Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad:ભારતની સર્વપ્રથમ સાયકોડ્રામા કોન્ફરન્સ અમદાવાદમાં યોજાશે, વાંચો આ અહેવાલ

Ahmedabad: “આદિઃ એ ન્યુ બિગીનીંગ” ભારતની સર્વપ્રથમ સાયકોડ્રામા કોન્ફરન્સ અમદાવાદમાં તારીખ 18 અને 19 જાન્યુઆરી, 2025ના રોજ યોજાશે.
ahmedabad ભારતની સર્વપ્રથમ સાયકોડ્રામા કોન્ફરન્સ અમદાવાદમાં યોજાશે  વાંચો આ અહેવાલ
Advertisement
  1. કોન્ફરન્સ તારીખ 18 અને 19 જાન્યુઆરી, 2025ના રોજ યોજાશે
  2. 100 વર્ષની ઉજવણીનાં ભાગરૂપે આ કાર્યક્રમનું આયોજન
  3. 13 જેટલા પ્રયોગશીલ વર્કશોપ્સનું આયોજન કરવામાં આવ્યું

Ahmedabad: “આદિઃ એ ન્યુ બિગીનીંગ” ભારતની સર્વપ્રથમ સાયકોડ્રામા કોન્ફરન્સ અમદાવાદમાં તારીખ 18 અને 19 જાન્યુઆરી, 2025ના રોજ યોજાશે. આ કોન્ફરન્સનું આયોજન સાયકોડ્રામા ઈન ઈન્ડિયા (પીઆઇઆઈ) દ્વારા કરવામાં આવ્યું છે. જે માનસ ધ ઈનસાઈડ સ્ટોરી (એમટીઆઇએસ)નું એક પગલું છે. આ સિમાચિન્હરૂપ કાર્યક્રમ સાયકોડ્રામાનાં પ્રણેતા ડૉ.જે એસ મોરેનોને હૃદયસ્પર્શી સ્મરણાંજલિ છે. જેમણે માનસિક સ્વાસ્થય સંભાળમાં પાયાનું પ્રદાન કર્યું છે અને તેની 100 વર્ષની ઉજવણીનાં ભાગરૂપે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો: ગાયનું નકલી ઘી બજારમાં ઠાલવી મહિને કરોડો કમાતા ગુનેગારોને SMC એ પકડ્યા

Advertisement

સાયકોડ્રામેટિસ્ટસ દ્વારા 13 પ્રયોગશીલ વર્કશોપ્સનું આયોજન

બે દિવસનાં આ કાર્યક્રમમાં વિશ્વનાં જાણીતા સાયકોડ્રામેટિસ્ટસ દ્વારા 13 પ્રયોગશીલ વર્કશોપ્સનું આયોજન કરવામાં આવ્યું છે. તેનાથી આ કાર્યક્રમમાં ભાગ લઈ રહેલા લોકોને સાયકોડ્રામાનાં ગ્રૂપ થેરાપી અભિગમ સાથે જોડાવાની અજોડ તક મળશે. સાયકોડ્રામા થેરાપી તેની વિશેષ લાક્ષણિકતાઓ જેમકે લાગણીશીલ માવજત, સ્વજાગૃતિ અને આંતરઅંગત સંબંધ માટે જાણીતી છે. ભારતની સંસ્કૃતિ અને માનસિક સ્વાસ્થય જરૂરિયાતોનાં સંદર્ભમાં સાયકોડ્રામા થેરાપી વિશેષપણે અનુકૂળ છે.

Advertisement

આ પણ વાંચો: Gujarat: રાજ્યમાં વધુ એક HMPV વાયરસનો કેસ નોંધાયો, પોઝિટવ કેસનો આંકડો વધ્યો

જાણો આ કાર્યક્રમમાં કોણ કોણ હાજર રહેશે?

આ કાર્યક્રમમાં આંતરરાષ્ટ્રીય તજજ્ઞો ભાગ લેશે. તેમાં ડૉ. માર્સિયા કાર્પ અને સુશ્રી ઈવા ફલસ્ટોર્મ બોર્ગ (ફેડરેશન ઓફ યુરોપિયન સાયકોડ્રામા ટ્રેનીંગ ઓર્ગેનાઈઝેશન્સનાં સ્થાપક સભ્યો), ડો. કલાર્ક બેઈમ (બ્રિટિશ સાયકોડ્રામા એસોસિએશનના ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ) ડો. જોશેન બેકર – એબલ, સુશ્રી સવિતા ધવન અને ક્લોસ અર્ન્સટ હાર્ટર (જર્મની) તેમજ સુશ્રી જુલિયા વિન્કલર નનાટ્ટુ (એસ્ટોનિયા)નો સમાવેશ થાય છે. ડૉ. જે એસ મોરેનોના પુત્ર ડૉ. જોનાથન મોરેનો આ ઈવેન્ટમાં યુનાઈટેડ સ્ટેટસથી વર્ચ્યુઅલી જોડાશે અને શતાબ્દી શ્રદ્ધાંજલિને અંગત સ્પર્શ આપશે.

આ પણ વાંચો: Jamnagar: રાજ્યપાલ આચાર્ય દેવવ્રત બે દિવસ જામનગરની મુલાકાતે, એરપોર્ટ પર કરાયું ઉષ્માભેર સ્વાગત

આંતરરાષ્ટ્રીય તજજ્ઞો આ કાર્યક્રમમાં ભાગ લેવાના છે

આ ઈવેન્ટમાં ભારતમાંથી ભાગ લઈ રહેલા નિષ્ણાતોમાં ડૉ. ટી ટી શ્રીનાથ (ચેન્નાઈ), સુશ્રી રશ્મિ દત્ત (મહિલા વેદડ્રામા, દિલ્હી), સુશ્રી મગદાલિન જયરાથનમ (ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ સાયકોડ્રામા, ચેન્નાઈના સ્થાપક) અને સુશ્રી સરિતા શાહ (અમદાવાદ)નો સમાવેશ થાય છે. સાયકોડ્રામા તે માત્ર સમય અને ખર્ચમાં જ અસરકારક છે તેવું નથી. આઘાત, ઉચાટ અને સંબંધોનાં પડકારોને અસરકારક ગાઢ રીતે સંબોધવામાં સાયકોડ્રામા અગત્યની ભૂમિકા ભજવે છે. સાયકોડ્રામામાં ગ્રુપ થેરાપી અને વ્યક્તિગત અનુભવો પર વધારે ભાર મૂકવામાં આવે છે, જેનાથી લાગણીશીલ અને મનોવૈજ્ઞાનિક સારસંભાળ માટે સાયકોડ્રામા શક્તિશાળી પધ્ધતિ પૂરવાર થયું છે. ભારતમાં કાર્યરત સાયકોડ્રામાનો હેતુ તમામ ભારતીય સંસ્થાઓ સમાન પ્લેટફોર્મ પર આવે અને વૈશ્વિક ધોરણો પ્રમાણે તાલીમ અને પ્રમાણપત્રનું ધોરણ અપનાવે તેવો છે. ભારતની વૈવિધ્યકૃત વસતિને અસરકારક રીતે સંબોધવામાં સાયકોડ્રામા માટે આ કોન્ફરન્સ અગત્યનું પગલું પૂરવાર થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.

Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો 

Tags :
Advertisement

.

×