Download Apps
Home » Harani lake : આરોપી પરેશ શાહ બસમાંથી ઝડપાયો, ગોપાલની છત્તીસગઢમાંથી અટક કરાઈ : વડોદરા જોઇન્ટ C.P.

Harani lake : આરોપી પરેશ શાહ બસમાંથી ઝડપાયો, ગોપાલની છત્તીસગઢમાંથી અટક કરાઈ : વડોદરા જોઇન્ટ C.P.

વડોદરાના (Vadodara) ‘હરણી હત્યાકાંડ’ (Harani lake) મામલે આજે વડોદરા જોઈન્ટ સી.પી. મનોજ નીનામાએ પત્રકારો સાથે કોન્ફરન્સ કરી હતી. દરમિયાન તેમને આ કેસમાં થયેલી અત્યાર સુધીની કાર્યવાહી અંગે તમામ અપડેટ આપ્યા હતા. તેમણે કહ્યું કે, આ કેસમાં વધુ બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. મુખ્ય આરોપી પરેશ શાહ અને ગોપાલ શાહની ધરપકડ કરાઈ છે. તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે.

વડોદરાના હરણી હત્યાકાંડ (Harani lake) મામલે આજે વડોદરા જોઇન્ટ સી.પી. મનોજ નીનાામાએ (CP Manoj Ninama) પ્રેસ કોન્ફરન્સ કરી હતી. દરમિયાન તેમણે માહિતી આપી કે, આ ગોઝારી ઘટનામાં વધુ બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ઘટનાના મુખ્ય આરોપી પરેશ શાહ (Paresh Shah) અને ગોપાલ શાહને (Gopal Shah) ઝડપી લેવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું કે, દુર્ઘટના બાદથી આરોપી પરેશ શાહ અને ગોપાલ શાહ બંને ફરાર થયા હતા. જો કે, સર્વેલન્સ ટીમ તેમનો સતત પીછો કરતી હતી. આખરે આજે કલોલ અને હાલોલ વચ્ચે બસમાંથી પરેશ શાહની ધરપકડ કરાઈ છે. પરેશ શાહને રાત્રે 3.30 કલાકે ઝડપી લેવાયો હતો. જ્યારે ગોપાલ શાહની છત્તીસગઢમાંથી અટક કરાઈ છે. બંને આરોપી બનાવના દિવસે જ ફરાર થઈ ગયા હતા.

પરેશ શાહ આણંદ અને પંચમહાલ તરફ ભાગ્યો હતો

જોઇન્ટ સી.પી. મનોજ નીનાામાએ વધુમાં જણાવ્યું કે, આરોપી પરેશ શાહ ઘટના પછીથી આણંદ અને પંચમહાલ તરફ ભાગ્યો હતો. જ્યારે ગોપાલ શાહે રાજ્ય છોડ્યું હતું. આખી ઓપરેટિંગ સિસ્ટમમાં પરેશ શાહની મુખ્ય ભૂમિકા છે. તેમણે જણાવ્યું કે, પરેશ શાહના કોલ ડિટેલ્સ, બેંક ખાતા અને અન્ય ટ્રાન્જેક્શનની તપાસ કરવામાં આવી રહી છે. આ કેસમાં ખૂબ જ ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે. પરેશ શાહને ફરાર થવામાં કોણે મદદ કરી ? કોણે આરોપીને આશરો આપ્યો ? તે અંગે પણ તપાસ ચાલી રહી છે. ઉપરાંત, તેમણે કહ્યું કે, આ કેસમાં અગાઉ 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી, જેમના 6 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. આ મામલે પ્રાપ્ત માહિતી આવ્યા પછી અભ્યાસ કર્યા બાદ બીજો કોઈ ગુનો દાખલ કરવામાં આવશે. હાલ આગળની તપાસ (Harani lake) ચાલી રહી છે.

 

આ પણ વાંચો – Amreli : MP ની ઘટનાના પડઘા અમરેલીમાં, મામલતદાર અને પોલીસ તંત્રને આવેદનપત્ર અપાયું

સિગારેટ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છો? તો અપનાવો આ ખાસ ઉપાય
સિગારેટ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છો? તો અપનાવો આ ખાસ ઉપાય
By Harsh Bhatt
ઓક્સિજન સાથે પાણી આપતું Indian Laurel Tree
ઓક્સિજન સાથે પાણી આપતું Indian Laurel Tree
By VIMAL PRAJAPATI
આવી ભીષણ ગરમીમાં અખરોટ ખાવા જોઈએ કે નહીં?
આવી ભીષણ ગરમીમાં અખરોટ ખાવા જોઈએ કે નહીં?
By VIMAL PRAJAPATI
22 વર્ષના રિયાન પરાગે IPL 2024 માં નોંધાવ્યો આ મોટો રેકોર્ડ
22 વર્ષના રિયાન પરાગે IPL 2024 માં નોંધાવ્યો આ મોટો રેકોર્ડ
By Harsh Bhatt
જો તમે ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોવ તો આ આદતોને કહો અલવિદા
જો તમે ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોવ તો આ આદતોને કહો અલવિદા
By Harsh Bhatt
પર્સમાં રાખો આ 1 વસ્તુ..તો થશે અઢળક ફાયદો
પર્સમાં રાખો આ 1 વસ્તુ..તો થશે અઢળક ફાયદો
By Hiren Dave
જો તમે પણ વધારે ડુંગળી ખાવાના રસિયા હોવ તો ચેતી જજો, નહીં તો…
જો તમે પણ વધારે ડુંગળી ખાવાના રસિયા હોવ તો ચેતી જજો, નહીં તો…
By Harsh Bhatt
આજે રાતે સંભાળજો…!
આજે રાતે સંભાળજો…!
By Vipul Pandya
Gujarat First YouTube CHannel
Gujarat First YouTube CHannel

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Download Our Apps

Follow Us

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00
સિગારેટ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છો? તો અપનાવો આ ખાસ ઉપાય ઓક્સિજન સાથે પાણી આપતું Indian Laurel Tree આવી ભીષણ ગરમીમાં અખરોટ ખાવા જોઈએ કે નહીં? 22 વર્ષના રિયાન પરાગે IPL 2024 માં નોંધાવ્યો આ મોટો રેકોર્ડ જો તમે ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોવ તો આ આદતોને કહો અલવિદા પર્સમાં રાખો આ 1 વસ્તુ..તો થશે અઢળક ફાયદો જો તમે પણ વધારે ડુંગળી ખાવાના રસિયા હોવ તો ચેતી જજો, નહીં તો… આજે રાતે સંભાળજો…!