Home » 39 જેટલા ગુનામાં વોન્ટેડ ડફેર આરોપી આવી ગયો ક્રાઇમ બ્રાન્ચની ગિરફ્તમાં
39 જેટલા ગુનામાં વોન્ટેડ ડફેર આરોપી આવી ગયો ક્રાઇમ બ્રાન્ચની ગિરફ્તમાં
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject
56
ડફેર તથા જત ગેંગના વોન્ટેડ આરોપીની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે (Ahmedabad Crime Branch) ધરપકડ કરી છે. આરોપી વિરુદ્ધમાં ધાંગધ્રા પોલીસ સ્ટેશનમાં સહિત કુલ 39 જેટલા ગુના દાખલ થયેલા છે. પેલા કેટલાય સમયથી તે નાસતો ફરતો હતો. પરંતુ ક્રાઈમ બ્રાન્ચ અને બાતમી મળતા આરોપીને ઝડપી લીધો છે.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ડફેર તથા જત ગેંગના વોન્ટેડ આરોપી રોમિઝ ખાન ઉર્ફે રોંકી મોહમ્મદ ખાનની ધરપકડ કરી છે. આરોપી વિરુદ્ધમાં અગાઉ ધાંગધ્રા પોલીસ સ્ટેશનમાં ગુજસીટોક (Gujsitok) અંતર્ગત ગુનો દાખલ થયો છે. આરોપી ચાલુ વાહનમાં તાડપત્રી તોડીને ચોરી કરવાના 39 ગુનામાં વોન્ટેડ હતો. આરોપીએ લખતર, બજાણા, હળવદ, વિરમગામ સાણંદ અને ચાંગોદર સહિત અનેક વિસ્તારમાં ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે.
આરોપી રોમિઝ ખાન ગેડિયા ગેંગના વસીમખાન, રસુલ ડફેર, શરીફ અલારખ ડફેર તેમજ અન્ય કેટલાક લોકોની ગેંગનો સભ્ય રહી રાત્રિના સમયે હાઈ-વે પર ટ્રક પસાર થઈ રહ્યો હોય ત્યારે ટ્રકની પાછળ પોતાનું વાહન રાખી તેના પર ચઢીને તાડપત્રી કાપી તેમાંથી માલ સામાનની ચોરી કરવાની ટેવ ધરાવે છે.
પકડાયેલ આરોપી અગાઉ અમદાવાદ (Ahmedabad) ગ્રામ્યના બાવળા, ચાંગોદર તેમજ માલવણ પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુનામાં પકડાઈ ચૂકેલ છે. હાલમાં પોલીસે (Ahmedabad Police) આરોપીની પૂછપરછ શરૂ કરીને વધુ તપાસ હાથ ધરી છે. જો કે તપાસ દરમિયાન અન્ય ગુનાના ભેદ ઉકેલાઇ શકે છે.
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject