ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Corona Virus : સાવચેત રહેજો! અમદાવાદમાં કાળમુખો કોરોના ફરી ત્રાટક્યો! 7 કેસ નોંધાયા

અમદાવાદ શહેરમાં (Ahmedabad) આજે 20 મેના રોજ 7 જેટલા કોરોનાનાં કેસ નોંધાયા હોવાની માહિતી સામે આવી છે.
07:57 PM May 20, 2025 IST | Vipul Sen
અમદાવાદ શહેરમાં (Ahmedabad) આજે 20 મેના રોજ 7 જેટલા કોરોનાનાં કેસ નોંધાયા હોવાની માહિતી સામે આવી છે.
Corona_Gujarat_first main
  1. કોરોના વાઇરસને લઈ સૌથી મોટા સમાચાર આવ્યા (Corona Virus)
  2. અમદાવાદમાં કોરોનાનાં 7 કેસ નોંધાયા
  3. વટવા, દાણીલીમડા, નારોલ વિસ્તારમાં કેસ
  4. ગોતા, નવરંગપુરા, બોપલમાં કેસ નોંધાયા
  5. તમામ દર્દીઓ હોમ આઈસોલેશનમાં

COVID-19 : દુનિયાનાં અલગ-અલગ દેશોમાં ફરી એકવાર કોરોના એ માથું ઊંચક્યું છે. ત્યારે ભારતમાં પણ વિવિધ શહેરોમાં કોરોનાનાં કેસો (Corona Virus) નોંધાઈ રહ્યા છે. હવે, ગુજરાતમાં પણ કોરોનાએ દસ્તક દીધી છે. અમદાવાદ શહેરમાં (Ahmedabad) આજે 20 મેના રોજ 7 જેટલા કોરોનાનાં કેસ નોંધાયા હોવાની માહિતી સામે આવી છે. 2 વર્ષની બાળકીથી લઈ અને 72 વર્ષનાં વૃદ્ધા સુધીનાં લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે.

આ પણ વાંચો - Bhavnagar : રાજ્યમાં 16 મી વસ્તી ગણતરી દરમ્યાન સૌથી મોટું સિંહ કુટુંબ જોવા મળ્યો

કોરોના પોઝિટિવ સાતેય દર્દીઓને હોમ આઇસોલેશનમાં રખાયા

સમગ્ર વિશ્વને હંફાવી દેનારા કોરોના વાઇરસે (Corona Virus) ફરી એકવાર ગુજરાતમાં એન્ટ્રી કરી છે. માહિતી અનુસાર, અમદાવાદમાં ફરી એકવાર કોરોનાએ દેખા દીધી છે. શહેરમાં આજે એટલે કે 20 મેનાં રોજ 7 જેટલા કોવિડ-19 નાં કેસ નોંધાયા છે. 2 વર્ષની બાળકીથી લઈ અને 72 વર્ષનાં વૃદ્ધા સુધીનાં લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે. આ તમામ સાતેય દર્દીઓને હાલમાં હોમ આઇસોલેશનમાં રખાયા છે. શહેરનાં આરોગ્ય વિભાગને (Health Department) નાગરિકોને સાવચેતી રાખવા અને સ્વાસ્થ્યનું વધુ ધ્યાન રાખવા અપીલ કરી છે.

આ પણ વાંચો - Daman : કેન્દ્રીયમંત્રી રામદાસ આઠવલે કરી ચોંકાવનારી માગ, PM મોદીને પણ કરશે રજૂઆત!

વટવા, દાણીલીમડા, બહેરામપુરા, ગોતા, નારોલ અને નવરંગપુરામાં કેસ નોંધાયા

એશિયાનાં સિંગાપુર- હોંગકોંગ (Hong Kong-Singapore) સહિતનાં દેશમાં કોરોનાનાં કેસો નોંધાયા છે. ભારતમાં મુંબઈમાં (Mumbai) 50 થી વધુ કેસો નોંધાયા છે. ત્યારે હવે, ગુજરાત રાજ્યમાં પણ કોરોનાનાં કેસો સામે આવ્યા છે. અમદાવાદનાં વટવા, દાણીલીમડા, બહેરામપુરા, ગોતા, નારોલ અને નવરંગપુરા વિસ્તારમાં કોરોનાના કેસો નોંધાયા છે. તમામ સાત દર્દીઓ હોમ આઈસોલેશનમાં (Home Isolation) સારવાર હેઠળ છે. મણીનગરની લેબોરેટરીમાં હોસ્પિટલમાં ચાર દર્દીઓ અને બાકીનાં ત્રણ દર્દીઓએ ખાનગી લેબોરેટરીમાં ટેસ્ટ કરાવ્યો હતો.

આ પણ વાંચો - Jamnagar : હોટેલ-રેસ્ટોરન્ટમાં ખાતા પહેલા ચેતજો! હવે કેરીનાં રસમાંથી નીકળ્યો વંદો!

Tags :
BehrampuraCorona Cases in AhmedabadCorona cases in GujaratCorona VirusCovid-19GotagujaratfirstnewsHealth DepartmentHome IsolationHong KongManinagarMUMBAINarolNavrangpuraSingaporeTop Gujarati News
Next Article