Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad : ભર શિયાળે પૂર્વ વિસ્તારોમાં મેઘરાજા પધાર્યા, જાણો વરસાદની આગાહી અંગે

આજે દિવસભર અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહ્યું હતું.
ahmedabad   ભર શિયાળે પૂર્વ વિસ્તારોમાં મેઘરાજા પધાર્યા  જાણો વરસાદની આગાહી અંગે
Advertisement
  1. Ahmedabad શહેરનાં હવામાનમાં પલટો આવ્યો
  2. શહેરનાં પૂર્વ વિસ્તારમાં વરસાદી ઝાપટું પડયું
  3. બાપુનગર, નરોડા, કૃષ્ણનગર, નિકોલમાં વરસાદી ઝાપટું ખાબક્યું
  4. સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં વરસાદની આગાહી

અમદાવાદમાં (Ahmedabad) ભર શિયાળે વરસાદ ખાબક્યો છે. શહેરનાં પૂર્વ વિસ્તારોમાં વરસાદી ઝાપટું પડ્યું છે. બાપુનગર, નરોડા, કૃષ્ણનગર, નિકોલ વિસ્તારમાં હળવો વરસાદ પડ્યો છે. હવામાન આગાહી મુજબ, શહેરમાં કમોસમી વરસાદી ઝપટું પડતા લોકો મુંઝવણમાં મૂકાયા છે કે રેઇનકોટ પહેરવો કે પછી સ્વેટર પહેરવું ? આજે દિવસભર અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. હવામાન વિભાગે 27 અને 28 ડિસેમ્બર દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છનાં ભાગોમાં વરસાદ ખાબકવાની આગાહી કરી છે.

આ પણ વાંચો - Gujarat Police Job : પોલીસ ભરતીની તૈયારી કરતા ઉમેદવારો માટે મોટા સમાચાર, તારીખ જાહેર

Advertisement

શહેરનાં પૂર્વ વિસ્તારમાં ભર શિયાળે વરસાદ

અમદાવાદમાં (Ahmedabad) લોકો કડકડતી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. ત્યારે ભર શિયાળે શહેરનાં પૂર્વ વિસ્તાર બાપુનગર (Bapunagar), નરોડા, કૃષ્ણનગર, નિકોલમાં (Nikol) હળવો વરસાદ ખાબક્યો છે. વરસાદને પગલે વાતાવરણ વધુ ઠંડુગાર બન્યું છે. ત્યારે બેવડી ઋતુને પગલે નાગરિકો પણ મુંઝવણમાં મૂકાયા છે કે રેઇનકોટ પહેરવો કે પછી સ્વેટર પહેરવું ? હવામાન વિભાગે, અગાઉ શહેરમાં કમોસમી વરસાદની આગાહી કરી હતી. હવામાન વિભાગ દ્વારા રાજ્યનાં અલગ-અલગ જિલ્લામાં વરસાદની આગાહી કરી છે.

Advertisement

આ પણ વાંચો - Amreli : વડીયાનાં ખાખરીયા નજીક ST બસને નડ્યો અકસ્માત, ડ્રાઇવર સહિત 15 મુસાફર ઘવાયા

રાજ્યનાં અનેક જિલ્લાઓમાં તીવ્ર માવઠાની આગાહી

જણાવી દઈએ કે, હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છનાં (Saurashtra and Kutch) વિવિધ ભાગોમાં વરસાદની આગાહી કરી છે. જ્યારે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીનાં (Paresh Goswami) જણાવ્યા અનુસાર, 27 અને 28 ડિસેમ્બર દરમિયાન ગાંધીનગર, અમદાવાદ (Ahmedabad), સુરેન્દ્રનગર સહિતનાં જિલ્લાઓમાં વરસાદની આગાહી છે. સાથે જ રાજ્યનાં અનેક જિલ્લાઓમાં તીવ્ર માવઠાની આગાહી પણ છે. અમુક વિસ્તારમાં ભારે તો અમુક વિસ્તારમાં સામાન્ય ઝાપટાં પડે તેવી સંભાવનાઓ છે.

આ પણ વાંચો - Junagadh : ગાદી વિવાદમાં મહેશગીરી બાપુ અને ગિરીશ કોટેચા વચ્ચે વાકયુદ્ધ છેડાયું! જાણો કોણે શું કહ્યું ?

Tags :
Advertisement

.

×