Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad: બાવળા-બગોદરા નેશનલ હાઈવે પર ગંભીર અકસ્માત! ત્રણ આઇસર બળીને ખાખ

Ahmedabad: બાવળા-બગોદરા નેશનલ હાઈવે પર રોહીકા ચોકડી નજીક ગંભીર અકસ્માતમાં થયો છે. અકસ્માત એટલો ભંયકર હતો કે, ચાર વાહનો ભડકે સળગ્યાં હતા અને આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.
ahmedabad  બાવળા બગોદરા નેશનલ હાઈવે પર ગંભીર અકસ્માત  ત્રણ આઇસર બળીને ખાખ
Advertisement
  1. આઇસર રોંગ સાઇડ ઘસી આવતાં થયો અકસ્માત
  2. એક આઇસર ચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખસેડાયો
  3. ઘટના સ્થળ પર લોકોના ટોળે ટોળા એકઠા થયા

Ahmedabad: બાવળા-બગોદરા નેશનલ હાઈવે પર રોહીકા ચોકડી નજીક ગંભીર અકસ્માતમાં થયો છે. અકસ્માત એટલો ભંયકર હતો કે, ચાર વાહનો ભડકે સળગ્યાં હતા અને આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. અકસ્માતમાં એક ટેન્કર અને ત્રણ આઇસર ટ્રક એમ કુલ ચાર વાહનોમાં આગ લાગી હતી. કાપડના રોલ ભરેલી આઇસર ગાડી રોંગ સાઇડ ઘસી આવતાં બની અકસ્માતની ઘટના બની હતી.  આ સમગ્ર ઘટનમાં બે લોકો જીવત ભડથું થયા હોવાનું પણ જાણવા મળ્યું છે.

આ પણ વાંચો: Vadodara :ક્રિસમસના મેળામાં હેલિકોપ્ટર રાઈડનો દરવાજો ખુલી જતા બાળકો ફંગોળાયા

Advertisement

ઘટનામાં ત્રણ આઇસર ગાડી બળીને ખાખ થયા

અકસ્માતને પગલે રોડની બને સાઈડ બંધ કરવાની ફરજ પડી હતી. નોંધનીય છે કે, ઘટનામાં ત્રણ આઇસર ગાડી બળીને ખાખ થયા છે. આ સાથે એક આઇસર ચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેને 108 મારફતે સોલા સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. અકસ્માત એટલો વિકરાળ હતો કે, ઘટના સ્થળ પર લોકોના ટોળે ટોળા એકઠા થયા હતા. અમદાવાદ જિલ્લા ટ્રાફિક,બગોદરા કોઠ પોલીસ ઘટના પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી.

Advertisement

આ પણ વાંચો: સુરતમાં વેપારીના આપઘાત મામલો, પોલીસે 2 આરોપીઓની કરી ધરપકડ

મહામહેનતે પાણીનો મારો ચલાવી 3 કલાકે આગ પર કાબુ મેળવાયો

નોંધયની છે કે, અહીં અકસ્માતને પગલે ચાર વહાનોમાં ભયંકરા આગ લાગી હતી. જેથી ધોળકા, બાવળા અને સાણંદ ફાયરબિગ્રેડ ઘટના સ્થળે પહોંચી ગયું હતું. મહામહેનતે પાણીનો મારો ચલાવી 3 કલાક બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.નોંધનીય છે કે, બે જેસીબી અને એક હિટાચીની મદદ આગમાં બળેલ વાહનોને રોડ પરથી હટાવાયા હતા.જેથી રસ્તાને ફરી વાહન વ્યવહાર માટે શરૂ કરી શકાય.

આ પણ વાંચો: Surat ની SMIMER hostelની રૂમની બાલ્કનીમાં તાપણી કરતા હોવાનો Video Viral

Tags :
Advertisement

.

×