Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad: થલતેજ ટાઇટેનિયમ બિલ્ડિંગમાં લાગી આગ, ફાયર વિભાગની 20 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી

Ahmedabad: આજે વહેલી સવારે અમદાવાદના થલતેજ વિસ્તારમાં સ્થિત ટાઇટેનિયમ બિલ્ડિંગમાં ભીષણ આગ લાગવાનો ઘટના બની છે. આ આગ 9, 10 અને 11મા માળે લાગી છે,
ahmedabad  થલતેજ ટાઇટેનિયમ બિલ્ડિંગમાં લાગી આગ  ફાયર વિભાગની 20 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી
Advertisement
  1. બિલ્ડિંગના 9, 10 અને 11માં માળે લાગી ભીષણ આગ
  2. ફાયર વિભાગ દ્વારા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો
  3. આગને કાબુમાં લેવાનો ફાયર વિભાગ દ્વારા પ્રયાસ યથાવત

Ahmedabad: આજે વહેલી સવારે અમદાવાદના થલતેજ વિસ્તારમાં સ્થિત ટાઇટેનિયમ બિલ્ડિંગમાં ભીષણ આગ લાગવાનો ઘટના બની છે. આ આગ 9, 10 અને 11મા માળે લાગી છે, જેના પરિણામે સમગ્ર ઇમારતમાં ભારે નુકસાન થયું હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા એક કલાકથી આગ પર કાબુ લેવાનો પ્રયાસ યથાવત છે, પરંતુ આગ પર કાબુ આવ્યો નથી જેથી ફાયર વિભાગ દ્વારા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો છે. 20 જેટલી ફાયર ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને આગ પર કાબુ મેળવવા માટે પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો: Gondal : રીબડા પાસે ટ્રક અને આઇસર વચ્ચે અકસ્માત, ટ્રકચાલકનું ઘટના સ્થળે જ મોત

Advertisement

આગ લાગવા પાછળનું કારણ હજી પણ અકબંધ

આગ લાગવા પાછળનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી, પરંતુ ફાયર વિભાગના અધિકારીઓના અનુસારે, આ આગ પર કાબુ મેળવવા માટે છેલ્લા એક કલાકથી ભારે પ્રયાસો ચાલુ છે. ઘટનાસ્થળે હાલ પાણી દ્વારા આગ પર કાબુ લેવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અને આગથી બચવા માટે તમામ લોકોને સલામતી માટે સ્થળ છોડવા હુકમ કરવામાં આવ્યા છે. ફાયર વિભાગની ટીમોને આગ કાબુ કરવા માટે અવિરત પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. અમદાવાદ શહેરના સંજોગોને ધ્યાનમાં રાખીને હજુ વધુ પગલાં લઈ શકાય છે.

Advertisement

આ પણ વાંચો: 'No Detention Policy' અંગે કેન્દ્ર સરકારનાં નિર્ણય બાદ જાણો શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયાએ શું કહ્યું ?

Tags :
Advertisement

.

×