Download Apps
Home » મુંબઈથી ડ્રગ્સ લઈને આવતા પોલીસના બાતમીદાર સહિત 4ને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે રીંગ રોડ પરથી ઝડપ્યા

મુંબઈથી ડ્રગ્સ લઈને આવતા પોલીસના બાતમીદાર સહિત 4ને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે રીંગ રોડ પરથી ઝડપ્યા

અમદાવાદ શહેરમાંથી ફરી એકવાર ડ્રગ્સની હેરાફેરી ઝડપાઇ છે, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે રોપડા ગામ પાસેથી લાખો રૂપિયાની કિંમતના એમડી ડ્રગ્સ સાથે અમદાવાદના ચાર શખ્સોની ધરપકડ કરી છે. મુંબઈથી મોટી માત્રામાં MD ડ્રગ્સ લાવી અમદાવાદ શહેરમાં આપવામાં આવે તે પહેલા જ ઝડપાઈ ગયું છે..અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઈદ્રિશ ઉર્ફે ઇદુ શેખ, મોહમ્મદ ઈરફાન ઉર્ફે રાજા બાબુ, ધનુષ ઉર્ફે બીટ્ટુ આસોડિયા અને મનુ રબારી નામનાં શખ્સની ડ્રગ્સની હેરાફેરીના ગુનામાં ધરપકડ કરી છે..

ઘટનાની વિગતવાર વાત કરીએ તો અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે મુંબઈ ખાતેથી ગેરકાયદેસર MD ડ્રગ્સનો જથ્થો લઈને ચાર શખ્સો ઇકો સ્પોર્ટ ગાડી લઈને વડોદરાથી એક્સપ્રેસ હાઈવે થઈને એસપી રીંગ રોડ તરફ આવી રહ્યા છે જેથી SP રીંગ  રોડ પર વટવા રોપડા રોડ ઉપર વોચ ગોઠવીને ક્રાઈમ બ્રાન્ચે ગાડીમાં સવાર ચાર શખ્સોને ઝડપી 289 ગ્રામ MD ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે.. આરોપીઓની તપાસ કરતાં તેઓની પાસેથી 28 લાખ 90 હજારની કિંમતનો ડ્રગ્સ અને વાહન સહિત કુલ 38 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આરોપીઓની પૂછપરછ કરતા સામે આવ્યું કે ઇદ્રીશ અને મોહમ્મદ ઈરફાન છેલ્લા આઠ મહિનાથી ગેરકાયદેસર રીતે મુંબઈથી એમડી ડ્રગ્સનો જથ્થો લાવી અમદાવાદ શહેરમાં અલગ અલગ પેડલરોને વેચાણ કરે છે..
ત્યારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે મુંબઈમાં ડ્રગ્સ આપનાર  આદિલ નામના સપ્લાયરને પકડવાની તજવીજ હાથ ધરી છે. પકડાયેલા આરોપીઓ અગાઉ બેથી ત્રણ વાર આ જ પ્રકારે 300 ગ્રામ જેટલો એમડી ડ્રગ્સનો જથ્થો અમદાવાદમાં લાવીને અલગ અલગ વિસ્તારોના પેડલરોને આપ્યો હોવાની કબુલાત કરતા ક્રાઈમ બ્રાન્ચે આરોપીઓ સાથે સંકળાયેલા અન્ય ગુનેગારોને પકડવા માટેની તજવીજ હાથ ધરી છે.. જોકે મોટી માત્રામાં એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડતા ડ્રગ્સ માફિયાઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.
IPL માં ટોસ વિના કેટલી મેચ રદ થઈ, જુઓ આ યાદી
IPL માં ટોસ વિના કેટલી મેચ રદ થઈ, જુઓ આ યાદી
By Hardik Shah
IPL ની એક સીઝનમાં સૌથી વધુ વખત 500 + રન કરનારા ખેલાડીઓની યાદી
IPL ની એક સીઝનમાં સૌથી વધુ વખત 500 + રન કરનારા ખેલાડીઓની યાદી
By Hardik Shah
સિગારેટ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છો? તો અપનાવો આ ખાસ ઉપાય
સિગારેટ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છો? તો અપનાવો આ ખાસ ઉપાય
By Harsh Bhatt
ઓક્સિજન સાથે પાણી આપતું Indian Laurel Tree
ઓક્સિજન સાથે પાણી આપતું Indian Laurel Tree
By VIMAL PRAJAPATI
આવી ભીષણ ગરમીમાં અખરોટ ખાવા જોઈએ કે નહીં?
આવી ભીષણ ગરમીમાં અખરોટ ખાવા જોઈએ કે નહીં?
By VIMAL PRAJAPATI
22 વર્ષના રિયાન પરાગે IPL 2024 માં નોંધાવ્યો આ મોટો રેકોર્ડ
22 વર્ષના રિયાન પરાગે IPL 2024 માં નોંધાવ્યો આ મોટો રેકોર્ડ
By Harsh Bhatt
જો તમે ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોવ તો આ આદતોને કહો અલવિદા
જો તમે ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોવ તો આ આદતોને કહો અલવિદા
By Harsh Bhatt
પર્સમાં રાખો આ 1 વસ્તુ..તો થશે અઢળક ફાયદો
પર્સમાં રાખો આ 1 વસ્તુ..તો થશે અઢળક ફાયદો
By Hiren Dave
Gujarat First YouTube CHannel
Gujarat First YouTube CHannel

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Download Our Apps

Follow Us

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00
IPL માં ટોસ વિના કેટલી મેચ રદ થઈ, જુઓ આ યાદી IPL ની એક સીઝનમાં સૌથી વધુ વખત 500 + રન કરનારા ખેલાડીઓની યાદી સિગારેટ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છો? તો અપનાવો આ ખાસ ઉપાય ઓક્સિજન સાથે પાણી આપતું Indian Laurel Tree આવી ભીષણ ગરમીમાં અખરોટ ખાવા જોઈએ કે નહીં? 22 વર્ષના રિયાન પરાગે IPL 2024 માં નોંધાવ્યો આ મોટો રેકોર્ડ જો તમે ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોવ તો આ આદતોને કહો અલવિદા પર્સમાં રાખો આ 1 વસ્તુ..તો થશે અઢળક ફાયદો