Gujarat: રાજ્યમાં વધુ એક HMPV વાયરસનો કેસ નોંધાયો, પોઝિટવ કેસનો આંકડો વધ્યો
- કચ્છના 59 વર્ષના વ્યક્તિમાં HMPVના લક્ષણો
- ઝાયડ્સ હોસ્પિટલમાં હાલ ચાલી રહી છે સારવાર
- દર્દીની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી
Gujarat માં વધુ એક HMPVનો કેસ નોંધાયો છે. જેમાં પોઝિટવ કેસનો આંકડો વધ્યો છે તેમાં કચ્છના 59 વર્ષીય આધેડનો પોઝિટિવ રિપોર્ટ આવતા અમદાવાદની ખાનગી હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા છે જેમાં પોઝિટવ કેસનો આંક 5 પર પહોંચ્યો છે. અમદાવાદ શહેરની ઝાયડ્સ હોસ્પિટલમાં હાલ સારવાર ચાલી રહી છે તેમાં દર્દીની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. વિશ્વમાં કોરોના મહામારીનો ખતરો ટળ્યો તો હવે ચીનના એક નવા વાયરસે લોકોને ડરાવવાનું શરૂ કરી દીધું છે.
ચીનમાંથી HMPV વાયરસના ભારતમાં કેસ સતત વધી રહ્યા છે
ચીનમાંથી HMPV વાયરસના ભારતમાં કેસ સતત વધી રહ્યા છે. જાણકારી મુજબ ભારતમાં HMPV વાયરસના કેસમાં વધારો નોંધાયો છે. જેમાં મુંબઈની હીરાનંદાણી હોસ્પિટલમાં HMVP વાયરસનો સૌપ્રથમ કેસ નોંધાયો હતો. આ કેસમાં 6 મહિનાની બાળકી HMPV (Human Metapneumovirus)થી સંક્રમિત થઈ હતી. આ વાયરસ ભારતમાં નવી ચિંતા ઉભી કરી રહ્યો છે, અને આરોગ્ય વિભાગ તેના પ્રસારને રોકવા માટે વધુ સજાગ બન્યું છે. ગુજરાત, કર્ણાટક અને તમિલનાડુ બાદ હવે મહારાષ્ટ્રમાં પણ હ્યુમન મેટાપ્યુમોવાયરસ (HMPV)એ પ્રવેશ કર્યો છે. નાગપુરમાં HMPVના 2 નવા કેસ નોંધાયા હતા, જ્યારે તામિલનાડુમાં પણ HMPVના 2 કેસ નોંધાયા હતા. સમગ્ર દેશમાં હવે કેસની સંખ્યા વધી રહી છે. જ્યારે હવે મુંબઈમાંથી HMPV સંક્રમિત દર્દી નોંધાયો છે. જણાવી દઇએ કે, 6 મહિનાની બાળકીમાં HMPV ના લક્ષણો જોવા મળ્યા છે. બાળકીને સારવાર માટે મુંબઈના પવઈની હિરાનંદાણી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. નિષ્ણાતો અનુસાર, આ વાયરસના કારણે આરોગ્ય તંત્ર વધુ ચિંતિત થયું છે.
નવજાત બાળકીને 6 દિવસ પછી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી
દેશના વિવિધ રાજ્યોમાં આરોગ્ય વિભાગ HMPVના સંક્રમણને રોકવા માટે એક્ટિવ બન્યું છે. સુત્રોની માનીએ તો આરોગ્ય વિભાગના અધિકારીઓ દ્વારા વારંવાર બેઠક યોજવામાં આવી રહી છે, જેમાં વાયરસના પ્રસારને રોકવા અને સંક્રમિત દર્દીઓને યોગ્ય સારવાર આપવાના ઉપાયો પર ચર્ચા થઈ રહી છે. આ સાથે, લોકોને રોગપ્રતિકારક શક્તિ વધારવા અને આરોગ્ય સુચનોનું પાલન કરવા માટે સુચનાઓ આપવામાં આવી રહી છે.
કર્ણાટક, તમિલનાડુ અને ગુજરાતમાં પણ HMPVના કેસ નોંધાયા
6 મહિનાની બાળકીને 1 જાન્યુઆરીએ ગંભીર ઉધરસ અને ઓક્સિજનના સ્તરમાં 84% ઘટાડા સાથે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. રેપિડ PCR ટેસ્ટ દ્વારા બાળકીના સેમ્પલની ચકાસણી કરવામાં આવી હતી. મીડિયા અહેવાલો અનુસાર, બાળકીને ICU માં દાખલ કરવામાં આવી હતી અને ત્યાં તેને બ્રોન્કોડિલેટર અને અન્ય દવાઓથી સારવાર આપવામાં આવી હતી અને નવજાત બાળકીને 6 દિવસ પછી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. જણાવી દઈએ કે અગાઉ કર્ણાટક, તમિલનાડુ અને ગુજરાતમાં પણ HMPVના કેસ નોંધાયા હતા. આ પછી, નાગપુરમાં HMPV ના બે કેસ નોંધાયા હતા. જેમની તબિયત હવે પહેલા કરતા સારી છે.
આ પણ વાંચો: Ahmedabad: શહેરમાં લુખ્ખા તત્વોએ ફરી બન્યા બેફામ, સરાજાહેર મચાવ્યો આતંક


