Ahmedabad: ખ્યાતિ હોસ્પિટલના આરોપી રાજશ્રી કોઠારીના 10 દિવસ સુધી રિમાન્ડ મંજૂર કર્યા, થયા અનેક ખુલાસાઓ
- આરોપી રાજશ્રી કોઠારીને અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવ્યાં હતાં
- અગાઉ અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટે આગોતરા જામીન કર્યા હતા રદ
- અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા 10 દિવસ સુધી રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યાં
Khyati Hospital Scam, Ahmedabad: રાજ્યભરમાં અત્યારે ‘ખ્યાતિ કાંડ’ ખુબ જ ચર્ચાનો વિષય બન્યો છે. જેમાં અત્યારે અનેક પ્રકારના ખુલાસાઓ પણ થઈ રહ્યાં છે. નોંધનીય છે કે, આ કેસમાં અત્યાર સુધીમાં કેટલાક આરોપીઓની અટકાયત પણ કરવામાં આવી છે. ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં આરોપી રાજશ્રી કોઠારીને આજે અમદાવાદની ગ્રામ્ય કોર્ટેમાં રજૂ કરવામાં આવ્યાં હતાં. અહીં કોર્ટ દ્વારા રાજશ્રી કોઠારીના 10 દિવસ એટલે કે 25 ડિસેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યાં છે.
હવે ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં અનેક નવા ખુલાસાઓ થશે
નોંધનીય છે કે, ખ્યાતિ કાંડના આરોપી ડાયરેક્ટર રાજશ્રી કોઠારીને અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવ્યાં હતા. અગાઉ અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટે રાજશ્રી કોઠારીના આગોતરા જામીન રદ કર્યા હતા અને આજે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા દસ દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી અને કોર્ટે રિમાન્ડ મંજૂર પણ કરી દીધી છે. હવે આ કેસમાં અનેક નવા ખુલાસાઓ થવાની પણ સંપૂર્ણ શક્યતાઓ દેખાઈ રહીં છે. જો કે, ખ્યાતિ કાંડ અત્યારે ખુબ જ ચર્ચાનો વિષય બન્યો છે.
સરકાર પાસેથી 16 કરોડથી વધુ રૂપિયા ખંખેરવામાં આવ્યાં
સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટરની કોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતીં. આ મામલે એવું સામે આવ્યું છે કે, હોસ્પિટલ તરફથી બસ મોકલી લોકોને સારવાર માટે લાવવામાં આવતા હતાં. એટલું જ નહીં પરંતુ જે ડૉકટર તપાસ કરે અને ઓપરેશન કરે તેની નોંધણી હોવી જરૂરી છે. પરંતુ ડૉ. પ્રશાંત વજીરણીની નોંધ થઈ ન હતી. 956 દિવસ હોસ્પિટલ ચાલી જેમાં અનેક ઓપરેશન કરવામાં આવ્યા અને સરકાર પાસેથી 16 કરોડથી વધુ પૈસા મેળવવામાં આવ્યા હતાં.
આ પણ વાંચો: Khyati કાંડ મુદ્દે પ્રફુલ પાનસેરિયાનું ચોંકાવનારું નિવેદન
પહેલા કેમ્પ થતા અને પછી લોકોને હોસ્પિટલમાં લાવવામાં આવતાં
વધારે વિગતે વાત કરવામાં આવે તો, 10/11/2024 ના રોજ બોરીસનામાં કેમ્પ થયો હતો જેમાં અનેક માણસો તપાસવામાં આવ્યા હતાં. અહીં લોકોને ઓપરેશન કરાવવા માટે કહેવામાં આવતું અને જો દર્દી કે દર્દીના પરિવારજનો ઓપરેશન કરવાની ના પાડે તો આ લોકો કહેતા કે, ‘તમારે ક્યાં પૈસા આપવાના છે, પૈસા તો સરકાર આપશે’ એમ કહીને ઓપરેશન થતાં હતા. પરંતુ આ દરમિયાન બે લોકોના મોત થયા અને સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો. જો 2 મોત ના થયાં હોત તો હજી પણ આવી રીતે જ સરકાર સાથે છેતરપિંડી અને લોકોને સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યાં હોત.
આ પણ વાંચો: Khyati કાંડના આરોપીઓ લોકોના હ્રદય ચીરીને સરકારને ચૂનો ચોપડતાં
‘ખ્યાતિ કાંડ’માં અત્યાર સુધીમાં 112 લોકોના મોત થયા
ખ્યાતિ હોસ્પિટલમાં અત્યાર સુધી 112 લોકોના મોત થયા છે. આ મામલે અત્યારે વિગતવાર તપાસ ચાલુ છે કે કેવી રીતે મોત થયા? નાના નાના ગામમાં કેમ્પ કરવામાં આવતા અને જેમની પાસે કાર્ડ હોય તેમને અલગ તારવવામાં આવ્યા હતા. આ લોકો માત્ર પૈસા માટે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી સરકાર પાસેથી કરોડો રૂપિયા સેરવી રહ્યાં હતો. બે મોતની ઘટના બાદ શંકાસ્પદ મોત મામલે બીજી 4 અરજી મળી છે. PM રિપોર્ટમાં આનો ખુલાસો થયો છે કે મૃતકોને ઓપરેશનની જરૂર ન હતી. છતાં મલ્ટી લેવલ માર્કેટિંગ કરીને ઓપરેશન કરવામાં આવતાં હતાં. આ મામલે અત્યારે કાર્યવાહીનો દોર ચાલી રહ્યો છે.
આ પણ વાંચો: Khyati Hospital Scam : અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આરોપી સંજય પટોળિયાની કરી ધરપકડ


