ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Ahmedabad : સાસરિયાઓનાં ત્રાસથી વધુ એક પરિણીતાનો આપઘાત, Video બનાવી વર્ણવી દર્દનાક આપવીતી!

ખાડિયા વિસ્તારમાં રહેતી પરિણીતા સાસરિયાઓનાં ત્રાસ એટલી હદે કંટાળી ગઈ કે તેણીને ઘરમાં ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવવું સહેલું લાગ્યું.
12:03 AM May 04, 2025 IST | Vipul Sen
ખાડિયા વિસ્તારમાં રહેતી પરિણીતા સાસરિયાઓનાં ત્રાસ એટલી હદે કંટાળી ગઈ કે તેણીને ઘરમાં ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવવું સહેલું લાગ્યું.
Khadiya_Gujarat_first
  1. Ahmedabad નાં ખાડિયામાં પરિણીતાએ સાસરિયાનાં ત્રાસથી આપઘાત કર્યો
  2. આપઘાત કરતા પહેલા વીડિયો બનાવી પતિ, સાસુ, સસરા, નણંદ પર લગાવ્યા ગંભીર આરોપ
  3. રાતે 2-2 વાગે કોઈ ન કોઈ બાબતે ઝઘડો કરતા હોવાનાં પરિણીતાએ કર્યા આક્ષેપ
  4. 'નણંદ કહે છે કે રશ્તો તોડવો હોય તો પહેલા બાળક પેદા કરો અમને આપો..' : પરિણીતા
  5. પતિ, સાસુ, સસરા સહિત 5 લોકો સામે ખાડિયા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ

અમદાવાદમાં (Ahmedabad) વધુ એક પરિણીતાએ સાસરિયાઓનાં ત્રાસથી જીવન ટુંકાવ્યું છે. આપઘાત કરતા પહેલા પરિણીતાએ વીડિયો બનાવીને પતિ, સાસુ, સસરા, નણંદ સહિતનાં સાસરિયાઓ સામે નાની-નાની વાતે મેણા ટોણા મારતા હોવાનો, રાતે બે બે વાગે ઝઘડો કરતા હોવાનો અને વારંવાર માનસિક ત્રાસ આપતા હોવાનાં ગંભીર આરોપ લગાવ્યા છે. પરિણીતાએ વીડિયોમાં રડતા રડતા કહ્યું કે, 'નણંદ કહે છે કે પહેલા બાળક પેદા કર, અમને આપ અને પછી રિશ્તો તોડ...આ ખુબ જ ગંદી વાત છે...' આ મામલે પતિ, સાસું, સસરા સહિત પાંચ લોકો વિરુદ્ધ ખાડિયા પોલીસ સ્ટેશનમાં (Khadia Police Station) ફરિયાદ નોંધાઈ છે.

આ પણ વાંચો -Bhavnagar : ડબગરવાળી શેરી પાસેથી 198 ગ્રામ મેથામ્ફેટામાઇન ડ્રગ્સ સાથે બે ઝડપાયા

આપઘાત પહેલા વીડિયો બનાવી પતિ, સાસુ, સસરા, નણંદ પર આરોપ લગાવ્યા

અમદાવાદમાં (Ahmedabad) વધુ એક પરિણીતા સાસરિયાઓનાં ત્રાસનો ભોગ બની છે. શહેરનાં ખાડિયા વિસ્તારમાં (Khadia) રહેતી પરિણીતા સાસરિયાઓનાં ત્રાસ એટલી હદે કંટાળી ગઈ કે તેણીને ઘરમાં ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવવું સહેલું લાગ્યું. પરિણીતાએ આત્મહત્યા કરતા પહેલા એક વીડિયો પણ બનાવ્યો હતો, જેમાં પોતાની દર્દનાક આપવીતી વર્ણવી છે. વીડિયોમાં પરિણીતાએ જણાવ્યું કે, સાસરીવાળા રાતે બે બે વાગ્યા સુધી તેની સાથે કોઇ ન કોઇ બાબતે ઝઘડો કરે છે. પરિણીતાનાં ભાઈનાં લગ્ન પતિની બહેન સાથે સાટાપાટા પદ્ધતિમાં થતા નણંદ પરિણીતાનાં ભાઈને ખૂબ જ હેરાન કરતી હોવાનું પણ જણાવ્યું હતું.

આ પણ વાંચો - Gandhinagar : સરકારે એક સાથે 18 IAS અધિકારીઓની બદલીનો કર્યો આદેશ, જુઓ લિસ્ટ

'નણંદ કહે છે કે રશ્તો તોડવો હોય તો પહેલા બાળક પેદા કરો અમને આપો..' : પરિણીતા

ઉપરાંત, પરિણીતાએ વીડિયોમાં કહ્યું કે, 'મારી નણંદે કહ્યું કે જો તમારે આ રિશ્તો તોડવો હોય તો પહેલા બાળક પેદા કરો અને અમને આપો, પછી રિશ્તો તોડો. હું હારી ગઈ છું...' આ વીડિયો પોતાનાં પિયરે મોકલીને પરિણીતાએ ઘર ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. આ મામલે મૃતક પરિણીતાનાં પતિ, સાસુ, સસરા સહિત 5 લોકો સામે ખાડિયા પોલીસ સ્ટેશનમાં (Khadia Police Station) ફરિયાદ થઈ છે. પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો - Surat: અગ્નિકાંડ બાદ પણ બેદરકારી દાખવનાર શાળાઓ સામે જિલ્લા શિક્ષણાધિકારીની કડક કાર્યવાહી

Tags :
Ahmedabadfather-in-lawGUJARAT FIRST NEWShusbandkhadia police Stationmother-in-lawParnita AapGhatsister-in-lawTop Gujarati Newsviral videowoman harm heer self in Khadia
Next Article