ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Ahmedabad Plane Crash : ઓટોમોબાઇલ, કોમ્પ્યુટર એન્જિ. માટે લંડન જતાં બે યુવાનનાં પણ મોત

સંકેતે ગણપત યુનિવર્સિટીમાંથી ઓટોમોબાઇલમાં ડિપ્લોમાં કર્યું હતું. આશાસ્પદ દીકરાને ગુમાવતા પરિવાર પર આભ તૂટી પડ્યું છે.
10:41 PM Jun 13, 2025 IST | Vipul Sen
સંકેતે ગણપત યુનિવર્સિટીમાંથી ઓટોમોબાઇલમાં ડિપ્લોમાં કર્યું હતું. આશાસ્પદ દીકરાને ગુમાવતા પરિવાર પર આભ તૂટી પડ્યું છે.
Mehsana_Guajrat_first
  1. મહેસાણાનાં ખેરવાનાં સંકેત ગોસ્વામીનું નિધન (Ahmedabad Plane Crash)
  2. 19 વર્ષીય સંકેત લંડનમાં ઓટોમોબાઇલમાં ડિગ્રી મેળવવા જતો હતો
  3. સંકેત ગોસ્વામીનાં મોતથી પરિવાર શોકમગ્ન થયો
  4. પ્લેન ક્રેશ દુર્ઘટનામાં ગીર ગઢડાનાં જરગલી ગામનાં નીલ ખુંટનું મોત
  5. કોમ્પ્યુટર એન્જિનિયરિંગનાં અભ્યાસ માટે લંડન જતો હતો નીલ

Ahmedabad Plane Crash : મહેસાણા જિલ્લાનાં (Mehsana) ખેરવા તાલુકાનાં યુવકનું અમદાવાદ વિમાન દુર્ઘટનામાં દુ:ખદ અવસાન થયું છે. 19 વર્ષીય સંકેત લંડનમાં ઓટોમોબાઇલની ડિગ્રી મેળવવા માટે જઈ રહ્યો હતો. સંકેતે ગણપત યુનિવર્સિટીમાંથી ઓટોમોબાઇલમાં ડિપ્લોમાં કર્યું હતું. આશાસ્પદ દીકરાને ગુમાવતા પરિવાર પર આભ તૂટી પડ્યું છે. બીજી તરફ ગીર ગઢડાનાં (Gir Gadhada) જરગલી ગામનાં નીલ ખુંટનું પણ મોત નીપજ્યું છે. નીલ કોપ્યુટર એન્જિનિયરિંગનો અભ્યાસ કરવા માટે લંડન જઈ રહ્યો હતો.

આ પણ વાંચો - Ahmedabad Plane Crash : ભાવનગરનાં કાજલબેન ભાઈ સાથે ભોજન કરતા હતા અને બિલ્ડિંગ સાથે અથડાયું વિમાન

19 વર્ષીય સંકેત લંડનમાં ઓટોમોબાઇલમાં ડિગ્રી મેળવવા જતો હતો

અમદાવાદની પ્લેન દુર્ઘટનામાં (Ahmedabad Plane Crash) મહેસાણા જિલ્લાનાં ખેરવા તાલકાનાં 19 વર્ષીય સંકેત ગોસ્વામીનું (Sanket Goswami) મોત નીપજ્યું છે. માહિતી અનુસાર, સંકેત ગોસ્વામીએ ગણપત યુનિવર્સિટીમાં ઓટોમોબાઇલમાં ડિપ્લોમા કર્યું હતું અને વધુ અભ્યાસ માટે અને ઓટોમોબાઇલની ડિગ્રી મેળવવા માટે લંડન જઈ રહ્યો હતો. સંકેત પરિવારનો એક નો એક દીકરો હતો. આશાસ્પદ દીકરાને ગુમાવતા પરિવાર શોકમગ્ન થયો છે.

આ પણ વાંચો - Ahmedabad Plane Crash : બોરસદના યુવકે વિમાન દુર્ઘટનામાં ગુમાવ્યો જીવ, માતાએ કહ્યું લગ્ન કરવા આવ્યો છે તો લગ્ન કરીને જા!

કોપ્યુટર એન્જિનિયરિંગનાં વધુ અભ્યાસ માટે નીલ પહેલીવાર લંડન જતો હતો

બીજી તરફ ગીર સોમનાથ જિલ્લાનાં ગીર ગઢડાનાં (Gir Gadhada) જરગલી ગામનાં નીલ ખુંટનું (Neel Khunt) પણ એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનામાં મોત નીપજ્યું છે. નીલ અમદાવાદથી અભ્યાસ કરીને કોપ્યુટર એન્જિનિયરિંગનાં આગળનાં અભ્યાસ માટે પહેલીવાર લંડન જઈ રહ્યો હતો. પરિવારમાં નીલ અને નીલકંઠ બે જુડવા ભાઈ અને ત્રણ બહેનો છે, જેમાંથી એક બહેન લંડનમાં સાસરે છે. વહાલસોયાને ગુમાવતા પરિવારમાં ગમગીની છવાઈ છે.

આ પણ વાંચો - Ahmedabad Plane Crash : વડોદરામાં રહેતા દંપતીનું મોત, મિત્રે કહ્યું- પ્લેનમાં બેઠા પછી..!

Tags :
AhmedabadAhmedabad Airport EmergencyAhmedabad Civil HospitalAhmedabad Fire DepartmentAhmedabad Plane crashAir-IndiaBJ Medical CollegeGir gadhadaGir-SomnathGUJARAT FIRST NEWSJargali villageLondon flightMehsanaNeel KhuntPlane CrashSanket GoswamiTop Gujarati News
Next Article