અહેવાલ -વિશ્વાસ ભોજાણી -ગોંડલ
Gondal : ગોંડલમાં (Gondal )રહેતા અપરિણીત યુવકના થોડાક દિવસ પહેલાં લગ્ન થયા હતા. આ પછી ચાર દિવસ ઘરે રોકાયા બાદ ઘરમાંથી લૂંટેરી દુલ્હન (Robbery bride scam ) રોકડ અને દાગીનાનો હાથફેરો કરી પલાયન થઈ ગયાની પોલીસમાં ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે. મહત્ત્વનું છે કે,અપરિણીત યુવકોને પરણાવી દેવાની લાલચ આપી સુત્રાપાડા પંથકમાં પણ એક યુવકને ફસાવ્યો હોવાનું પોલીસની તપાસમાં બહાર આવ્યું છે.સુત્રાપાડા પોલીસે પકડેલ લૂંટેરી દુલ્હન ગેંગ સામે વધું એક ગુનો ગોંડલ (Gondal )સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયો હતો. ગોંડલના વેપારીના પુત્રના લગ્ન માટે રાજકોટના દંપતીએ અન્ય એક બે સંતાનોની માતા સાથે રૂ. 2 લાખ લઈ લગ્ન કરાવી બાદમાં દુલ્હન ચાર દિવસમાં જ ઘરેથી રોકડ અને દાગીના મળી રૂ. બે લાખનો મુદ્દામાલ લઈ ઘરે બ્યુટીપાર્લર જવાનું કહીં નાસી છૂટતાં ફરીયાદ નોંધાઈ હતી.
બનાવ અંગે ગોંડલમાં જેતપુર રોડ પર ગીતાનગરમાં રહેતાં કીશોરભાઈ કરશનભાઈ મેસવાણીયા (ઉ.વ.56) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે રીયાઝ કરીમ મીરઝા, મુસ્કાન ઉર્ફે કોમલ રીયાઝ મીરઝા અને કૌશરબાનુ ઉર્ફે પૂજા અશરફ યુસુફ કાનમીનું નામ આપતાં ગોંડલ સીટી બી. ડિવિઝન પોલીસે આરોપી વિરૂદ્ધ છેતરપીંડી સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, મારે સંતાનમાં ત્રણ પુત્ર છે. તેમજ બસ-સ્ટેન્ડ સામે ખોડીયાર ચા હોટલ છેલ્લા ત્રણ વર્ષથી ચલાવું છું મારા પુત્રના લગ્ન કરવાના હોય જેથી દુકાને પાનનો ગલ્લો સંભાળતા આનંદભાઇને વાત કરતાં તેઓએ જણાવેલ કે, એક દલાલ છે જે લગ્ન કરાવે છે અને મારા સાળા પોરબંદમા રહે છે તેને એક છોકરી બતાવવા લઇ ગયેલ હતો. બાદમાં તેઓએ તેનો સંપર્ક કરેલ જેથી સામાવાળા રીયાઝએ તેના મોબાઇલમાંથી આનંદભાઈના મોબાઇલમાં છોકરીના ફોટા નાખેલ જેમાથી એક છોકરી મને ગમેલ જેથી તે છોકરી લઈને આવવાનુ કહેલ હતું.
બાદમાં જેથી આઠેક દીવસ બાદ રીયાઝ મીરજા એક ઇકો ગાડીમા છોકરી લઇને આવેલ અને તેની સાથે બીજી બે મહિલાઓ હતી. જે બધા ધરે આવેલ અને છોકરી વિમલ ખાતી હોય જેથી અમે ના પાડેલ હતી. ત્યાર બાદ બીજી પુજા નામની છોકરીના ફોટા મોકલેલ હતાં. જે છોકરી અમને ગમેલ જેથી અમે હા પાડતા રીયાઝે કહેલ કે, છોકરી ધર જોવા માગે છે વાત કરતાં તેઓને ઘરે આવવાનું કહ્યું હતું. બાદમાં પાંચ દીવસ બાદ પુજા નામની છોકરી, રીયાઝ અને કોમલબા જાડેજા રીક્ષા લઇને અમારી ઘરે આવેલ અને અમને એક બીજાને ગમી જતા રીયાઝભાઇ અને કોમલબા સાથે રૂ.2 લાખ લગ્ન થઈ જાય એટલે દેવાના નક્કી કરેલ હતાં.
મહિલાએ બ્યુટી પાર્લર કહી ફરાર થઈ
બાદમાં પુજા અમારા ધરે ચારેક દીવસ રોકાયેલી અને તા.23/02/2024 ના પુજા ધરેથી બ્યુટી પાર્લરમાં તૈયાર થવા જવાનું કહી ભાગી ગયેલ હતી અને પરત ધરે નહી આવતા શંકા જતા ઘરમાં તપાસ કરતા ધરના કબાટમાં રાખેલ બે સોનાના ચેન રૂ. 1.50 લાખ અને રોકડ રૂ.50 હજારની રકમ વિશ્ર્વાસધાત કરી લઇ ગયેલ હતી. જે બાદ અખબારમાં આવો બનાવ સુત્રાપાડાનો છપાયેલો હોય જેમાં પણ આરોપી તરીકે રીયાઝ મીરઝા તેમજ જેમણે કોમલબા વિક્રમસીંહ નામ જણાવ્યું હતું તેનુ નામ મુસ્કાન ઉર્ફે કોમલ રીયાઝ મીરઝા હોવાનું અને પુજાનું નામ કૌશરબાનુ અશરફ યુસુફ કાનમી હોવાનું સામે આવ્યું હતું. તેમજ આધારકાર્ડમાં પણ છેડછાડ કરી બતાવેલ હતાં. બનાવ અંગેની ફરીયાદ પરથી ગોંડલ સીટી બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી આરોપીને સુત્રાપાડા પોલીસ પાસેથી કબ્જો મેળવવા તજવીજ હાથ ધરી હતી.
આ પણ વાંચો – Pavagadh : શું તમે પાવાગઢ જવાનું વિચારી રહ્યા છો ? તો પહેલા વાંચી લો આ મહત્ત્વના સમાચાર
આ પણ વાંચો – Pavagadh : શું તમે પાવાગઢ જવાનું વિચારી રહ્યા છો ? તો પહેલા વાંચી લો આ મહત્ત્વના સમાચાર
આ પણ વાંચો – Ahmedabad : બાઈક પર જોખમી સ્ટંટ કરતાં ત્રણ યુવકોનો Video Viral