Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Kutch NCOPOSC Conference: કોટેશ્વરમાં 'નેશનલ કોન્ફરન્સ ઓન પ્રમોશન ઓફ સીવીડ કલ્ટિવેશન' નો થયો પ્રારંભ

Kutch NCOPOSC Conference: આજરોજ કચ્છના કોટેશ્વર માં 'નેશનલ કોન્ફરન્સ ઓન પ્રમોશન ઓફ સીવીડ કલ્ટિવેશન' નો પ્રારંભ કરાવ્યો હતો. તેમાં કેન્દ્રીય મત્સ્યપાલન, પશુપાલન મંત્રી પુરષોત્તમ રૂપાલા મુખ્ય અતિથિ તરીકે આવ્યા હતા. કેન્દ્રિય મત્સ્યપાલન મંત્રી રૂપાલાએ માછીમારો સાથે સંવાદ કરીને સીવીડ ખેતીની...
kutch ncoposc conference  કોટેશ્વરમાં  નેશનલ કોન્ફરન્સ ઓન પ્રમોશન ઓફ સીવીડ કલ્ટિવેશન  નો થયો પ્રારંભ
Advertisement

Kutch NCOPOSC Conference: આજરોજ કચ્છના કોટેશ્વર માં 'નેશનલ કોન્ફરન્સ ઓન પ્રમોશન ઓફ સીવીડ કલ્ટિવેશન' નો પ્રારંભ કરાવ્યો હતો. તેમાં કેન્દ્રીય મત્સ્યપાલન, પશુપાલન મંત્રી પુરષોત્તમ રૂપાલા મુખ્ય અતિથિ તરીકે આવ્યા હતા. કેન્દ્રિય મત્સ્યપાલન મંત્રી રૂપાલાએ માછીમારો સાથે સંવાદ કરીને સીવીડ ખેતીની દિશામાં આગળ વધવા પ્રોત્સાહન પુરૂં પાડ્યું હતું. આ નેશનલ કોન્ફરન્સનું આયોજન સીવીડ ખેતીના ક્ષેત્રને મજબૂત અને વિકસિત કરવાના હેતુથી મત્સ્યોદ્યોગ વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું.‌

આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી પુરષોત્તમ રૂપાલાએ ફિશરીઝ વિભાગની કામગીરી બિરદાવીને કહ્યું કે, સિવીડએ ભવિષ્યની જરૂરિયાત છે. સીવીડ પ્રોસેસિંગ કચ્છમાં થાય તે દિશામાં કામગીરી કરવામાં આવશે તેમ વિશ્વાસ કેન્દ્રિય મંત્રીએ વ્યક્ત કર્યો હતો. કોરી ક્રીક વિસ્તાર દરિયાઈ શેવાળની ખેતીના પ્રયાસોને કેન્દ્રિયમંત્રીએ બિરદાવ્યા હતા. ગુજરાત સૌથી લાંબો દરિયાકિનારો ધરાવતું હોય સીવીડ ખેતીમાં અગ્ર હરોળમાં ઊભરી આવશે એવો આશાવાદ કેન્દ્રિય મંત્રીએ વ્યક્ત કર્યો હતો.

Advertisement

Kutch NCOPOSC Conference

Kutch NCOPOSC Conference

Advertisement

કાર્યક્રમમાં સાંસદ વિનોદભાઈ ચાવડાનું નિવેદન

વધુમાં કેન્દ્રિય મંત્રીએ જણાવ્યું હતું કે, સીવીડ ખેતીથી પર્યાવરણને ફાયદો થશે.‌ આ સીવીડ ખેતીમાં પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના મહત્વની બની રહેશે. ખાસ કરીને સ્ટાર્ટઅપ આગળ આવે અને મહિલા સ્વયં સહાય જૂથ ભાગીદારી નોંધાવી છે. કચ્છ મોરબી સાંસદ વિનોદભાઈ ચાવડાએ કહ્યું કે દરિયાઈ શેવાળની ખેતીથી કચ્છમાં રોજગારીની મોટી તકો ઊભી થશે. આગામી દિવસોમાં દરિયાઈ શેવાળની ખેતીમાં કોરી ક્રીક પ્રવાસનનું હબ બનશે તેમ સાંસદએ ઉમેર્યું હતું.

ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજાનું નિવેદન

અબડાસા ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, સીવીડની ખેતી માછીમારોને આર્થિક રીતે સદ્ધર બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે. કચ્છના ખેડૂતો અને માછીમારો આ નવીન પ્રકલ્પ સાથે જોડાય તેમ અનુરોધ કર્યો હતો. ભારત‌ સરકારના ફિશરીઝ ડીપાર્ટમેન્ટના સચિવ અભિલક્ષ લીખીએ જણાવ્યું હતું કે, આ કોન્ફરન્સ નાગરિકો સુધી સરળ ભાષામાં સીવીડને ખેતીને પહોંચાડવામાં પ્રબળ માધ્યમ બનશે. સીવીડ ખેતી માછીમારીની આવકમાં વધારો થશે.

કોન્ફરન્સમાં ઉપસ્થિત રહેલા અગ્રણીઓની યાદી

આ કોન્ફરન્સમાં આઈસીએઆર-સેન્ટ્રલ મરીન ફિશરીઝ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (સીએમએફઆરઆઈ) અને સીએસઆઈઆર-સેન્ટ્રલ સોલ્ટ મરીન કેમિકલ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (સીએસએમસીઆરઆઈ)ના વૈજ્ઞાનિકો, લક્ષદ્વીપની સી-વીડ કંપનીનાં ઉદ્યોગસાહસિકો સહિત સ્ટાર્ટઅપ જોડાયા હતા. સીવીડ ક્ષેત્રના ઉદ્યોગસાહસિકો અને સંશોધન સંસ્થાઓ દ્વારા એક પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ઉપરાંત, સીવીડ ખેતી પોલીસી મેકર્સ, કેન્દ્ર અને રાજ્યનાં મત્સ્યપાલન અધિકારીશ્રીઓ, સંશોધકો, સીવીડ ખેડૂતો, સ્થાનિક ગ્રામ પંચાયતોનાં પ્રતિનિધિઓએ ઉત્સાહભેર કોન્ફરન્સમાં ભાગ લીધો હતો.

અહેવાલ શિક છાંયા

આ પણ વાંચો: Gujarat T-20: ગુજરાત ઈન્ટર કોર્પોરેશન T-20 Day Night Cricket Tournament નું આયોજન

Tags :
Advertisement

.

×