણ વાંચો - Junagadhમાં ભ્રષ્ટ અધિકારીઓ સામે BJPના ધારાસભ્યે બાંયો ચડાવી

Advertisement

Advertisement

બાપુનગરમાં આતંક મચાવનારા પર મોટી તવાઈ

અમદાવાદમાં રખિયાલ-બાપુનગર (Rakhial-Bapunagar) વિસ્તારમાં ગરીબનગર ચાર રસ્તા નજીક કેટલાક અસમાજિક તત્વો દ્વારા જાહેર માર્ગ પર આતંક મચાવવા મામલે પોલીસે કાર્યવાહી કરી કુલ 4 આરોપીઓની ધરપકડ કરી છે જ્યારે અન્ય 2 ઓરીપની શોધખોળ આદરી છે. પોલીસે ગઈકાલે ચારેય આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢીને માફી મંગાવી હતી. જ્યારે હવે આ મામલે પોલીસ (Ahmedabad Police) સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા પણ કડક કાર્યવાહી કરવામાં આવી છે. માહિતી અનુસાર, બાપુનગરનાં કોર્પોરેટર અને AMC લીગલ કમિટી ચેરમેન પ્રકાશ ગુર્જરે રજૂઆત કરી હતી કે, આરોપી ફઝલ અને અલ્તાફનાં મકાન ગેરકાયદેસર છે અને એએમસીની માલિકીની જમીન પર બનાવેલા છે.

આ પણ વાંચો - Morbi: બોગસ ડૉક્ટરોનો ફાટ્યો છે રાફડો! ચાર દિવસમાં ઝડપાયા 10 નકલી તબીબ

આરોપી ફઝલ ઘર પર ફર્યું ફર્યું બુલડોઝર, અલ્તાફનું ઘર હથોડા પડ્યા

રજૂઆતમાં જણાવ્યું હતું કે, વર્ષ 2019 માં કરાયેલા સરવેમાં તમામને અન્ય જગ્યાએ મકાન ફાળવાયા હતા. પરંતુ, આરોપીઓએ ગેરકાયદેસર રીતે સરકારી જમીન પર દબાણ કરી મકાનનું બાંધકામ કર્યું હતું. બંને આરોપીઓએ બે દિવસ પહેલા જાહેરમાં હથિયારો સાથે આતંક મચાવ્યો હતો. આ બંને આરોપીનાં મકાન તાત્કાલિક તોડવા અને સરકારી જમીન પરનાં દબાણને દૂર કરવા પત્ર લખી કમિશનરને રજૂઆત કરી હતી. માહિતી અનુસાર, આરોપી ફઝલને બુલડોઝર થકી અને આરોપી અલ્તાફનાં ઘરને હથોડા વડે તોડવામાં આવ્યું છે. શહેરમાં લુખ્ખાગીરી અને દાદાગીરી કરી આતંક મચાવનારા અસામાજિક તત્વો માટે આ એક ચેતવણી સમાન કાર્યવાહી છે. જો કોઈ શહેરની શાંતિને ભંગ કરશે અથવા જાહેરમાં આતંક મચાવી લોકોમાં ડર ફેલાવવાની કોશિશ કરશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો - Ahmedabad: તંત્રની બુદ્ધિનું પ્રદર્શન કરતો વધુ એક નમૂનો! આ રીતે થશે શહેરનો વિકાસ?

Tags :
Advertisement

.

×