Download Apps
Home » AIR INDIA ની ફ્લાઇટમાં બોમ્બની અફવા, સિક્યોરીટી જવાનો ખુણે-ખુણા ફેંદી વળ્યા

AIR INDIA ની ફ્લાઇટમાં બોમ્બની અફવા, સિક્યોરીટી જવાનો ખુણે-ખુણા ફેંદી વળ્યા

AIR INDIA FLIGHT BOMB THREAT : AIR INDIA ની દિલ્હીથી વડોદરા આવતી ફ્લાઇટમાં દિલ્હી એરપોર્ટ પર બોમ્બની માહિતી મળતા એરપોર્ટ અને એરલાઇન્સના અધિકારીઓના પગ નીચેથી જમીન સરકી ગઇ હતી. તાત્કાલિક મુસાફરોને ઉતારી લેવામાં આવ્યા હતા. અને બોમ્બ સ્કવોર્ડની સાથે જ અલગ અલગ સિક્યોરીટી એજન્સીના જવાનો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. સિક્યોરીટી જવાનોએ આખુંય પ્લેન ફંફોસી કાઢ્યું હતું. પેસેન્જના સમાનની પણ ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી હતી. પરંતુ કંઇ પણ શંકાસ્પદ મળી આવ્યું ન્હતું.

બોમ્બ હોવાની અફવાહ સામે આવી

સુત્રો જણાવી રહ્યા છે કે, એર ઇન્ડિયાના ટોયલેટમાં એક ટીશ્યુ પેપર મળી આવ્યું હતું. જેના પર બોમ્બ લખવામાં આવ્યું હતું. આ મેસેજ પેસેન્જરે પ્રથમ વાંચ્યો હતો. અને ત્યાર બાદ ક્રુને જાણ કરવામાં આવી હતી. જાણ થતા જ ક્રુ ફફડી ઉઠ્યા હતા. અને તાત્કાલિક આગળ જાણ કરી તપાસ શરૂ કરવામાં આવી હતી. જો કે, બોમ્બ હોવાની અફવાહ સામે આવી છે.

પેસેન્જરને વોશરૂમમાંથી ટીશ્યુ પેપર મળ્યું

સુત્રોના જણાવ્યા અનુસાર, 15 મે ના રોજ સાંજે 7 – 30 કલાકે દિલ્હી એરપોર્ટથી વડોદરા એરપોર્ટ માટે ફ્લાઇટ ઉડાન ભરવાની હતી. ફ્લાઇટમાં પેસેન્જરોએ પોતાનું સ્થાન ગ્રહણ કરી લીધું હતું. ફ્લાઇટ ઉડાન ભરે તે પહેલા પેસેન્જરને વોશરૂમમાંથી ટીશ્યુ પેપર પર બોમ્બ લખેલું મળી આવ્યું હતું. જે અંગે તેણે ફ્લાઇટના ક્રુ મેમ્બર્સને જાણ કરી હતી. તે બાદ સિક્યોરીટી જવાનોએ બાજી સંભાળી હતી. અને ફ્લાઇટનું ઉડાન અટકાવીને પેસેન્જરોને ઉતારી લેવામાં આવ્યા હતા. સિક્યોરીટી જવાનોએ પ્લેન અને તેમાં રહેલા તમામ મુસાફરોના સામાનની ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. તેમાં કંઇ પણ શંકાસ્પદ મળી આવ્યું ન્હતું. આખરે પ્લેનની ઉડાનને લીલીઝંડી આપી દેવામાં આવી હતી.

આ પણ વાંચો — Sanjay Singh Mahida: ભાજપના વધુ એક ધારાસભ્યનો લેટરબોમ્બ, ‘સરકારી સિસ્ટમ’ સામે MLAનો આરોપ

Bvlgari Event માં પ્રિયંકા પણ કરીનાના ફિગર સામે ફેલ! નહીં જોયા હોય આવા ફોટા
Bvlgari Event માં પ્રિયંકા પણ કરીનાના ફિગર સામે ફેલ! નહીં જોયા હોય આવા ફોટા
By Hiren Dave
વર્ષ 2007 થી 2022 સુધી T20 World Cup જીતનારી ટીમની યાદી
વર્ષ 2007 થી 2022 સુધી T20 World Cup જીતનારી ટીમની યાદી
By Hardik Shah
લસ્સી પીવાના આ ફાયદાઓ તમને ખબર નહીં હોય
લસ્સી પીવાના આ ફાયદાઓ તમને ખબર નહીં હોય
By Harsh Bhatt
હાલની NETFLIX ની આ 5 લોકપ્રિય વેબ સિરીઝ અને ફિલ્મો જોવાનું ચુકતા નહીં
હાલની NETFLIX ની આ 5 લોકપ્રિય વેબ સિરીઝ અને ફિલ્મો જોવાનું ચુકતા નહીં
By Harsh Bhatt
સવારે ખાલી પેટ આ વસ્તુઓ ખાવાની આદત પાડો, કોઈ દિવસ બીમાર નહીં પડો
સવારે ખાલી પેટ આ વસ્તુઓ ખાવાની આદત પાડો, કોઈ દિવસ બીમાર નહીં પડો
By Harsh Bhatt
ખુશ રહેવા માગો છો! તો કપડાં વગર ઊંઘવાનું શરૂ કરો
ખુશ રહેવા માગો છો! તો કપડાં વગર ઊંઘવાનું શરૂ કરો
By Aviraj Bagda
કોલ્ડ ડ્રિંક્સનું સેવન કરવું શરીર કેટલું ફાયદાકારક?
કોલ્ડ ડ્રિંક્સનું સેવન કરવું શરીર કેટલું ફાયદાકારક?
By VIMAL PRAJAPATI
જે ખાય ચણા એના પગ ચાલે ઘણા
જે ખાય ચણા એના પગ ચાલે ઘણા
By Harsh Bhatt
Gujarat First YouTube CHannel
Gujarat First YouTube CHannel

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Download Our Apps

Follow Us

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00
Bvlgari Event માં પ્રિયંકા પણ કરીનાના ફિગર સામે ફેલ! નહીં જોયા હોય આવા ફોટા વર્ષ 2007 થી 2022 સુધી T20 World Cup જીતનારી ટીમની યાદી લસ્સી પીવાના આ ફાયદાઓ તમને ખબર નહીં હોય હાલની NETFLIX ની આ 5 લોકપ્રિય વેબ સિરીઝ અને ફિલ્મો જોવાનું ચુકતા નહીં સવારે ખાલી પેટ આ વસ્તુઓ ખાવાની આદત પાડો, કોઈ દિવસ બીમાર નહીં પડો ખુશ રહેવા માગો છો! તો કપડાં વગર ઊંઘવાનું શરૂ કરો કોલ્ડ ડ્રિંક્સનું સેવન કરવું શરીર કેટલું ફાયદાકારક? જે ખાય ચણા એના પગ ચાલે ઘણા