67

ઔડા એટલેકે અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળનું આગામી વર્ષ 2022-23નુ બજેટ રજૂ કરવામાં આવ્યું. છે. ઔડા કમિશ્નર લોચન શહેરા દ્વારા 1210.73 કરોડનુ બજેટ રજૂ કરવામાં આવ્યું છે.આ બજેટમા ઔડા દ્રારા વર્ષ 2022-23માટે મૂડી ખર્ચ માટે રૂ .1145.64 કરોડ , મહેસૂલી ખર્ચ માટે રૂ .62.35 કરોડ, લોનની ચૂકવણી માટે 2.73કરોડ એમ કુલ રૂ .1210.73 કરોડના ખર્ચના અંદાજની જોગવાઇ કરેલ છે. 2022-23માં નાણાકીય આવકનો અંદાજ 1356.29 કરોડ રાખેલ છે , જે ખર્ચનાં અંદાજ કરતા રૂ 145.56 કરોડની પુરાંત છે. બજેટની મુખ્ય જોગવાઇ પર નજર કરીએ તો ઔડા દ્વારા શહેરમાં નવાં ડેવલપમેન્ટ પ્લાન બનાવા માટે નિર્ણય કરાયો છે. જેમાં ઔડાની હયાત ઓફિસ ખસેડી નવી ઓફીસ બનાવવમાં આવશે.જેને ‘ઔડા ભવન’ નામ આપવામા આવશે. આર્ગુથિક નબળા વર્ગના લોકો માટે ઔડાના મકાનોને શહેરીજનો તરફથી સારો પિરિસાદ મળ્યાં બાદ આ આા નાણાકીય વર્ષમાં લોકોના ઘરનું ઘરના સ્વપ્નનો પૂર્ણ કરવાં પર ભાર મૂકવામાં આવ્યો છે. સાથે જ શહરેને સુંદર, સ્વચ્છ અને સુવિધાસભર કરવા પર પણ ભાર મૂકાયો છે.
શહેરમાં અનેક નવાં ઓવર બ્રિજની સાથે આર્થિક મધ્યમ વર્ગના લોકો માટે ઘરની ખાસ ભેટ
– ધુમામાં રેલવે ઓવર બ્રિજ, ભાટ એપોલો સર્કલ ખાતે બ્રીજ બનશે. સાથે જ રીંગરોડ પર 10 બ્રિજ બનાવાશે.
– આર્થિક મધ્યમ વર્ગના લોકો માટો 2073 નવી ઔડાની સ્કીમો બનશે.
– સાણંદ ખાતે 1260,મહેમદાવાદમા 338,અસલાલીમાં 475 એમ કુલ 2073 નવા આવાસ બનાવામા આવશે.
– લોક ઉપયોગી ઓડિટોરીયમ / કોમ્યુનીટી હોલ કઠવાડા,દહેગામ અને શેલામાં બનાવવાશે
– ઔડા વિસ્તારમાં અધતન સ્મશાન ગૃહ બનાવવાની કામગીરી કાર્યરત છે .
– બોપલ ખાતે ફાયર સ્ટેશનનું કામ પૂર્ણ કરાશે.
ઔડા દ્વારા નવા આ પ્રોજેક્ટ માટે ફંડની ફાળવણી કરાઇ
– નવાટી.પી. ઝોનમાં રસ્તા બનાવવા 100 કરોડ
-જલ જીવન મિશન અંતર્ગત 45 ગામોમાં પાણીની સુવિધા પુરી પાડવા માટે 404.92 કરોડ
– વિવિધ વિસ્તારમાં ડ્રેનેજ પ્રોજેક્ટ તથા સ્ટ્રોમ વોટર ડ્રેનેજની ચાલુ કામગીરી તથા નવી કામગીરી માટે 81.59 કરોડ
– ઔડાના વિવિધ વિસ્તારોમાં તળાવ તથા ગાર્ડનના વિકાસ માટે રૂ17.80 કરોડ
-બાળકોના સર્વાંગી વિકાસ માટે રમત ગમત ના મેદાનો વિકસાવવા 10.69 કરોડ
– શહેરનું ગ્રીન કવર વધારવાં વૃક્ષારોપણ તથા નિભાવણી માટે રૂ2 કરોડ
– ગામડાઓમાં સી.સી. રોડ,પેવર બ્લોક,સ્મશાન ગૃહ બનાવવા તેમજ સ્ટ્રીટ લાઇટની કામગીરી માટે 16.80 કરોડ
-તળાવોને ડેવલોપ કરવાની કામગીરી માટે રૂપિયા 5 કરોડ
– સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ તથા સ્ટ્રોમ વોટરના પ્રોજેક્ટ માટે 1.50
-સત્તામંડળ ખાતે આઈ.ટી. સીસ્ટમને સુઢ બનાવવા માટેની 5 કરોડ