Weather Forecast : આગામી દિવસોમાં ગાત્રો થીજવતી ઠંડી પડશે! જાણો હવામાન વિભાગની આગાહી વિશે
- પર્વતીય રાજ્યોમાં ફરી હિમવર્ષા-વરસાદની આગાહી (Weather Forecast)
- આજથી ફરી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થઈ રહ્યું છે
- ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડીની આગાહી
- 4 થી 8 જાન્યુઆરી સુધી કડકડતી ઠંડીની સંભાવના
Weather Forecast : રાજ્યમાં લોકો હાલ હાડ થીજવતી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે અને ઠંડીનું જોર ક્યારે ઓછું થાય તેની રાહ જોઈ રહ્યા છે. જો કે, આગામી દિવસોમાં પણ લોકોને કડકડતી ઠંડીનો સામનો કરવો પડશે એવી આગાહી હવામાન વિભાગ (Meteorological Department) દ્વારા કરવામાં આવી છે. વિભાગે આગામી 4 દિવસ દરમિયાન ગાત્રો થીજવતી ઠંડીની આગાહી કરી છે.
આ પણ વાંચો - Ahmedabad: શહેરમાં આ તારીખથી યોજાશે ફ્લાવર શો, રૂ.500માં ખાસ લાઈનથી પ્રવેશ અપાશે
પર્વતીય રાજ્યોમાં ફરી હિમવર્ષા-વરસાદની આગાહી
પ્રાપ્ત માહિતી અનુસાર, પર્વતીય રાજ્યોમાં ફરી હિમવર્ષા-વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે આજથી ફરી એકવાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (Western Disturbance) સક્રિય થઈ રહ્યું છે. હિમાચલ સહિત અનેક પર્વતીય રાજ્યોમાં તો એલર્ટ જાહેર કરાયું છે. સાથે જ 5 અને 6 જાન્યુઆરીનાં રોજ પર્વતીય રાજ્યોમાં ભારે વરસાદ અને હિમવર્ષાની આગાહી છે, જેની અસર ગુજરાતમાં પણ જોવા મળી શકે છે.
આ પણ વાંચો - Operation Asur : પોરબંદરની 'પીડા'નો જેતપુરથી 'પોકાર'! પ્રદૂષણ માફિયાઓ થયા બેફામ
ઉત્તર-મધ્ય ગુજરાતમાં જોરદાર ઠંડી પડવાની શક્યતા
હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું કે, રાજ્યમાં આગામી દિવસોમાં ગાત્રો થીજવતી ઠંડી (Weather Forecast) પડી શકે છે. આગામી 4 દિવસ વાતાવરણ સૂકું રહેવાની શક્યતાઓ છે અને ન્યૂનતમ તાપમાન 15 ડિગ્રી રહે તેવી સંભાવના છે. આગાહી અનુસાર, 4 થી 8 જાન્યુઆરી સુધી કડકડતી ઠંડી પડવાની પણ સંભાવના છે. ઉત્તર-મધ્ય ગુજરાતમાં જોરદાર ઠંડી પડી શકે છે. વિભાગે લોકોને સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા અને જરૂરિયાત મુજબ, ગરમ પીણાં પીવાનું અને ગરમ વસ્ત્રો પહેરવાનું સૂચન કર્યું છે.
આ પણ વાંચો - Historic step-રાજ્યમાં એક સાથે ૯ નગરપાલિકાઓને મહાનગરપાલિકાનો દરજ્જો


