ગુજરાત હાઈકોર્ટનો બળાત્કાર પર મોટો ચુકાદો આપ્યો
ગુજરાત હાઈકોર્ટે એક આદેશમાં કહ્યું છે કે દુષ્કર્મએ બળાત્કાર છે, પછી ભલે તે વૈવાહિક સંબંધ દરમિયાન સામે આવ્યું હોય. ત્યારે ગુજરાત હાઈકોર્ટે ભારતમાં મહિલાઓ સામેની જાતીય હિંસા અંગે મૌન તોડવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશ દિવ્યેશ જોશીએ પણ સ્વીકાર્યું હતું કે ભારતમાં મહિલાઓ સામેની હિંસાની વાસ્તવિક ઘટનાઓ નોંધાયેલા આંકડા કરતાં ઘણી વધારે હોઈ શકે છે અને તેના કારણે મહિલાઓ દુશ્મનાવટ અને હિંસાત્મક વાતાવરણનો ભોગ બનતી જોવા મળે છે.
પતિ સામે બળાત્કાર સાબિત થતાં કાયદો કેમ અલગ
જો કે હાઈકોર્ટે એક નિયમિત જામીન અરજી ફગાવી દેતા આ ટિપ્પણી કરી હતી. એક મહિલા તેના પતિ અને પુત્ર પર તેની પુત્રવધૂ પર યૌન શોષણનો આરોપ હતો. પોલીસે ચાર્જશીટમાં બળાત્કારની કલમ હેઠળ આક્ષેપો પણ કર્યા હતા. આરોપ છે કે પારિવારિક લોકોએ તેનો અભદ્વ વીડિયો બનાવ્યો હતો અને પછી પૈસા કમાવવા માટે તે વીડિયો પોર્ન વેબસાઇટ પર પોસ્ટ કર્યો હતો. હાઈકોર્ટે વધુમાં કહ્યું કે, “સ્ત્રી પર હુમલા કે બળાત્કારના મોટા ભાગના કેસોમાં સામાન્ય વિચાર એ છે કે જો આરોપી પતિ તેની સાથે બીજા પુરુષની જેમ વર્તે તો તેને માફ કરવામાં આવે છે. મારા મતે, આ યોગ્ય કહી શકાય નહીં.”
ભારત સિવાય અન્ય દેશમાં વિવાહિક સંબંધમાં થયેલ બળાત્કાર પર કાનૂન લાગુ
જસ્ટિસ જોશીએ વધુમાં કહ્યું હતું કે, “પુરુષ એક પુરુષ છે, કૃત્ય એક કૃત્ય છે, બળાત્કાર એ બળાત્કાર જ છે, પછી ભલે પત્નીએ પતિ વિરુદ્ધ ગુનો નોંધાવ્યો હોય.” હાઈકોર્ટે ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારતમાં મહિલાઓ સામેની હિંસા અંગે મૌન તોડવાની જરૂર છે. કોર્ટે એમ પણ કહ્યું હતું કે મહિલાઓ સામેની હિંસા રોકવા અને તેનો સામનો કરવામાં પુરૂષો કદાચ મહિલાઓ કરતાં મોટી ભૂમિકા ભજવી શકે છે. આ સિવાય હાઈકોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે 50 અમેરિકન રાજ્યો, ત્રણ ઓસ્ટ્રેલિયન રાજ્યો, ન્યૂઝીલેન્ડ, કેનેડા, ઈઝરાયેલ, ફ્રાન્સ, સ્વીડન, ડેનમાર્ક, નોર્વે, પોલેન્ડ, ચેક રિપબ્લિક સહિત વિવિધ દેશોમાં વૈવાહિક બળાત્કાર પર કાનૂન ઘટવામાં આવેલ છે.
આ પણ વાંચો: રાજ્યમાં ફરી એકવાર કોરોનાની એન્ટ્રીથી લોકોમાં ફફડાટ