Ahmedabad : યુવકે રૂ. 200 ની પંજાબી ડીશ મંગાવી, ખોલીને જોયું તો..! જુઓ Video
- બહારનું ખાવાનાં શોખીનનો માટે ચેતવણી સમાન ઘટના! (Ahmedabad)
- ઓનલાઇન ઓર્ડર કરી ભોજન મંગાવતા યુવકને થયો કડવો અનુભવ
- ઓર્ડર કરેલી પંજાબી ડીસમાંથી નીકળ્યો વંદો, હોટેલ મેનેજરનો ઉડાઉ જવાબ
Ahmedabad : રાજ્યમાં ખાદ્યપદાર્થોમાંથી જીવજંતુ નીકળવાનો સિલસિલો હાલ પણ યથાવત છે. જો તમે બહારનું ખાવાનાં શોખીન છો અને ઓનલાઇન ઓર્ડરથી ખાવાનું મંગાવતા હોવ તો ચેતી જજો. કારણ કે, ગોતામાં (Gota) એક યુવકે આરોપ લગાવ્યો છે કે તેણે રૂ. 200 માં ઓનલાઇન પંજાબી ડીસ ઓર્ડર કરી હતી, જેમાંથી વંદો નીકળ્યો હતો. આ અંગે હોટેલનાં મેનેજરને કહેતા તેણે ઉડાઉ જવાબ આપ્યો હતો અને કહ્યું હતું કે, ભૂલથી આવી ગયો હશે. ગ્રાહકે આ ઘટનાનો વીડિયો પણ બનાવ્યો છે.
આ પણ વાંચો - Ahmedabad : 31 st ડિસે.ની ઉજવણીમાં યુવતીઓની સુરક્ષાને લઈ મહિલા પોલીસ વિભાગ એક્શનમાં
ઓનલાઇન ઓર્ડર કરેલી પંજાબી ડીશમાંથી વંદો નીકળ્યાનો આરોપ
પ્રાપ્ત માહિતી અનુસાર, ગોતામાં (Gota) રહેતા એક યુવકે વીડિયો બનાવી આરોપ લગાવ્યો છે કે તેણે ઓનલાઇન ઝોમેટો એપ થકી (Zomato App) નાગેશ્વરી પરાઠા સેન્ટર ખાતેથી રૂ. 200 માં પંજાબી ડીસ ઓર્ડર કરી હતી. જો કે, આ ઓર્ડરની ડિલિવરી બાદ યુવકને કડવો અનુભવ થયો હતો. યુવકનાં આરોપ મુજબ, પંજાબી ડીશમાંથી વંદો નીકળ્યો હતો. આ ઘટનાનો યુવકે વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં શેર કર્યો છે.
Online Order થી ખાવાનું મંગાવતા લોકો થઈ જજો સાવધાન
Gota ના યુવકને થયો કડવો અનુભવ, પંજાબી ડિશમાં નિકળ્યો વંદો
Nageshwari Paratha Cenrer ખાતેથી મંગાવેલ થાળીમાં વંદો
હોટલના મેનેજરે ભૂલથી આવી ગયો હોવાનું ગ્રાહકને જણાવ્યું#Gujarat #Ahmedabad #Gota #OnlineOrder #Cockroach… pic.twitter.com/p5X2KqqwSI— Gujarat First (@GujaratFirst) December 31, 2024
આ પણ વાંચો - Surat: 31 ડિસેમ્બરને પગલે પોલીસની ભીંસ વધતા બુટલેગરે નવો કિમીયો અજમાવ્યો
હોટેલનાં મેનેજરને જાણ કરતા ઉડાઉ જવાબ આપ્યો!
યુવકનાં આરોપ અનુસાર, આ ઘટના અંગે જ્યારે તેણે હોટેલનાં મેનેજરને જાણ કરી તો મેનેજરે ઉડાઉ જવાબ આપતા કહ્યું કે, ભૂલથી આવી ગયો હશે. આ અંગે યુવકે યોગ્ય કાર્યવાહીની માગ કરી છે. નોંધનીય છે કે, અમદાવાદમાં (Ahmedabad) કેટલાક રેસ્ટોરન્ટમાંથી ખાદ્ય વસ્તુઓમાંથી આવી ગંભીર બેદરકારી અવારનવાર બનતી હોય છે. અગાઉ, પણ આવી કેટલીક ઘટનાઓ આપણી સમક્ષ આવી ચૂકી છે. લોકોનાં સ્વાસ્થ્ય સાથે ચેંડા થતા હોવાથી હવે બહારનું ખાવાનાં શોખીનોને સાવધાન થવાની જરૂર છે.
આ પણ વાંચો - Surat માંથી વધુ 3 ઝોલાછાપ તબીબ સામે કાર્યવાહી, 2 ની ધરપકડ


