ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Ahmedabad : દબાણ મુદ્દે MLA અમિત શાહ લાલઘૂમ! ધારાસભ્ય ઇમરાન ખેડાવાળાનો કટાક્ષ!

બીજી તરફ બેઠક બાદ MLA ઈમરાન ખેડાવાલાએ કટાક્ષ કર્યો હતો અને કહ્યું હતું કે, અમિતભાઈ આપ રાજીનામું નહીં આપતા.
08:46 PM Jan 18, 2025 IST | Vipul Sen
બીજી તરફ બેઠક બાદ MLA ઈમરાન ખેડાવાલાએ કટાક્ષ કર્યો હતો અને કહ્યું હતું કે, અમિતભાઈ આપ રાજીનામું નહીં આપતા.
AMC_Gujarat_first
  1. Ahmedabad માં AMC ની સંકલન સમિતિની બેઠક મળી
  2. MLA અમિત શાહ ગેરકાયદે બાંધકામ મુદ્દે થયા લાલઘૂમ!
  3. HCના માર્ગદર્શન બાદ AMCએ કર્યો હતો સર્કયુલર : અમિત શાહ
  4. બેઠક બાદ MLA ઈમરાન ખેડાવાલાએ કર્યો કટાક્ષ

Ahmedabad માં AMC ની આજે સંકલન સમિતિની બેઠક મળી હતી. આ બેઠકમાં શહેરમાં ગેરકાયદેસરનાં દબાણનો મુદ્દો ઉછળ્યો હતો. MLA અમિત શાહ (MLA Amit Shah) ગેરકાયદે બાંધકામ મામલે લાલઘૂમ થયા હતા. જ્યારે બીજી તરફ બેઠક બાદ MLA ઈમરાન ખેડાવાલાએ કટાક્ષ કર્યો હતો અને કહ્યું હતું કે, અમિતભાઈ આપ રાજીનામું નહીં આપતા.

આ પણ વાંચો - Gujarat Politics : શિક્ષણમંત્રી કુબેર ડિંડોરના નિવેદન પર ડૉ. મનીષ દોશીની પ્રતિક્રિયા, કહ્યું- કોંગ્રેસનાં શાસનમાં..!

દરિયાપુરમાં શાળાની જગ્યા પર બાંધકામ થયું, જેની ફરિયાદ કરાઈ : MLA અમિત શાહ

અમદાવાદમાં (Ahmedabad) આજે એએમસીની સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં શહેરમાં ગેરકાયદે બાંધકામ અને દબાણનો મુદ્દો ચર્ચાઓ હતો. માહિતી અનુસાર, દરમિયાન ધારાસભ્ય અમિત શાહ ગેરકાયદે બાંધકામ મુદ્દે લાલઘૂમ થયા હતા. તેમણે કહ્યું હતું કે, AMTS ની જગ્યા પર બંગલાનું બાંધકામ થયું. જે અંગે કમિશનરને ફોટા સાથે રજૂઆત કરી છે. દરિયાપુરમાં શાળાની જગ્યા પર બાંધકામ થયું, જે અંગે પણ ફરિયાદ કરાઈ છે. MLA અમિત શાહે હાઈકોર્ટે આપેલા માર્ગદર્શનને ફરી યાદ કરાયું અને કહ્યું કે, ભૂતકાળમાં દબાણ મામલે HC નાં માર્ગદર્શન બાદ AMC એ સર્ક્યુલર જાહેર કર્યું હતું. આ સર્ક્યુલરનાં અમલ બાબતે પણ કમિશનરને રજૂઆત કરી હતી.

આ પણ વાંચો - Surat : પાંડેસરામાં 7 પરિવાર રહેતા હતા તે બિલ્ડિંગ અચાનક થઈ ધરાશાયી, દ્રશ્યો હચમચાવી દેશે!

બેઠક બાદ MLA ઈમરાન ખેડાવાલાએ કર્યો કટાક્ષ!

માહિતી અનુસાર, કાચની મસ્જિદ મામલે ઇમરાન ખેડાવાળાના (MLA Imran Khedawala) સવાલ પર MLA અમિત શાહે કહ્યું કે, હું મારી વાતને વળગીને રહું છું અને મેં કહ્યું હતું કે બાંધકામ ગેરકાયદે થયું છે અને જે આજે તોડી પાડવામાં આવ્યું. બીજી તરફ બેઠક બાદ MLA ઈમરાન ખેડાવાલાએ કટાક્ષ કરતા કહ્યું હતું કે, ગત સંકલન સમિતિમાં કાચની મસ્જિદની બાજુમાં બનેલ બાંધકામ મામલે અમિત શાહે રાજીનામાની વાત કરી હતી પણ અમિતભાઈ આપ રાજીનામું નહીં આપતા. ઈમરાન ખેડાવાલાએ કહ્યું કે, તપાસ બાદ જમીનની મૂળ માલિકી વકફ બોર્ડની છે તે જણાયું. વકફ બોર્ડે AMC ને શાળા માટે જગ્યા આપી હતી.

આ પણ વાંચો - Khyati Hospital Scam : મુખ્ય સૂત્રધાર કાર્તિક પટેલની પૂછપરછમાં થયા આ ચોંકાવનારા ખુલાસા!

Tags :
AhmedabadAMCAMC Coordination CommitteeBJPBreaking News In GujaratiCongressGujarat FirstGUJARAT FIRST NEWSGujarati breaking newsGujarati Newsillegal constructionLatest News In GujaratiMLA Amit ShahMLA Imran KhedawalaNews In Gujarati
Next Article