આરોપીએ 2016 થી વાહન ચોરી અને ચેન સ્નેચિંગ શરુ કરી હતી. અમદાવાદના અલગ-અલગ 9 પોલીસ સ્ટેશનમાં તેની સામે ગુના નોધાયેલા છે અને કેટલાકમાં તે પકડાયેલો પણ છે જયારે સુરતમાં પણ અનેક ગુના નોંધાયેલા છે અને હૈદરાબાદ તથા બેગ્લોરમાં પણ 11 ગુના નોંધાયેલા છે.
Home » 44 ગુનાનો વોન્ટેડ આરોપી પોલીસથી બચવા જાણો શું કરતો હતો?
44 ગુનાનો વોન્ટેડ આરોપી પોલીસથી બચવા જાણો શું કરતો હતો?
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject
137
નારોલ પોલીસે ચેન સ્નેચર અને વાહન ચોરીના એક આરોપીને થોડા દિવસ અગાઉ ઝડપ્યો હતો. આરોપી નારોલ પોલીસ સ્ટેશનમાંથી મોકો જોઇને ફરાર થઇ ગયો હતો, જે બાદ તે અલગ-અલગ જગ્યાએ છુપાઈને ફરતો હતો. જોકે, હવે ક્રાઈમ બ્રાન્ચે આરોપીને ઝડપી પાડ્યો છે.
ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે આરોપી ઉમેશ ખટીકને નારણપુરા પાસેથી ઝડપી પાડ્યો છે. આરોપી અગાઉ નારોલ પોલીસ સ્ટેશનમાંથી પોલીસના શિકંજામાંથી ફરાર થઇ ગયો હતો. આરોપીની પૂછપરછમાં સામે આવ્યું છે કે, નારોલમાંથી ભાગ્યા બાદ આરોપી 15 દિવસ રાજસ્થાન જતો રહ્યો હતો, જે બાદ પોલીસની ધોસ ઓછી થતા પરત આવ્યો હતો અને ગાંધીનગર તથા અડાલજ વિસ્તારમાં સરકારી હોસ્પિટલ અને શૌચાલયમાં રહીને ફ્રેસ થતો હતો. જે બાદ સિવિલમાંથી એક્ટિવા ચોરી કર્યું હતું, તે લઈને તે ફરતો હતો. કામ પૂરું થાય એટલે કલોલ બસ સ્ટેન્ડ પાસે એક્ટિવા મુકીને બસમાં બેસીને પાછો રાજસ્થાન જતો રહેતો હતો.
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject