Home » સોલામાં ટીવીમાં ચેનલ બંધ થઈ જવાનાં ઝધડામાં પત્નીએ પતિની હત્યાને આપ્યો અંજામ
સોલામાં ટીવીમાં ચેનલ બંધ થઈ જવાનાં ઝધડામાં પત્નીએ પતિની હત્યાને આપ્યો અંજામ
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject
176
અમદાવાદનાં હાલમાં જ એલીસબ્રિજ વિસ્તારમાં 4 લાખમાં સોપારી આપી પતિની હત્યા કરનાર પત્નિને ઝડપીને પોલીસે જેલહવાલે કરી છે, તેવામાં સોલા વિસ્તારમાં પણ પત્નિએ પતિની હત્યાને અંજામ આપ્યો હોવાની ધટના બની છે. ટીવીમાં ચેનલ બંધ થઈ જતા પતિએ દિકરાને માર માર્યો.જે જોઈને પત્ની દિકરાના બચાવવા જતા પતિ પર છરીથી હુમલો કર્યો હતો . જેમા પતિનું મોત નિપજતા સોલા પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપી મહિલાની ધરપકડ કરી છે.
સોલા પોલીસે દિપમાલા યાદવ નામની મહિલાની હત્યાનાં ગુનામાં ધરપકડ કરી છે.ઘટનાની વાત કરીએ તો ચાંદલોડિયા વિસ્તારમાં આવેલી જય અદિતિ સોસાયટીમાં વિજયસિંહ યાદવ પત્ની દીપમાલા એક દીકરો તથા 2 દીકરીઓ સાથે રહેતા હતા. હત્યાના દિવસે વિજયસિંહ યાદવ ટીવી જોતા હતા, ત્યારે ચેનલ બંધ થઈ ગઈ હતી.તો તે પત્ની અને બાળકો પાસે ગયા અને કહેવા લાગ્યો કે તમે જ ચેનલ બંધ કરી છે.આટલું કહીને તેમના 10 વર્ષના દીકરાને માર મારવા લાગ્યો હતો. દીકરાને મારમાંથી છોડાવવા પત્ની વચ્ચે પડી હતી.પત્નીના હાથમાં નજીકમાં પડેલ છરી આવતા પત્નીએ છરી પતિના છાતી પર મારી હતી. છરી વાગતા જ વિજયસિંહ જમીન પર ઢળી પડ્યા હતા. અને હોસ્પીટલમા સારવાર લઈ જતા તેમનુ મોત નિપજયુ હતુ.
મૃતક વિજયસિંહ યાદવ મૂળ હરિયાણાના રહેવાસી છે.વિજયસિંહ અને દિપમાલાનો 19 વર્ષનો લગ્ન જીવન હતો.ત્રણ સંતાન સાથે સુખી જીવન જીવતા હતા.વિજયસિંહ યાદવ એ.એમ.ટી.એસ બસમાં ડ્રાઇવર તરીકે નોકરી કરતા હતા. પરંતુ કોઈ કારણથી 15 દિવસથી તેમની નોકરી છૂટી ગઈ હતી. અને તેઓ ઘરે બેકાર હતા. આ બેકારીના કારણે વિજયસિંહ પોતાની પત્ની અને બાળકોને સતત માર મારતા હતા. ઘટનાના દિવસે પણ ચેનલ બંધ થવાની સામાન્ય બાબતે પોતાના દિકરાને માર મારતા પત્નીએ હત્યા કરી દીધી હતી.
ગુસ્સા અને ઉશ્કેરાટના કારણે પત્નીને જેલ હવાલે જવુ પડયુ તો પતિને જીદંગી ખોવી પડી છે.જયારે ત્રણ સંતાનોને માતા-પિતાની છત્રછાયા ખોવી પડી છે. હાલમા સોલા પોલીસે મહિલાની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે..
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject