Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Kumbh Mela 2025: કુંભ મેળામાં જશે ગુજરાત યુનિવર્સિટીના 40 વિદ્યાર્થીઓ, સંશોધન કરવા માટે મળ્યું ખાસ આમંત્રણ

Kumbh Mela 2025: ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને ઉત્તર પ્રદેશમાં યોજાનાર કુંભના મહા મેળામાં જઈને સંશોધન કરવા માટે આમંત્રણ મળ્યું છે.
kumbh mela 2025  કુંભ મેળામાં જશે ગુજરાત યુનિવર્સિટીના 40 વિદ્યાર્થીઓ  સંશોધન કરવા માટે મળ્યું ખાસ આમંત્રણ
Advertisement
  1. ગુજરાત યુનિવર્સિટીને કુંભમેળામાં સંશોધન કરવા મળ્યું આમંત્રણ
  2. ગુજરાત યુનિવર્સિટીના 40 વિદ્યાર્થીઓ કુંભ મેળામાં જઈ સંશોધન કરશે
  3. અલગ અલગ વિભાગના વિદ્યાર્થીઓ કુંભ મેળા અંગે કરશે અભ્યાસ
  4. 13 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી સુધી ફિલ્ડ વિઝીટ કરશે વિદ્યાર્થીઓ

Kumbh Mela 2025: ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને ઉત્તર પ્રદેશમાં યોજાનાર કુંભના મહા મેળામાં જઈને સંશોધન કરવા માટે આમંત્રણ મળ્યું છે. જેને લઇ હવે યુનિવર્સિટીના અલગ અલગ વિભાગમાં અભ્યાસ કરતા 40 જેટલા વિદ્યાર્થીઓ કુંભ મેળામાં જઈને કુંભમેળાની અલગ અલગ બાબતો સંદર્ભે સંશોધન કરી રિપોર્ટ તૈયાર કરશે. આગામી 13 મી જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી સુધી પ્રયાગરાજમાં કુંભમેળાનું આયોજન થઈ રહ્યું છે. જેમાં ચાલુ વર્ષે 40 કરોડથી વધારે શ્રદ્ધાળુઓ આ કુંભ મેળામાં ભાગ લે તેવું અનુમાન છે.

આ પણ વાંચો: Rajkot : એવું તો શું થયું કે CM Bhupendra Patel ને સમાજને કરવી પડી આ ટકોર!

Advertisement

કુંભ મેળાના ભારત જ નહીં વિશ્વભરમાં થાય છે ચર્ચા

નોંધનીય છે કે, એક જ સ્થાન પર લાંબા સમય સુધી ચાલતો એક મોટો ઉત્સવ હોવાથી ન માત્ર ભારત પરંતુ વિશ્વભરમાં તેની ચર્ચા થાય છે. દર બાર વર્ષ બાદ દેશભરના અલગ અલગ ખિસ્સામાં કુંભમેળાનું આયોજન કરવામાં આવતું હોય છે. જેનું આયોજન અલગ અલગ ક્ષેત્રના લોકો માટે એક અભ્યાસનો વિષય હોય છે. ગુજરાત યુનિવર્સિટીને અલગ-અલગ ફુલ આઠ જેટલા ક્ષેત્રોમાં કુંભમેળાના વ્યવસ્થાપન અને આયોજન સંદર્ભે અભ્યાસ કરવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે, જેનો યુનિવર્સિટીએ સ્વીકાર કર્યો છે.

Advertisement

આ પણ વાંચો: Valsad : ગુલ્લીબાજ શિક્ષક દંપતી 4 મહિનાથી શાળામાં ગેરહાજર, શિક્ષણ વિભાગ હવે એક્શનમાં!

કુંભ મેળા સંદર્ભે સંશોધન કરીને એક રિપોર્ટ તૈયાર કરશે

આ સંશોધન માટે 40 જેટલા વિદ્યાર્થીઓ પ્રયાગરાજમાં પ્રત્યક્ષ રીતે જઈને કુંભ મેળા સંદર્ભે સંશોધન કરીને એક રિપોર્ટ તૈયાર કરશે. કુંભ મેળા દરમિયાન મેનેજમેન્ટ ક્ષેત્રના વિદ્યાર્થીઓને મેળામાં આવનાર લોકોનું વ્યવસ્થાપન સુરક્ષા અને પોલીસ સંદર્ભે, મેળામાં શ્રદ્ધાળુઓના આવા પાછળનું કારણ અને તેમના માટે કરવામાં આવતી ભોજનની વ્યવસ્થા, દેશને એક બનાવવા માટે સાંસ્કૃતિક વારસાને સાચવવા, રાષ્ટ્રવાદ અને મજબૂત કરવા માટે કુંભ મેળો કઈ રીતે કામ કરે છે? કુંભ મેળામાં સોશિયલ મીડિયા અને મીડિયા ભૂમિકા, રાજીના પ્રવાસન ક્ષેત્રને આગળ ધપાવા માટે કુંભમેળાનું મહત્વ, કુંભ મેળામાં હેલ્થ કેર ક્ષેત્ર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટનું આયોજન, કુંભ મેળામાં ટેકનોલોજીનો ઉપયોગ, કુંભમેળામાં પર્યાવરણ ની જાળવણી સંદર્ભેનું આયોજન, કુંભ મેળામાં ટ્રાન્સપોર્ટેશન નું આયોજન વગેરે બાબતોને લઈને વિદ્યાર્થીઓ અભ્યાસ કરશે. જે બાદ એક રિપોર્ટ તૈયાર કરીને ઉત્તર પ્રદેશ સરકારને સોંપવામાં આવશે.

અહેવાલઃ અર્પિત દરજી, અમદાવાદ

આ પણ વાંચો: સતાધારનાં મહંત વિજય બાપુના વિવાદમાં Junagadh ખાખી મઢીનાં મહંતની Entry, જાણો શું કહ્યું ?

Tags :
Advertisement

.

×