- ભગીરથ ફુલ ધાધલ – બોટાદ
- સત્યજીત અનક મોડા-બોટાદ
- અલ્પેશ માનસીંગ ડાંડોળીયા – બોટાદ
- ઉદયરાજ માત્રેશ માંજરીયા – બોટાદ
- દિલીપ દડુ ભાંભળા – બોટાદ
- કિરીટ વલકુબોરીચા- બોટાદ
- અજીત ભુપત પટગીર- બોટાદ
- મુકેશ રામજી કેરાલીયા – સુરેન્દ્રનગર
- ભાવેશ દિનેશ મકવાણા- સુ.નગર
- પ્રદિપ રણ વાળા-સુ.નગર
- પ્રતાપ ભુપત ભાંભળા- સુરેન્દ્રનગર
- વિનોદ નટુ વ્યાસ – સુરેન્દ્રનગર
- કિશોર બાવકુ ધાધલ – રાજકોટ
- મહિપાલ ભગુ બોરીચા – રાજકોટ
- રવિરાજ બાબ ખાચર – બોટાદ
- રવિ માત્રા ખાચર – બોટાદ
- શક્તિ જેઠસુર બસીયા – બોટાદ
- નાગજી જેસીંગ સાંકળીયા – બોટાદ
- રમેશ રસીક ગોહીલ – બોટાદ
- સુરેશ દેવકુ ખાચર – બોટાદ
- ચીરાગ મુકેશ જાદવ – સુરેંદ્રનગર
- ગુંજન પ્રકાશ ધામેલ – સુરેંદ્રનગર
- દેવેન્દ્ર ઉર્ફે ડેનડુ બોરીચા- સુરેન્દ્રનગર – મુખ્ય આરોપી
- ચાંપારાજ ખાચર – સુરેન્દ્રનગર- મુખ્ય આરોપી
Home » ગુજરાતમાં ગન કલ્ચર : ATSએ ઉગતાવેંત જ ડામી દીધું
ગુજરાતમાં ગન કલ્ચર : ATSએ ઉગતાવેંત જ ડામી દીધું
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject
89
ગુજરાત ATSએ હથિયારની તસ્કરીના મસમોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. ગુજરાત ATSએ 24 આરોપીઓની ૫૪ જેટલા હથિયારો સાથે ધરપકડ કરી લીધી છે. તમામ હથિયારો ભારતીય બનાવટના હોવાનું સામે આવી રહ્યું છે. સૌરાષ્ટ્રના અલગ-અલગ ગામડાંઓ આ હથિયારના સોદા કરવામાં આવતા હતા. ગુજરાત ATSને બાતમી મળી હતી કે અમદાવાદમાં હથિયારની હેરાફેરી કરવા મર્ડરનો આરોપી કે જે પેરોલ પર ફરાર છે તે આવવાનો છે અને પછી તો બસ હથિયારોનું મોટું રેકેટ માત્ર 24 કલાકમાં ગુજરાત ATSએ ઝડપી પાડ્યું
ગુજરાત ATSના ઘૂંટણિયે પડી ગયેલા આરોપીઓ મોતના સમાનની તસ્કરી કરતા હતા. આ આરોપીઓ એક બે નહિ પરંતુ 100 જેટલા હથિયારોની તસ્કરી કરી ચૂક્યા છે. ગુજરાત ATS દ્વારા હાલ 24 આરોપીઓની ધપરકડ કરીને 54 ઇન્ડિયન મેઇડ પિસ્ટલ કબ્જે કરી છે. આરોપીઓએ કારતૂસ ગુપ્ત જગ્યાએ દાટેલી હોવાની માહિતીના આધારે શોધખોળ શરૂ કરી દીધી છે. ગુજરાત ATSના કબજામાં રહેલા તમામ આરોપીઓ સૌરાષ્ટ્ર વિસ્તારના હોવાનું સામે આવ્યું છે. ATSની પ્રાથમિક તપાસમાં આ હથિયારો આ આરોપીઓ ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં ગુનાહિત પ્રવૃતિ આચરવા માટેની ફિરાકમાં હતા.
આ રહી આરોપીઓના નામ સાથેની વિગત
ગુજરાત ATSએ હથિયારના સોદાગરોને ઘૂંટણિયે પાડ્યા. ગાંધીના ગુજરાતમાં મોટી માત્રામાં ડ્રગ્ઝ મળી આવ્યું અને હવે મોટી સંખ્યામાં હથિયારો પણ મળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત ATS આ કેસમાં સૌ પ્રથમ દેવેન્દ્ર બોરીચા અને ચાંપરાજ ખાંચરની અમદાવાદના આસ્ટોડિયા દરવાજા પાસેથી બંને આરોપીઓ પાસેથી બે-બે હથિયાર એમ કુલ 04 હાથ બનાવટની પિસ્ટલ કબ્જે કરી હતી.
બંને આરોપીઓની સઘન પૂછપરછમાં તેમની પાસેથી મળી આવેલા આ ચારેય હથિયાર મધ્યપ્રદેશના કુક્ષી જિલ્લાના બાગ ગામમાંથી ખરીદી કરી હતી અને વડોદરા ખાતેના વનરાજ નામના શખ્શને સપ્લાય કરવા માટે જવાના હતા. અત્યાર સુધીમાં આ તમામ આરોપીઓએ મધ્યપ્રદેશના ધાર ખાતેથી 100 જેટલી બનાવટી પિસ્ટલ લાવી સૌરાષ્ટ્રના જુદા જુદા જીલાઓ જેમકે સુરેન્દ્રનગર, બોટાદ અને રાજકોટના કેટલાક શખશોની વેચી દીધેલા હોવાની કેફિયત આરોપીઓએ પોલીસ સમક્ષ કરી છે જે પૈકી ATSએ 54 હથિયાર કબ્જે કરી વેચેલા વધુ હથિયાર કબ્જે કરવાની તજવીજ હાથ ધરી છે.
અમેરિકા બાદ હવે ગુજરાતમાં ગન કલ્ચર એક્ટિવ થયું હોય તેવા એંધાણ દેખાઈ રહ્યા છે કારણકે ATSએ પકડેલા 24 આરોપીઓ પાસે 54 જેટલી પિસ્ટલ કબ્જે કરવામાં આવી છે ત્યારે હવે જોવું એ રહયું કે ATSની તપાસમાં આવા કેટલા લબરમુછીયાઓ ગેરકાયદેસર હથિયાર લઈને ગુજરાતની ગલીઓમાં ફરી રહ્યા છે.
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject