Home » કોરોનાની સ્થિતિને પહોંચી વળવા સરકાર કેટલી તૈયાર? આરોગ્ય મંત્રીએ આપ્યો આ જવાબ
કોરોનાની સ્થિતિને પહોંચી વળવા સરકાર કેટલી તૈયાર? આરોગ્ય મંત્રીએ આપ્યો આ જવાબ
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject
114
ચીન સહિત પાંચ દેશોમાં વધી રહેલા કોરોના સંક્રમણની સ્થિતિને જોતા ભારત સરકાર હરકતમાં આવી ગઇ છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ આજે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજી હતી, તો ગુજરાત સરકાર કોરોનાની સંભવિત સ્થિતિને પહોંચી વળવા સરકાર કેટલી તૈયાર છે તે અંગે રાજ્ય સરકારની તૈયારીની આરોગ્યમંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલે વિગતો આપી હતી.
3T સ્ટ્રેટેજી પર કામગીરી
રાજ્યમાં કોરોનાની પ્રવર્તમાન સ્થિતિ અંગેની કેબિનેટ મીટીંગની ચર્ચા બાદ પ્રવક્તા મંત્રીશ્રી ઋષિકેશ પટેલે મીડિયાને સંબોધતા કહ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી અને કેન્દ્રીય આરોગ્યમંત્રી શ્રી મનસુખભાઇ માંડવીયાના સતત માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા સતત ટેસ્ટ-ટ્રેક-ટ્રીટમેન્ટ (3T), વેક્સીનેશન-કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયરની સ્ટ્રેટેજી અપનાવીને તે દિશામાં કામગીરી કરવામાં આવી રહી છે.
રાજ્યમાં એક્ટિવ કેસોની સંખ્યા ઓછી
મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું કે, ગુજરાત રાજ્ય એ કોરોના સામેની લડતમાં હરહંમેશ પ્રો-એક્ટિવ વલણ અપનાવ્યું છે. દેશના અન્ય રાજ્યો જેવા કે, કેરલ, મહારાષ્ટ્ર, કર્ણાટક, દિલ્હી, તમિલનાડુ, વગેરે રાજ્યોની સરખામણીમાં ગુજરાતમાં કોવિડ કેસની સંખ્યા ખુબ જ ઓછી જોવા મળી રહી છે. છેલ્લા એક માસમાં રાજ્યમાં એવરેજ 5 થી 10 જેટલા કેસો નોંધાયા છે. જ્યારે એક્ટીવ કેસની સંખ્યા પણ અન્ય રાજ્યોની સરખાણીમાં ગુજરાતમાં ફક્ત 23 જેટલા છે. ભારતમાં કુલ એક્ટીવ કેસ 3402 છે જેની સાપેક્ષમાં રાજ્યના એક્ટીવ કેસની સંખ્યા ખુબ જ ઓછી છે.
સરકારનું પ્રો-એક્ટિવ વલણ
મંત્રીશ્રીએ વધુમાં કહ્યું કે, દેશભરમાં કોરોનાની પ્રવર્તમાન સ્થિતિ અને કેન્દ્રીય આરોગ્ય વિભાગના પરામર્શથી રાજ્ય સરકારે કોરોના સામેની લડત માટે પ્રો-એક્ટિવ વલણ દાખવીને સંપૂર્ણ તૈયારીઓ આરંભી દીધી છે. રાજ્યભરમાં વિવિધ હોસ્પિટલોમાં આવેલા ઓક્સિજન પ્લાન્ટને ચકાસવા આવતીકાલે શુક્રવારે એક મોકડ્રીલ યોજવામાં આવશે. જેથી જરૂર પડે ત્યારે યુધ્ધના ધોરણે આ પ્લાન્ટસનો ઉપયોગ કરી શકાય. આ ઉપરાંત જરૂર પડે તો તેની કેપેસીટી પણ વધારવામાં આવશે.
સમિક્ષા થઈ
પ્રવક્તા મંત્રીશ્રી ઋષિકેશ પટેલે રાજ્યમાં કોરોના સામેની લડતમાં ઉપલબ્ધ માળખાગત સુવિધાઓ અંગે જણાવ્યું હતુ કે, રાજ્યની હોસ્પિટલો, પી.એચ.સી અને સી.એચ.સી સેન્ટરમાં કોવિડની ગાઇડલાઇન મુજબ તૈયારી સંદર્ભે ગઈકાલે તમામ તબીબો ,અધિકારીઓ અને સ્ટાફ સાથે રાજ્ય કક્ષાની વીડિયો કોન્ફરન્સ યોજીને જરૂરી તમામ માર્ગદર્શન, સૂચનાઓ આપીને સમીક્ષા કરવામાં આવી હતી.
સરકારની તૈયારી
રાજ્યમાં હાલ કોવિડ-19 અંતર્ગત સરકારી તેમજ ખાનગી હોસ્પિટલમાં 1 લાખ 4 હજાર થી વધું બેડની સુવિધાઓ ઉપલબ્ઘ છે. જે 24 કલાકમાં જ કોવિડના દર્દીઓની સારવાર માટે ટ્રાન્સફર કરી શકાય તેમ છે. જેમાં 15 હજાર થી વધુ આઇ.સી.યુ., 9700 જેટલા વેન્ટિલેટર બેડનો સમાવેશ થાય છે. મંત્રીશ્રીએ જીનોમ સિકવન્સિંગ સંદર્ભે જણાવ્યું હતુ કે, હાલ આર.ટી.પી.સી.આર પોઝીટીવ દર્દીનું ઝીનોમ સિકવન્સિંગ કરવામાં આવે છે. હાલમાં GBRC ગાંધીનગર ખાતે દર મહીને 4 હજારથી વધુ ઝીનોમ સીકવન્સિંગ ટેસ્ટ કરવાની કેપીસીટી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના નેતૃત્વમાં સમગ્ર દેશમાં આરંભાયેલા કોરોના રસીકરણ મહાઅભિયાનના પગલે ગુજરાત શરૂઆતથી જ કોરોના રસીકરણની કામગીરી માં અગ્રેસર રહ્યું છે.
ગુજરાતમાં સ્થિતિ નિયંત્રણ હેઠળ
મંત્રીશ્રીએ વિશેષમાં જણાવ્યું કે, હાલ ચીન, જાપાન અને અમેરિકા જેવા રાજ્યોમાં BF7 વેરિયન્ટ ના કેસ જોવા મળી રહ્યા છે. ભારત અને ગુજરાતમાં આ પ્રકારના જૂજ કેસ જોવા મળ્યા છે. ગુજરાતમાં નોંધાયેલ BF7થી સંક્રમિત 3 દર્દીઓ હોમ આઇસોલેસનમાં જ સાજા થઇ ગયા હતા. રાજ્યમાં થયેલ શ્રેષ્ઠ રસીકરણના પરિણામે હાલ ગુજરાતમાં કોરોનાની પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ છે. મંત્રીશ્રી એ રાજ્યની જનતાને કોવિડ એપ્રોપ્રિએટ બિહેવરનું સ્વયંભુ રીતે પાલન કરવા તેમજ કોવિડ સંદર્ભે આપવામાં આવનાર સરકારી દિશાનિર્દેશોને અનુસરવા અનુરોધ કર્યો છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject