Gujarat High Court : 6 વર્ષની કાયદાકીય લડાઈ બાદ 15000 ખેડૂતોને હાશકારો!
- રાજ્યના હજારો ખેડૂતોના હિતમાં હાઇકોર્ટનો મહત્ત્વનો ચુકાદો (Gujarat High Court)
- વર્ષ 2017-18 ના પૂરમાં થયેલા નુકસાન વળતર અંગે મહત્ત્વનો હુકમ
- 15000 જેટલા ખેડૂતોને પાકનાં નુકસાન બદલે પાક વીમાની રકમ મળશે
- છ વર્ષની કાયદાકીય લડાઈ બાદ ખેડૂતોને હાઇકોર્ટ તરફથી રાહત મળી
- સુરેન્દ્રનગર, મોરબી, પાટણ, બનાસકાંઠા સહિતના જિલ્લાઓમાં મળશે વળતર
Ahmedabad : રાજ્યનાં હજારો ખેડૂતોનાં હિતમાં ગુજરાત હાઈકાર્ટે (Gujarat High Court) મહત્ત્વનો ચુકાદો આવ્યો છે. વર્ષ 2017-18 માં આવેલા પૂરમાં ખેડૂતોને ભારે નુકસાન વેઠવું પડ્યું હતું. આ નુકસાનનાં વળતર માટેની ખેડૂતોની લડાઈ હાઈકોર્ટ સમક્ષ પહોંચી હતી. ત્યારે આજે હાઈકોર્ટે આ મામલે મહત્ત્વનો ચુકાદો આપતા 15000 જેટલા ખેડૂતોને પાકના નુકસાન બદલે પાક વીમાની રકમ ચુકવવી પડશે તેવો હુકમ કર્યો છે. SBI ઇન્શ્યોરન્સ કંપનીને (SBI Insurance Company) ખેડૂતોને વળતર ચૂકવવા હાઇકોર્ટે હુકમ કર્યો છે. આ આદેશ હેઠળ કંપનીને 8% વ્યાજ સાથે 7 કરોડ ઉપરાંતની રકમ ચૂકવવી પડશે.
આ પણ વાંચો -યુવાનો માટે કારકિર્દીની નવી તકો પુરુ પાડતું, Sigma University નું નવું જૉબ પોર્ટલ લોન્ચ
15000 ખેડૂતોને પાક વીમાની રકમ ચૂકવવા Gujarat High Court નો આદેશ
પ્રાપ્ત મહિતી અનુસાર, વર્ષ 2017-18 માં આવેલા પૂરમાં સુરેન્દ્રનગર, મોરબી, પાટણ, બનાસકાંઠા સહિતના જિલ્લાઓમાં ખેડૂતોને મોટું પાક નુકસાન વેઠવું પડ્યું હતું. આ નુકસાન સામે ખેડૂતોએ પાક વીમા વળતરની માગ કરી હતી. જો કે, SBI ઇન્શ્યોરન્સ કંપનીએ ખેડૂતોને વળતરની માગ સામે વાંધો ઉઠાવતા મામલો હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો. જો કે, આ મામલે આજે હાઈકોર્ટમાં (Gujarat High Court) સુનાવણી હાથ ધરાઈ હતી. ઉચ્ચ ન્યાયાલયે ખેડૂતોનાં હિતમાં મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે 15 હજાર જેટલા ખેડૂતોને થયેલા નુકસાન બદલે પાક વીમાની રકમ ચૂકવવા માટે ઇન્શ્યોરન્સ કંપનીને આદેશ કર્યો છે.
આ પણ વાંચો -Kutch Triple Accident : કાર અને ટ્રેલર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 4 જીવતા ભૂંજાયા
8% વ્યાજ સાથે 7 કરોડ ઉપરાંતની રકમ કંપનીએ ચૂકવવી પડશે
નોંધનીય છે કે, છ વર્ષની કાયદાકીય લડાઈ બાદ ખેડૂતોને હાઇકોર્ટ તરફથી મોટી રાહત મળી છે. સુરેન્દ્રનગર, મોરબી, પાટણ, બનાસકાંઠા સહિતના જિલ્લાઓમાં ખેડૂતોને વળતર આપવામાં આવશે. માહિતી મુજબ, ઇન્સ્યોરન્સ કંપનીનાં વાંધાઓને સ્વીકારવા હાઇકોર્ટ ઇનકાર કર્યો છે. 8% વ્યાજ સાથે 7 કરોડ ઉપરાંતની રકમ ઇન્શ્યોરન્સ કંપનીએ ચૂકવવી પડશે. સરકારે નિમિલી કમિટીનાં રિપોર્ટ બાદ ખેડૂતોને આ વળતર ચૂકવાશે. કોર્ટે કહ્યું કે, ઇન્શ્યોરન્સ કંપનીને રિપોર્ટ સામે વાંધો હોય તો લડત આપી શકે છે. ઇન્શ્યોરન્સ કંપની (SBI Insurance Company) અને સરકારનાં કરાર વચ્ચે ખેડૂતોને હાનિ નહીં થાય. હાઈકોર્ટનાં આ ચુકાદાથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. વર્ષોથી લડત લડી રહેલા ખેડૂતોએ ઉચ્ચ ન્યાયાલયનો નિર્ણય આવકાર્યો છે અને આભાર વ્યક્ત કર્યો છે.
આ પણ વાંચો -Surat : 100 થી વધુ નકલી પ્રોડક્ટ બને છે સુરતમાં, ડુપ્લિકેટનું હબ બની રહ્યું છે રંગીલું શહેર


