Ahmedabad Plane Crash : વિમાન દુર્ઘટનામાં મૃતકોનાં પરિવારને ટાટા ગ્રૂપ આપશે વળતર, જાણો શું કરી જાહેરાત ?
- વિમાન દુર્ઘટના અંગે ટાટા ગ્રૂપે કરી વળતરની જાહેરાત (Ahmedabad Plane Crash)
- દુર્ઘટનામાં મૃત્યુ પામેલા પરિવારને 1 કરોડનું વળતર
- ઘાયલોનો તમામ તબીબી ખર્ચ ઉઠાવશે ટાટા ગ્રૂપ
- બીજે મેડિકલનાં છાત્રાલય નિર્માણમાં સહાયની જાહેરાત
Ahmedabad Plane Crash : અમદાવાદમાં એરઇન્ડિયા વિમાન દુર્ઘટનામાં 141 થી વધુ લોકોનાં મોત નીપજ્યા હોવાની માહિતી હાલ સામે આવી છે. જો કે, આ આંકડો વધી પણ શકે છે. આ ગમખ્વાર ઘટનાએ સમગ્ર દેશનને હચમચાવી દીધો છે. ત્યારે વિમાન દુર્ઘટના અંગે ટાટા ગ્રૂપે (Tata Groups) વળતરની જાહેરાત કરી છે. દુર્ઘટનામાં મૃત્યુ પામેલાનાં પરિવારને ટાટા ગ્રૂપ રૂપિયા 1 કરોડનું વળતર આપશે એવી માહિતી સામે આવી છે.
આ પણ વાંચો - Ahmedabad Plane Crash : કોઈ દીકરા-દીકરીને મળવા, કોઈ અભ્યાસ કરવા, તો કોઈ પત્નીની અંતિમવિધિ કરી પરત ફરી રહ્યું હતું
We are deeply anguished by the tragic event involving Air India Flight 171.
No words can adequately express the grief we feel at this moment. Our thoughts and prayers are with the families who have lost their loved ones, and with those who have been injured.
Tata Group will…
— Tata Group (@TataCompanies) June 12, 2025
દુર્ઘટનામાં મૃત્યુ પામેલા પરિવારને 1 કરોડનું વળતર
અમદાવાદમાં એર ઇન્ડિયાનાં વિમાન દુર્ઘટનામાં (Ahmedabad Plane Crash) મૃત્યુ પામેલાનાં પરિવારને ટાટા ગ્રૂપ વળતર પેટે રૂ. 1 કરોડ આપશે એવી માહિતી સામે આવી છે. આ સાથે આ દુર્ઘટનામાં જે લોકો ઇજાગ્રસ્ત થયા છે તેમનો તમામ તબીબી ખર્ચ ટાટા ગ્રૂપ ઉઠાવશે. આ સાથે બીજે મેડિકલ કોલેજનાં (BJ Medical College) છાત્રાલય નિર્માણમાં પણ સહાયની જાહેરાત કરી છે. ટાટા સન્સનાં ચેરમેન એન. ચંદ્રશેખરન દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે.
આ પણ વાંચો - plane crash: અમદાવાદ પ્લેન ક્રેશ મામલે આરોગ્ય સચિવનું નિવેદન, મૃતકોની ઓળખ માટે DNA સેમ્પલની વ્યવસ્થા કરાઈ
Ahmedabad Plane Crash : વિમાન દુર્ઘટનાને લઇ ટાટા ગ્રુપે કરી 1 કરોડના વળતરની જાહેરાત... | Gujarat First@TataCompanies #Ahmedabad #PlaneCrash #PlaneCrash2025 #TATAGroup #AhmedabadPlaneCrash #AirportEmergency #FireDepartment #AviationAlert #AirIndia #AhmedabadAirPort… pic.twitter.com/uyqHmyBGi9
— Gujarat First (@GujaratFirst) June 12, 2025
એર ઇન્ડિયાનું વિમાન બીજે મેડિકલ કોલેજની બિલ્ડિંગ સાથે ધડાકાભેર અથડાયું
જણાવી દઈએ કે, આજે અમદાવાદ એરપોર્ટથી એર ઇન્ડિયાનાં (AirIndia) બોઈંગ 787-8 વિમાને લંડનનાં ગેટવિક માટે ઉડાન ભરી હતી. વિમાનમાં ક્રૂ મેમ્બર, ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી (Vijay Rupani) સહિત 240 થી વધુ લોકો સવાર હતા. ઉડાનનાં માત્ર 10 મિનિટ બાદ જ વિમાન બીજે મેડિકલ કોલેજની બિલ્ડિંગ સાથે ધડાકાભેર અથડાયું હતું. આ વિમાન દુર્ઘટનામાં મોટી સંખ્યામાં લોકોનાં મોત નીપજ્યા હોવાની માહિતી છે. આ દુર્ઘટનાનાં રૂવાડા ઊભા કરે એવી તસવીરો અને વીડિયો સામે આવ્યા છે. તાજેતરની માહિતી અનુસાર, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah), સીએમ ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel) અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi) ઘટના સ્થળે પહોંચ્યા છે.


