Home » પત્ની સાથે છુટાછેડાના માત્ર 4 જ મહિનામાં યુવકની પૂર્વ પ્રેમિકા સાથેના ફોટા કેવી રીતે થયા વાયરલ
પત્ની સાથે છુટાછેડાના માત્ર 4 જ મહિનામાં યુવકની પૂર્વ પ્રેમિકા સાથેના ફોટા કેવી રીતે થયા વાયરલ
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject
104
અત્યાર સુધી યુવતીના ફોટા વાયરલ થયા હોય અને યુવતીએ ફરિયાદ નોંધાવી હોય તેવા કિસ્સા સામે આવી ચુક્યા છે, પરંતુ અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાંચમાં આજે એક યુવકે ફરીયાદ નોંધાવી છે કે પોતાની પૂર્વ પ્રેમિકા સાથેના પોતાની પાસે રહેલા ફોટા કોઈ અજાણ્યા વ્યક્તિએ વાયરલ કર્યા છે.
આ વાત છે અમદાવાદ શહેરના ચાંદલોડીયા વિસ્તારમાં રહેતા એક યુવાનની કે જે પોતાની યુવાની સમયે કોલજ કાળ દરમિયાન પોતાની પ્રેમિકા સાથેના અંગત પળોના ફોટા પાડ્યા હતા. આ ફોટોગ્રાફ યુવાને પોતાની પાસે રહેલી પેન ડ્રાઈવમાં રાખ્યા હતા અને બાદમાં કોલેજ પૂરી થયા બાદ સમાજના લીધે યુવક અને યુવતીના લગ્ન થઇ શક્યા નહોતા અને બાદમાં યુવકના લગ્ન વર્ષ 2018માં અન્ય યુવતી સાથે થાય હતા અને વર્ષ 2022માં મનમેળ નહીં આવતા યુવકના છૂટાછેડા થઈ ગયા હતા અને છૂટાછેડાના થોડાક મહિનાઓ બાદ યુવકના મોબાઈલ ફોનમાં એક દિવસ વોટ્સએસપ પર અજાણ્યા નંબર પરથી મેસેજ આવ્યો હતો અને તે મેસેજમાં યુવકની પૂર્વ પ્રેમિકા સાથેના અંગત પળોના ફોટા હતા અને આ મેસેજ જોતાની સાથે જ યુવકના પગ નીચેથી જમીન સરકી પડી હતી.
વર્ષો બાદ પૂર્વ પ્રેમિકા સાથેના ફોટા મેસેજમાં આવ્યા
આઠેક વર્ષ પહેલા યુવકના જે યુવતી સાધ સુંવાળા સબંધો હતા. તેના ફોટા પોતાની પેનડ્રાઇવમાં યુવકે રાખ્યા હતા. તે બાબતની જાણ પોતાના સિવાય કોઈને નહોતી અને તે છતાંય આ ફોટા કેવી રીતે વાયરલ થઈ ગયા તેને લઈને ફરિયાદી પોતે પણ અચંબામાં આવી ગયો હતો. આથી આખરે કંટાળેળા યુવકે આ સમગ્ર બાબતને લઈને અમદાવાદ સાયબર ક્રાઇમમાં અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ સત્તાવાર રીતે ફરિયાદ નોંધવી છે.
સાયબર ક્રાઇમની તપાસમાં હાલ સુધી કોઈ એવા નક્કર પુરાવો મળી આવ્યા નથી જેના પરથી તે સાબિત થઈ શકે કે આ તમામ બાબતની પાછળ કોઈ જાણ ભેદુ હોઇ શકે છે. ત્યારે હાલ સાયબર ક્રાઇમ બ્રાન્ચે યુવકને જે નંબર પરથી મેસેજ આવ્યો હતો. આ નંબરની તપાસ હાથ ધરી છે ઉપરાત ફરિયાદીને શંકા છે કે પોતાના છૂટાછેડા થયા બાદના થોડાક મહિનાઓ બાદ આ પ્રકારના ફોટા વાયરલ થયા છે તો આ મુદ્દાને ધ્યાને રાખીને પણ સાયબર ક્રાઇમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે..
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject