Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad : ડિમોલિશનની કામગીરી વચ્ચે ઓઢવમાં સ્થાનિકોને મળ્યા શંકરસિંહ વાઘેલા, તંત્ર પર સાધ્યું નિશાન!

સ્થાનિકોએ આરોપ લગાવી કહ્યું કે, ડિમોલિશનની કામગીરી પૂર્વે પૂરતો સમય આપ્યો નહીં.
ahmedabad   ડિમોલિશનની કામગીરી વચ્ચે ઓઢવમાં સ્થાનિકોને મળ્યા શંકરસિંહ વાઘેલા  તંત્ર પર સાધ્યું નિશાન
Advertisement
  1. Ahmedabad નાં ઓઢવમાં ડિમોલિશનનો મુદ્દો ગરમાયો
  2. ઓઢવમાં સ્થાનિકો સાથે શંકરસિંહ વાઘેલાએ વાતચીત કરી
  3. તંત્ર એ આ અમાનવીય વર્તન કર્યું છે : શંકરસિંહ વાઘેલા
  4. યુથ કોંગ્રેસનાં પ્રવક્તા કપિલ દેસાઈનું નિવેદન
  5. SC ની ગાઈડલાઈન્સનું પાલન કર્યા વિના કામગીરી કરી છે : કપિલ દેસાઈ

રાજ્યભરમાં ગેરકાયદેસરનાં બાંધકામ અને દબાણો સામે રાજ્ય સરકારે ઝુંબેશ શરૂ કરી છે અને ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે અમદાવાદનાં (Ahmedabad) ઓઢવ વિસ્તારમાં પણ ડિમોલિશનની કામગીરી હેઠળ ગેરકાયદે બાંધકામ દૂર કરવામાં આવ્યા છે. ત્યારે સરકારની આ કાર્યવાહી સામે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાની (Shankarsinh Vaghela) પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે ઓઢવનાં (Odhav) સ્થાનિકો સાથે વાત પણ કરી હતી.

આ પણ વાંચો - Gandhinagar : 'દાદા' સરકારનો દંડો! રાજ્ય સરકારે વધુ 3 અધિકારીને કર્યા ઘરભેગા

Advertisement

અહીંયા 50-50 વર્ષથી મકાનો બન્યા છે : શંકરસિંહ વાઘેલા

અમદાવાદનાં (Ahmedabad) ઓઢવ વિસ્તારમાં સરકારની ડિમોલિશનની (Demolition) કામગીરી થતાં સ્થાનિકોએ રોષ વ્યક્ત કર્યો છે. સ્થાનિકોએ આરોપ લગાવી કહ્યું કે, ડિમોલિશનની કામગીરી પૂર્વે પૂરતો સમય આપ્યો નહીં. રબારી વસાહતમાં વર્ષોથી રહેતા લોકોનાં મકાનો દૂર કરાયા છે. દરમિયાન, પૂર્વ સીએમ શંકરસિંહ વાઘેલા (Shankarsinh Vaghela) ઓઢવ પહોંચ્યા હતા અને સ્થાનિકો સાથે વાત કરી હતી. શંકરસિંહ વાઘેલાએ તંત્રને આડે હાથ લેતા કહ્યું કે, તંત્રએ આ અમાનવીય વર્તન કર્યું છે. અહીંયા માત્ર પરિવાર નહીં, તેમની સાથે પશુ પણ રહે છે. અહીંયા 50-50 વર્ષથી મકાનો બન્યા છે. આ પાર્ટીનું પોલિટિક્સ નથી પણ માનવતા છે.

Advertisement

આ પણ વાંચો - Ahmedabad : જાતીય સતામણીનાં આરોપ બાદ પ્રોફેસર વિરુદ્ધ GTU ની કડક કાર્યવાહી!

માત્ર એક દિવસની નોટિસ આપી ડિમોલિશન કર્યુ : કપિલ દેસાઈ

શંકરસિંહ વાઘેલાએ કહ્યું કે, સમાજના આગેવાનોએ સરકારમાં રજૂઆત કરવી જોઈએ. AMC એ કિન્નાખોરી કરીને માલધારી સમાજનું હરણ કર્યું. સરકારે આ અંગે કોઈ રસ્તો કાઢવો જોઈએ. સાચો વિકાસ કરવો હોય તો લોકો સ્વેચ્છા ખાલી કરી આપે છે. બીજી તરફ આ મામલે યુથ કોંગ્રેસનાં (Congress) પ્રવક્તા કપિલ દેસાઈનું (Kapil Desai) પણ નિવેદન સામે આવ્યું હતું. તેમણે આરોપ સાથે કહ્યું કે, 6 માસ પહેલા નોટિસ આપી હોય તો કોર્પોરેશન દ્વારા પુરાવા આપો. સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન્સનું પાલન કર્યા વિના કામગીરી કરી છે. માત્ર એક દિવસની નોટિસ આપી ડિમોલિશન કર્યુ છે. વૈકલ્પિક વ્યવસ્થા કર્યા વગર મનપાએ ડિમોલિશનની કામગીરી કરી છે. એવી પણ માહિતી છે કે, કપિલ દેસાઇનું પણ મકાન ડિમોલિશનની કામગીરી હેઠળ તોડવામાં આવ્યું છે.

આ પણ વાંચો - Junagadh : મહેશગીરી બાપુના આરોપો બાદ ગિરીશ કોટેચાની પ્રતિક્રિયા, જાણો શું કહ્યું ?

Tags :
Advertisement

.

×