Home » અમદાવાદની આ શાળામાં RTE માં ભણતા વિદ્યાર્થી સાથે ભેદભાવ, વાલીનો આક્ષેપ
અમદાવાદની આ શાળામાં RTE માં ભણતા વિદ્યાર્થી સાથે ભેદભાવ, વાલીનો આક્ષેપ
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject
84
RTEમાં એડમિશન લીધા બાદ સ્કૂલ દ્વારા હેરાનગતિ થતી હોવાની અનેક ફરિયાદો આવી રહી છે ત્યારે વસ્ત્રાલની એકલવ્ય સ્કૂલમાં ધોરણ 3ના વિદ્યાર્થી સાથે ભેદભાવ થતો હોવાનો વાલીએ આક્ષેપ કર્યો છે. બાળકને પેશાબ ચાલુ વર્ગે કરવા જવા દેવામાં આવતો નથી તથા બાળકને લેશન ડાયરી પણ આપવામાં આવી ન હોવાનો વાલીએ આક્ષેપ કર્યો છે.
વસ્ત્રાલની એકલવ્ય સ્કૂલમાં RTE હેઠળ એડમિશન લઈને ભણી રહેલા પ્રિન્સ નામના ધોરણ 3ના વિદ્યાર્થી સાથે ભેદભાવ થતો હોવાનો પ્રિન્સના પિતા ઘનશ્યામભાઈએ આક્ષેપ કર્યો છે. વાલીએ સ્કૂલના આચાર્યને આ બાબતે લેખિતમાં અરજી પણ આપી છે અને જણાવ્યું છે કે પ્રિન્સ બીમાર નથી પરંતુ પેશાબ કરવા જવું હોય તો તે રોકી શકતો નથી છતાં ટીચર દ્વારા તેને પેશાબ કરવા જવા દેવામાં આવતો નથી. RTE માં એડમિશન લીધું હોવાથી આ પ્રકારે વર્તન કરવામાં આવી રહ્યું છે. કોઈ તકલીફ હોય તો મારા બાળકને હેરાન કર્યા વિના મને જણાવવા વિનંતી. જોકે, આ અરજીનો કોઈ જવાબ આવ્યો નથી.
ઘનશ્યામભાઈએ જણાવ્યું હતું કે અગાઉ સ્કૂલે એક હજાર રૂપિયા માંગ્યા હતા જે ના આપ્યા તથા સ્કૂલ સાથે વિવાદ થયો હતો, જેથી સ્કૂલ તે બાબતનો મારા દીકરા પર ગુસ્સો ઉતારી રહી હોય તેવું લાગે છે. મેં રૂબરૂ જઈને રજુઆત કરી અને અરજી પણ લખીને આપી પરંતુ હજુ સુધી કોઈ નિવારણ આવ્યું નથી. સ્કૂલે RTE માં એડમિશન હોવાથી લેશન ડાયરી પણ આપી નથી, ડાયરી લેવી હોય તો એક હજાર રૂપિયા આપવા પડશે તેવું કહેવામાં આવે છે.
આ અંગે સ્કૂલના ટ્રસ્ટી રમણભાઈએ જણાવ્યું હતું કે, પેશાબ કરવા અમે જવા જ દઈએ છીએ, છતાં અમને કોઈ રજુઆત મળશે તો અમે ચાલુ ક્લાસે પણ જવા દઇશું અને ડાયરી તો RTE હેઠળ લેવી ફરજિયાત નથી, ડાયરીમાં જ લખવું તેવો આગ્રહ પણ રાખતા નથી જેથી તે બીજી કોઈ બુકમાં લખી શકે છે.
આ પણ વાંચો – RTE માં એલોટ એડમિશનમાંથી 45 એડમિશન રિજેક્ટ થયા…
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject