Gujarat Budget 2024: ગુજરાત વિધાનસભાનું (Gujarat Legislative Assembly) બજેટ સત્ર ગુરુવારથી શરૂ થયું હતું. બજેટ સત્રના બીજા દિવસે ગુજરાતનું બજેટ રજૂ કરવામા આવશે. ગુજરાત વિધાનસભામાં આજે નાણામંત્રી કનુભાઈ દેસાઇ (Finance Minister Kanubhai Desai )વર્ષ 2024-25નું બજેટ રજૂ કરશે.પાંચ સ્તંભ હેઠળ વધુ રકમ ફાળવાશે.કહેવામાં આવી રહ્યું છે કે આ વખતે રાજ્યની ભૂપેન્દ્ર પટેલ સરકાર અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ રજૂ કરશે. આ સાથે સરકાર બજેટ (Gujarat Budget) સત્રમાં રામ મંદિરને લઈને અભિનંદન પ્રસ્તાવ રજૂ કરવાની પણ તૈયારી કરી રહી છે. દેશમાં લોકસભાની ચૂંટણી પહેલા શરૂ થઈ રહેલું ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર એક મહિનો ચાલશે.
CM ભૂપેન્દ્ર સરકાર પૂર્ણ બજેટ રજૂ કરશે
CM ભૂપેન્દ્રની સરકાર પૂર્ણ બજેટ (Gujarat Budget) રજૂ કરશે.બજેટ સત્રની શરૂઆત બાદ ગુજરાત સરકારનું બજેટ બીજા દિવસે 2 ફેબ્રુઆરી 2024ના રોજ રજૂ કરવામાં આવશે. જે અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ હશે. છેલ્લા ઘણા સમયથી ગુજરાત સરકાર બજેટમાં સતત વધારો કરી રહી છે, જેથી પ્રજાના વિકાસના કામોને વેગ મળે અને લોકોને સીધો લાભ મળી શકે. માનવામાં આવે છે કે આ વખતે લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર કેટલીક મોટી જાહેરાતો કરી શકે છે. સામાન્ય રીતે લોકસભાની ચૂંટણી સમયે રાજ્ય સરકાર વોટ ઓન એકાઉન્ટ પણ લાવે છે, પરંતુ આ વખતે ભૂપેન્દ્ર પટેલ સરકારે સંપૂર્ણ બજેટ રજૂ કરવાનો નિર્ણય લીધો છે.
માનનીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp ની વિશેષ ઉપસ્થિતિમાં નાણામંત્રી શ્રી @KanuDesai180 દ્વારા ગુજરાત રાજ્યના નાણાકીય વર્ષ 2024-25ના બજેટની રજૂઆત
🕛 આવતીકાલે સવારે 11:00 કલાકથી
લાઈવ નિહાળો:
• https://t.co/sYQMNVy1qP
• https://t.co/3xD28cKFF2
• https://t.co/ZTR8waOqmd pic.twitter.com/RdsIqigXxs— BJP Gujarat (@BJP4Gujarat) February 1, 2024
રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈ દ્વારા બજેટ રજૂ કરાશે
રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈ વિધાનસભામાં બજેટ રજૂ કરવાના છે. નાણામંત્રી પેપરલેસ બજેટ રજૂ કરવાના છે એટલે કે તેઓ ટેબલેટની મદદથી આ બજેટ રજૂ કરવાના છે. લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પણ આ બજેટમાં કેટલીક જાહેરાતો થાય તેવી શક્યતા છે. બાદમાં વિધાનસભામાં ગૃહમાં ગુજરાત ગણોત વહીવટી અને ખેતી જમીન કાયદા સુધારા વિધેયક સર્વાનુમતે પસાર થયું હતું. આજે નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ વર્ષ 2024-25નું બજેટ રજૂ કરશે. પ્રશ્નોતરી કાળ બાદ સવારે 11 વાગ્યે નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ બજેટનું વાંચન શરૂ કરે તેવી શક્યતા છે.
ગૌરવશાળી ગુજરાતના આદરણીય રાજ્યપાલ શ્રી @ADevvrat જીની અધ્યક્ષતામાં અને માનનીય વિધાનસભા અધ્યક્ષ શ્રી @ChaudhryShankar તેમજ માનનીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp જીની વિશેષ ઉપસ્થિતિમાં ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો શુભારંભ કરવામાં આવ્યો, ત્યારે આ સત્રમાં મંત્રીશ્રીઓ અને… pic.twitter.com/8VoPhl0tTu
— Kanu Desai (@KanuDesai180) February 1, 2024
રૂ. 3.30 લાખ કરોડના કદનું બજેટ
આજનું બજેટ 3.30 લાખ કરોડની આસપાસના કદનું હોઇ શકે છે, જેમાં આરોગ્ય, શિક્ષણ અને કૃષિ તથા માળખાકીય સુવિધાઓ પર વધુ ભાર મૂકાશે. પહેલીવાર લોકસભાની ચૂંટણી (LokSabha elections) પહેલા રાજ્યનું પૂર્ણ કદનું બજેટ રજૂ કરાશે. બજેટમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના (CM Bhupendra Patel) નેતૃત્વમાં ગુજરાતનો આગામી 25 વર્ષનો રોડ મેપ જાહેર કરવામાં આવશે. આ રોડ મેપમાં તમામ વર્ગોના કલ્યાણની અનેક વિધ યોજનાઓ, યુવા, કિસાનો, ગરીબ, આદિજાતિ, દલિત અને ઓબીસીના ઉત્કર્ષ માટેની નવી યોજનાઓનો સમાવેશ થશે. જણાવી દઈએ કે, ગુજરાત વિધાનસભામાં બજેટ સત્ર 1 થી 29 ફેબ્રુઆરી સુધી ચાલશે. આ સમયગાળા દરમિયાન 26 જેટલી બેઠકો યોજાશે.
આ પણ વાંચો – Gujarat Budget : બજેટ પહેલા વિધાનસભાની મહત્ત્વની બેઠક, આ મુદ્દાઓ પર ચર્ચા, આટલા વાગે રજૂ કરાશે બજેટ