Home » ચાની કીટલી બંધ કરી ડ્રગ્સની હેરાફેરીના રવાડે ચઢેલા બે ભાઈઓ લાખોના ડ્રગ્સ સાથે ઝડપાયા
ચાની કીટલી બંધ કરી ડ્રગ્સની હેરાફેરીના રવાડે ચઢેલા બે ભાઈઓ લાખોના ડ્રગ્સ સાથે ઝડપાયા
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject
82
અમદાવાદ શહેરમાં ફરી એકવાર નશાના કારોબારનો પર્દાફાશ થયો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે વસ્ત્રાપુર નજીક અંધજન મંડળ પાસેથી લાખો રૂપિયાની કિંમતના ડ્રગ્સના જથ્થા સાથે બે ભાઈઓની ધરપકડ કરી છે. સૌથી અગત્યની વાત એ છે કે આરોપીઓ ચાની કીટલી અને રસોઈ વ્યવસાયમાંથી બહાર નીકળી શોર્ટકટમાં પૈસા કમાવવા માટે ડ્રગ્સની હેરાફેરીના રવાડે ચડયા હતા.
અમદાવાદ ક્રાઇમબ્રાન્ચે MD ડ્રગ્સની હેરાફેરી કરવા મામલે ડાહ્યાલાલ પાટીદાર અને મોહનલાલ પાટીદાર આ બંને ભાઈઓની ધરપકડ કરી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે અંધજન મંડળ ચાર રસ્તા પાસે બીઆરટીએસ બસ સ્ટેન્ડ નજીક અમુક આરોપીઓ ડ્રગ્સના જથ્થાનો સોદો કરવા ઉભા છે. જેથી ક્રાઈમ બ્રાન્ચે ત્યાં રેડ કરી આ બંને ભાઈઓની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી તપાસ કરતા અમદાવાદ 42 લાખની કિંમતનું 421.16 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું હતું.
– ચાની કીટલી મૂકી ડ્રગ્સના કારોબારમાં જોડાયો આરોપી
આરોપીઓની તપાસ કરતાં સામે આવ્યું કે ડાહ્યાલાલ પાટીદાર અને તેનો ભાઈ મોહનલાલ શ્યામલ ચાર રસ્તા પાસે રહે છે. અને ઘણા સમયથી રાજસ્થાનથી ગેરકાયદેસર એમડી ડ્રગ્સ અમદાવાદમાં લાવી ડ્રગ્સ પેડલરોને આ ડ્રગ્સ વેચવાનો કારોબાર ચલાવે છે. તેમજ ડાહ્યાલાલ પાટીદાર અગાઉ શ્યામલ ચાર રસ્તા પાસે જ ચાની કીટલી ચલાવતો હતો અને તેનો ભાઈ મોહનલાલ પાટીદાર રસોઈના કામ સાથે સંકળાયેલો હતો. ડાહ્યાલાલ પોતે અફીણનો બંધાણી હોય તેણે રાજસ્થાનથી અફીણ લાવવાનું શરૂ કર્યું હતું અને ધીમે ધીમે નશાના કારોબારમાં જોડાઈ ગયો હતો.
– 6 મહિનામાં 8-10 વખત કરી ડ્રગ્સની હેરાફેરી
બંને આરોપીઓની પૂછપરછ કરતાં સામે આવ્યું કે તેઓ છેલ્લા છ મહિનામાં આ રીતે 8 થી 10 400 થી 500 ગ્રામ ડ્રગ્સનો જથ્થો દર વખતે રાજસ્થાનથી અમદાવાદમાં લાવ્યા છે. અને અલગ-અલગ પર પેડલરોને વેચી લાખો રૂપિયાની કમાણી કરી છે. રાજસ્થાનના પ્રતાપગઢના લખનસિંગ નામના વ્યક્તિ પાસેથી આ ડ્રગ્સ ખરીદતા હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આ ગુનામાં સામેલ અન્ય આરોપીઓ અને પકડાયેલા બન્ને ભાઈઓ પાસેથી ડ્રગ્સ ખરીદનાર પેડલરને પકડવાની તજવીજ તેજ કરી છે.
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject