ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Khyati Hospital Scam : સંચાલક કાર્તિક પટેલની અરજી પર સુનાવણી, વાંચો બંને પક્ષે શું કરી દલીલ ?

કાર્તિક પટેલના વકીલે પીડિતોને વળતર આપવાની તૈયારી દર્શાવી છે.
02:24 PM Jan 03, 2025 IST | Vipul Sen
કાર્તિક પટેલના વકીલે પીડિતોને વળતર આપવાની તૈયારી દર્શાવી છે.
Khyati_Gujarat_first
  1. Khyati Hospital Scam માં સંચાલક કાર્તિક પટેલની અરજી પર સુનાવણી
  2. શું આ પ્રકારની ઘટના માટે ડાયરેક્ટર જવાબદાર હોઈ શકે ? : કાર્તિકનાં વકીલ
  3. અરજી કાર્તિક પટેલે નહીં પણ અન્ય વ્યક્તિએ કરી : સરકારી વકીલ

અમદાવાદનાં (Ahmedabad) બહુચર્ચિત ખ્યાતિ હોસ્પિટલકાંડ (Khyati Hospital Scam) મામલે સંચાલક કાર્તિક પટેલની આગોતરા જામીન અરજી પર આજે સુનાવણી હાથ ધરાઈ છે. અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં સુનાવણી દરમિયાન સરકારી વકીલે જામીન અરજી પર અનેક સવાલ ઉઠાવ્યા છે. જ્યારે બીજી તરફ કાર્તિક પટેલના (Kartik Patel) વકીલે પીડિતોને વળતર આપવાની તૈયારી દર્શાવી છે.

આ પણ વાંચો - Surat : સુરતમાં નકલી તબીબોનો રાફડો ફાટ્યો! વધુ 6 Bogus Doctors ઝડપાયા

કાર્તિક પટેલના વકીલે પીડિતોને વળતર આપવાની તૈયારી દર્શાવી

અમદાવાદનાં ખ્યાતિ હોસ્પિટલકાંડ (Khyati Hospital Scam) મામલે આજે અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં (Ahmedabad Rural Sessions Court) હોસ્પિટલનાં સંચાલક કાર્તિક પટેલની આગોતરા જામીન અરજી પર સુનાવણી હાથ ધરાઈ છે. સુનાવણી દરમિયાન કાર્તિક પટેલના વકીલ અને સરકારી વકીલે વચ્ચે જબરદસ્ત દલીલ થઈ. કાર્તિક પટેલનાં વકીલે દલીલ કરી કે, હોસ્પિટલમાં સર્જરી કરવામાં આવી હતી, જેમાં લોકોનાં જીવ ગયા. જે થયું તે દુઃખદ છે. પણ શું આ પ્રકારની ઘટના માટે ડાયરેકટર જવાબદાર હોઈ શકે ? મેડિકલ બેદરકારીનાં કિસ્સામાં ડાયરેક્ટરની જવાબદારી સામે વકીલે સવાલ ઉઠાવ્યા. કાર્તિક પટેલના (Kartik Patel) વકીલે SC અને ગુજરાત હાઇકોર્ટનાં જુદા-જુદા ચુકાદાનાં આધારે દલીલો કરી છે. ઉપરાંત, કાર્તિક પટેલના વકીલ દ્વારા પીડિતોને વળતર આપવાની પ્રાથમિક તૈયારી પણ દર્શાવવામાં આવી છે.

આ પણ વાંચો - Amreli : લેટરકાંડમાં પાટીદાર યુવતીને બચાવવા કવાયત! અલ્પેશ કથીરિયા અને અમિત ચાવડાએ કહી આ વાત

હાલ, કાર્તિક પટેલ ક્યાં છે તે અંગે અરજીમાં ઉલ્લેખ કરાયો નથી : સરકારી વકીલ

બીજી તરફ કાર્તિક પટેલની આગોતરા જામીન અરજી સામે સરકારી વકીલે કોર્ટમાં સવાલો ઉઠાવ્યા છે. સરકારી વકીલે દલીલ કરતા કહ્યું કે, અરજી કાર્તિક પટેલે નહીં પણ અન્ય વ્યક્તિએ કરી છે. હાલ, કાર્તિક પટેલ ક્યાં છે તે અંગે અરજીમાં કોઈ ઉલ્લેખ કરાયો નથી. અરજી કેમ કરી તે અંગે પણ ઉલ્લેખ ન હોવાથી ટકવા પાત્ર નથી. જણાવી દઈએ કે, અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં મહેસાણા (Mehsana) જિલ્લાનાં બોરીસણા ગામનાં બે દર્દીઓનાં મોત નીપજ્યા હતા. હોસ્પિટલ સામે આરોપ છે કે સરકારી યોજનાનો આર્થિક લાભ લેવાની લાલસામાં દર્દીઓને જરૂરિયાત ન હોવા છતાં એન્જિયોગ્રાફી (Angiography) કરી સ્ટેન્ડ મૂકવામાં આવ્યા હતા, જેમાં ઓપરેશન બાદ બે દર્દીઓનાં મોત નીપજ્યા હતા.

આ પણ વાંચો - Surat : 15 વર્ષીય કિશોરી સાથે દુષ્કર્મ આચરનારા નરાધમને કોર્ટે ફટકારી આકરી સજા

Tags :
AhmedabadAhmedabad Rural Sessions CourtBail ApplicationBreaking News In GujaratiGujarat FirstGUJARAT FIRST NEWSGujarat High CourtGujarati breaking newsGujarati NewsKartik PatelKhyati Hospital ScamLatest News In GujaratiMehsanaNews In Gujarati
Next Article